- This event has passed.
અંતાક્ષરી કોમ્પિટિશન
“સ્વનિર્ભર અમરોલી કોલેજમાં કલરવ અંતાક્ષરી કોમ્પિટિશન યોજયેલ હતી”
જીવન જ્યોત ટ્રસ્ટ સંચાલિત પ્રો.વી.બી.શાહ ઇન્સ્ટિટયૂટ ઓફ મેનેજમેન્ટ, આર.વી.પટેલ કોલેજ ઓફ કોમર્સ (અંગ્રેજી માધ્યમ) એન્ડ વી.એલ. શાહ કોલેજ ઓફ કોમર્સ (ગુજરાતી માધ્યમ) તેમજ સુટેક્ષ બેંક કોલેજ ઓફ કમ્પ્યુટર એપ્લિકેશન એન્ડ સાયન્સ અમરોલીમાં કલરવ અંતાક્ષરી કોમ્પિટિશનનું ભવ્ય અને અત્યંત સુરમય સૂર્યોદય પ્રોગ્રામનું આયોજન તા. ૨૨/૦૧/૨૦૨૫ નાં રોજ કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં મુખ્ય મહેમાન તરીકે શ્રી તેજસ મર્ચન્ટ અને શ્રી નરેશભાઈ કાપડીયાએ હાજર રહી વિદ્યાર્થીઓને ઉત્સાહ વધાર્યો હતો. આ સ્પર્ધાનો ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓને તેમની ગાયકી કળાને વિકસાવવા અને પ્રદર્શિત કરવાની તક પૂરી પાડવાનો હતો. આ દિવ્ય સંગમમાં દર્શકોને ભક્તિ, લોક ગીત, બોલીવુડ સોંગનો અદ્ભુત સમન્વય જોવા મળ્યો હતો. દરેક રજૂઆત એક અલગ જ કલાત્મક અનુભવ કરાવનાર હતી. કુલ ૧૨ ટીમના ૨૪ વિધાર્થીઓએ પોતાની કલા, સુર અને તાલ સાથે સ્પર્ધામાં ભાગ લઈને મંચ ધ્રુજાવ્યું હતું. સ્પર્ધાનો હેતુ વિદ્યાર્થીઓની કળા, ટીમવર્ક અને કૌશલ્યને વિકસાવવાનો હતો. કાર્યક્રમના અંતે નિર્ણાયક શ્રી મુકુંદ કાપડીયા અને શ્રીમતી ચંદા કાપડીયાએ પરિણામ જાહેર કર્યું હતું. સ્પર્ધાના પરિણામ સ્વરૂપે પ્રથમ ક્રમાંક પાયલ શિવાઆસરે સૈની અને શિવાની રાજકુમાર કૈલાશ, દ્વિતીય ક્રમાંક પૂજા વિશ્વાસ અને શ્રુતિ ચૌહાણએ પ્રાપ્ત કર્યો હતો. અત્યંત સુરમય સ્પર્ધાનું આયોજન કોલેજના આચાર્ય ડૉ. મુકેશ ગોયાણીનાં નેતૃત્વમાં અને બી.કોમ. કો-ઓર્ડીનેટર પ્રા. ભરત બસરાણી અને પ્રા. સુનિતા યાદવના માર્ગદર્શન હેઠળ સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યું હતું.