Loading Events

« All Events

  • This event has passed.

જીવન જ્યોત ટ્રસ્ટ અમરોલીની સ્વનિર્ભર કોલેજમાં શૈક્ષણિક પ્રતિભાશાળી અને ઉલ્લેખનીય સિદ્ધિ હાંસલ કરનાર વિદ્યાર્થીઓનો ઈનામ વિતરણ કાર્યક્રમ યોજાયો

July 17

જીવન જ્યોત ટ્રસ્ટ સંચાલિત પ્રો.વી.બી.શાહ ઇન્સ્ટિટયૂટ ઓફ મેનેજમેન્ટ, આર.વી.પટેલ કોલેજ ઓફ કોમર્સ (અંગ્રેજી
માધ્યમ) એન્ડ વી.એલ. શાહ કોલેજ ઓફ કોમર્સ (ગુજરાતી માધ્યમ) તેમજ સુટેક્ષ બેંક કોલેજ ઓફ કમ્પ્યુટર એપ્લિકેશન
એન્ડ સાયન્સ અમરોલી બી.કોમ.માં શૈક્ષણિક પ્રતિભાશાળી અને ઉલ્લેખનીય સિદ્ધિ હાંસલ કરનાર
વિદ્યાર્થીઓનો ઈનામ વિતરણ કાર્યક્રમ કોલેજ કેમ્પસમાં તા. ૧૭ -૦૭-૨૦૨૬ નાં રોજ યોજાયો
હતો. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય, પ્રાર્થનાથી કરવામાં આવી હતી. આ પ્રસંગે મુખ્ય
મહેમાનશ્રી તરીકે વોર્ડ નં. ૧ નાં કોર્પોરેટર શ્રીમતી નયનાબેન સુરેશભાઈ ડોબરિયા, શ્રી સુરેશભાઈ
ડોબરિયા, શ્રી વિજય અશોકભાઈ ભાટિયા, શ્રી રાજેન્દ્રભાઈ ગોવનભાઈ પટેલ તેમજ જીવન જ્યોત
ટ્રસ્ટના પ્રમુખશ્રી ભરતભાઈ શાહ, સેક્રેટરી શ્રી અશ્વિનભાઈ પટેલ હાજર રહી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા.
આચાર્ય ડૉ. મુકેશ આર. ગોયાણીએ મહેમાનોનું પુષ્પગુચ્છથી સ્વાગત કરી મહેમાનો પરિચય આપ્યો હતો. શૈ.વર્ષ –
૨૦૨૫-૨૬ બી.કોમ. સેમેસ્ટર ૨,૪ અને ૬ માં શૈક્ષણિક સિદ્ધિ હાંસલ કરનાર ૩૫ તેજસ્વી વિદ્યાર્થીઓને તેમજ ૧૫
એન.સી.સી. કેડેટ્સને મહેમાનોના હસ્તે ટ્રોફી આપી સન્માનિત કર્યા હતા. તેમજ શૈ.વર્ષ ૨૦૨૫-૨૬ દરમ્યાન
પી.એચડી ડીગ્રી હાંસલ કરનાર પ્રા. ડૉ. સુનિતા યાદવનું પણ ટ્રોફી આપી સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન
બી.કોમ.નાં કૉ-ઓર્ડીનેટર તથા કોલેજના અધ્યાપક ગણ વહીવટી સ્ટાફ હાજર રહી કાર્ય કાર્યક્રમની શોભા વધારી હતી.
સમગ્ર કાર્યક્રમનુ સંચાલન કોલેજના આચાર્ય ડૉ.મુકેશ આર. ગોયાણીના માર્ગદર્શન હેઠળ પ્રા.ડૉ. હેમાદ્રી ટીકાવાલા, પ્રા.ડૉ.
જયોતિકા ટેલર તેમજ પ્રા.ડૉ.વિશ્વનાથ બોરસે દ્વારા કરવામાં આવ્યું હતું.

Details

Venue

  • PROF. V.B.SHAH INSTITUTE OF MANAGEMENT; R.V.PATEL COLLEGE OF COMMERCE (E.M.); V.L.SHAH COLLEGE OF COMMERCE (G.M.); SUTEX BANK COLLEGE OF COMPUTER APPLICATION &SCIENCE;AMROLI.
  • AMROLI
    Surat, Gujarat 394107 India
    + Google Map