- This event has passed.
Blood Donation Camp in remembrance of shri Kantikaka
જીવન જ્યોત ટ્રસ્ટ સંચાલિત અમરોલી સેલ્ફ ફાઇનાન્સ કોલેજમાં તારીખ 17ના રોજ જીવન જ્યોત ટ્રસ્ટ અમરોલીના માજી
પ્રમુખ અને ટ્રસ્ટના સ્થાપક સ્વર્ગસ્થ કાંતિલાલ જે. શાહની જન્મ જયંતી નિમિત્તે પુષ્પાંજલિ કાર્યક્રમ અને રક્તદાન શિબિરનું આયોજન
કરવામાં આવ્યું હતું. આ શિબિરમાં આમંત્રિત મહેમાન તરીકે ડો. વિનોદ પટેલ (આચાર્ય નવયુગ કોમર્સ કોલેજ), મેહુલભાઈ માલવિયા
(વિદ્યા એજ્યુકેશન ટ્રસ્ટ), જીવન જ્યોત ટ્રસ્ટના પ્રમુખ ભરતભાઈ શાહ ઉપ-પ્રમુખ ભાનુકુમાર શાહ માનદ મંત્રી શ્રી અશ્વિનભાઈ
પટેલ, અનુજભાઈ શાહ, ટ્રસ્ટી ગૌરાંગ દેસાઈ, ડો. મહેન્દ્ર સોલંકી તથા સ્વર્ગસ્થ કાંતિલાલ શાહના પુત્ર સ્નેહલભાઈ તેમજ પુત્રવધુ રીતા
બહેને હાજરી આપી હતી. કાર્યક્રમની શરૂઆતમાં મહેમાનો તેમજ કોલેજ અને શાળાના શૈક્ષણિક અને વહીવટી સ્ટાફ તથા વિદ્યાર્થીઓ
દ્વારા સ્વર્ગસ્થ કાંતિલાલ શાહને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. રક્તદાન શિબિરના અંતે કુલ 19 જેટલી રક્ત બોટલ એકત્ર
કરાયું હતું. તમામ રક્તદાતાઓને સ્મૃતિ ભેટ આપવામાં આવી હતી.
સમગ્ર કાર્યક્રમનું સંચાલન આચાર્ય ડો. મુકેશભાઈ ગોયાણી, બીબીએ કો-ઓર્ડીનેટર ડો. સ્વાતિ મહેતા અને ડો. નિલેશ,
બીસીએ વિન્ટર કો-ઓર્ડીનેટર ડૉ. વિરલ પોલીસવાલા અને એનએસએસ પ્રોગ્રામ ઓફિસર ડો. પ્રદીપ કુમાર લેનકા અને એનએસએસ
ના સ્વયંસેવકો તથા શૈક્ષણિક અને બિન શૈક્ષણિક સ્થાપના સહકારથી સફળતાપૂર્વક યોજાયો હતો.