Loading Events

« All Events

  • This event has passed.

“યુનિવર્સીટીની ઈન્ટર કોલેજ બોક્સિંગ ટુર્નામેન્ટમાં જીવન જ્યોત ટ્રસ્ટ અમરોલી સ્વનિર્ભર કોલેજનાં વિદ્યાર્થીઓ ઝળકિયા”

September 18 @ 8:00 am - September 21 @ 5:00 pm

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સુરતની ઈન્ટર કોલેજ બોક્સિંગ ટુર્નામેન્ટ તા. ૧૮ થી ૨૧
સપ્ટેમ્બર ૨૦૨૬ ના રોજ અંબાબા કોલેજ સાબરગામ ખાતે યોજાયેલ હતી. ઇન્ટર કોલેજ બોક્સિંગ ગર્લ્સ ટુર્નામેન્ટમાં
૧૮ કોલેજનાં ૩૪ સ્પર્ધકો તેમજ ભાઈઓમાં ટુર્નામેન્ટમાં ૩૩ કોલેજનાં ૮૬ સ્પર્ધકોએ ભાગ લીધો હતો. જેમાં જીવન
જ્યોત ટ્રસ્ટ સંચાલિત પ્રો.વી.બી.શાહ ઇન્સ્ટિટયૂટ ઓફ મેનેજમેન્ટ, આર.વી.પટેલ કોલેજ ઓફ કોમર્સ (અંગ્રેજી માધ્યમ)
એન્ડ વી.એલ. શાહ કોલેજ ઓફ કોમર્સ (ગુજરાતી માધ્યમ) તેમજ સુટેક્ષ બેંક કોલેજ ઓફ કમ્પ્યુટર એપ્લિકેશન એન્ડ
સાયન્સ અમરોલીનાં વિદ્યાર્થીઓ ભાગ લીધો હતો. જેમાં એફ.વાય.બી.બી.એ. ક્રિષા હિરેનભાઈ પારેખ તેમજ
ટી.વાય.બી.બી.એ. કેના રૂપેશભાઈ ભટ્ટીએ ગોલ્ડ મેડલ, એફ.વાય.બી.બી.એ. ધ્રુવી સતવીરસિંહ ઢાકાએ સિલ્વર મેડલ,
એફ.વાય.બી.બી.એ. જિનલ રાજુભાઈ ચૌધરીએ બ્રોન્ઝ મેડલ અને બોક્સિંગ ભાઈઓની કેટેગરીમાં ટી.વાય.બી.સી.એ.
અંકુશ અજીત મંડલએ સિલ્વર મેડલ, એસ.વાય.બી.બી.એ. પાર્થકુમાર દેસુરભાઈ વાંજર બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યો હતો.
તેમજ રાજસ્થાન ખાતે યોજાનાર ઓલ ઇન્ડિયા ઇન્ટર યુનિવર્સીટી માટે ક્રિષા હિરેનભાઈ પારેખ અને કેના રૂપેશભાઈ
ભટ્ટીની પસંદગી કરવામાં આવી હતી. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સીટી બોક્સિંગ ટીમનું પ્રતિનિધિત્વ કરશે.
વિદ્યાર્થીની આ સિદ્ધિ પ્રાપ્ત કરવા બદલ આચાર્ય ડૉ. મુકેશભાઈ આર. ગોયાણી, સ્પોર્ટ ટીચર ડૉ. પ્રદીપકુમાર લેન્કા
તેમજ સમગ્ર સ્ટાફ તથા જીવન જ્યોત ટ્રસ્ટ પરિવાર અભિનંદન પાઠવે છે.

Details

  • Start: September 18 @ 8:00 am
  • End: September 21 @ 5:00 pm
  • Event Category:

Organizer

  • Sports Committee

Venue

  • PROF. V.B.SHAH INSTITUTE OF MANAGEMENT; R.V.PATEL COLLEGE OF COMMERCE (E.M.); V.L.SHAH COLLEGE OF COMMERCE (G.M.); SUTEX BANK COLLEGE OF COMPUTER APPLICATION &SCIENCE;AMROLI.
  • AMROLI
    Surat, Gujarat 394107 India
    + Google Map