Loading Events

« All Events

  • This event has passed.

NSS Orientation

August 1, 2024 @ 3:54 pm

જીવન જ્યોત ટ્રસ્ટ સંચાલિત પ્રોફેસર વી.બી. ઓફ મેનેજમેન્ટ આર.વી. પટેલ કોલેજ ઓફ કોમર્સ, વી.એલ. શાહ કોલેજ ઓફ કોમર્સ તથા સુટેક્સ બેંક કોમ્પ્યુટર એપ્લીકેશન એન્ડ સાયન્સ દ્વારા શૈક્ષણિક વર્ષ 2024- 25 નો એન.એસ.એસ ઓરિએન્ટેસન (orientation) પ્રોગ્રામ આજ રોજ તારીખ 1-8-2024 ને ગુરુવારે આયોજિત થયો હતો. પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓને એન.એસ.એસ માં જોડવાના હેતુસર કાર્યક્રમનું સફળ સંચાલન પ્રદ્યાપક જ્યોતિકા ટેલર તથા ડો. પ્રદીપ કુમાર લેનકા દ્વારા થયું હતું અતિથિ વિશેષ તરીકે પ્રોફેસર વિજયભાઈ ચૌધરી, NSS ઓફિસર જે. ઝેડ. શાહ આર્ટસ એન્ડ એચ. પી. દેસાઈ કોમર્સ કોલેજ અમરોલી, દ્વારા એન.એસ.એસ નું મહત્વ, શા માટે એન.એસ.એસ અને વિદ્યાર્થીઓને ફાયદા વિશે વિસ્તૃત સમજ આપી. કુલ ૩૦૦ પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓએ લાભ લીધો. વિધાર્થીઓ માંથી ૨ સ્વયમ સેવક ભાઈ અને બહેનને NSS સ્કાફ પહેરાવી સન્માનિત કરવામાં આવ્યા. કાર્યક્રમ કોલેજના પ્રિન્સિપલ ડો. મુકેશ ગોયાણી સરના માર્ગદર્શન હેઠળ સફળતાપૂર્વક પૂર્ણ થયો.

Details