- This event has passed.
જીવન જ્યોત ટ્રસ્ટ અમરોલીની સ્વનિર્ભર કોલેજમાં રક્ષાબંધનની ઉજવણી થઈ.

જીવન જ્યોત ટ્રસ્ટ સંચાલિત પ્રો.વી.બી.શાહ ઇન્સ્ટિટયૂટ ઓફ મેનેજમેન્ટ, આર.વી.પટેલ કોલેજ ઓફ કોમર્સ (અંગ્રેજી માધ્યમ)
એન્ડ વી.એલ. શાહ કોલેજ ઓફ કોમર્સ (ગુજરાતી માધ્યમ) તેમજ સુટેક્ષ બેંક કોલેજ ઓફ કોમ્પ્યુટર એપ્લીકેશન એન્ડ
સાયન્સ અમરોલીનાં એન.સી.સી. અને એન.એસ.એસ. વિદ્યાર્થીનીઓ દ્વારા તા. ૨૭-૦૮-૨૦૨૬નાં રોજ અમરોલી અને
કોસાડ પોલીસ સ્ટેશનમાં રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી હતી. પોલિસ ઇન્સ્પેકટરસર શ્રી રાજદીપ સિંહ,
પી.એસ.આઈ.આર.આર. જોગરાણા અને એ.એસ.આઈ. દીપક મોરે અને તેમની ટીમની અચૂક હાજર રહી હતી. એન.સી.સી.
કેડેટ્સ અને એન.એસ.એસ.ની વિદ્યાર્થીનીઓએ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓના રક્ષણ માટે તેમને આદરપૂર્વક રાખડી
બાંધી હતી અને મીઠાઈ ખવડાવી રક્ષાબંધનની શુભેચ્છાઓ પાઠવી હતી. આ પ્રસંગે પોલીસ કર્મચારીઓના ચહેરા પર પણ
આત્મીયતા અને આનંદની લાગણી જોવા મળી હતી. આ હૃદયસ્પર્શી પહેલથી એન.સી.સી. કેડેટ્સમાં પોલીસ કર્મચારીઓ પ્રત્યે
આદર અને ગૌરવની ભાવના વધુ પ્રબળ બની હતી. સાથે જ રક્ષાબંધનનો આ પ્રસંગ પોલીસ વિભાગ વચ્ચે સ્નેહ, સહકાર અને
સૌહાર્દનો સુંદર સેતુ બની રહ્યો હતો. સમગ્ર કાર્યક્રમ કોલેજના આચાર્ય ડૉ. મુકેશ ગોયાણીના માર્ગદર્શન હેઠળ એન.સી.સી.
ઓફિસર સી.ટી.ઓ. ડૉ. અનિલા પિલ્લાઈ અને એન.એસ.એસ ઓફિસર પ્રા. જયોતિકા ટેલર દ્વારા કરવામાં આવ્યું હતું.