Loading Events

« All Events

  • This event has passed.

જીવન જ્યોત ટ્રસ્ટ અમરોલી સેલ્ફ ફાયનાન્સ કોલેજમાં “હીરાબાનો ખમ્મકાર” ચેક વિતરણ કાર્યક્રમ યોજાયો.

August 19 @ 10:00 am - 1:30 pm

જીવન જ્યોત ટ્રસ્ટ સંચાલિત પ્રો.વી.બી.શાહ ઇન્સ્ટિટયૂટ ઓફ મેનેજમેન્ટ,
આર.વી.પટેલ કોલેજ ઓફ કોમર્સ (અંગ્રેજી માધ્યમ) એન્ડ વી.એલ. શાહ કોલેજ ઓફ
કોમર્સ (ગુજરાતી માધ્યમ) તેમજ સુટેક્ષ બેંક કોલેજ ઓફ કમ્પ્યુટર એપ્લિકેશન એન્ડ
સાયન્સ અમરોલીમાં તા.૧૯-૦૮-૨૦૨૬ નાં રોજ હીરાબાનો ખમ્મકાર અંતર્ગત ચેક
વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન હીરાબા
ખમ્મકારનાં ફાઉન્ડેશનનાં ફાઉન્ડર શ્રી પિયુષભાઈ દેસાઈ, શ્રીમતી જયોતિકાબેન ગુપ્તા
તેમજ પૂર્વ નગરસેવક શ્રીમતી સોનલબેન દેસાઈ, શ્રીમતી નિરાલીબેન પટેલ અને જીવન
જ્યોત ટ્રસ્ટનાં પ્રમુખશ્રી ભરતભાઈ શાહ, માનદ મંત્રીશ્રી અશ્વિનભાઈ પટેલ ઉપસ્થિત
રહીયા હતા. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી. શ્રી પિયુષભાઈ
દેસાઈએ પોતાના વિચારો રજુ કરી જણાવ્યું હતું કે માતા-પિતા વિહોણા બાળકો શિક્ષણ
વંચિત ન રહે તે હેતુથી હીરાબા ખમ્મકાર ફાઉન્ડરને આ કાર્ય હાથ ધર્યું હતું. માતા-પિતા
વિહોણા કોલેજના કુલ ૫૧ વિદ્યાર્થી બહેનો અને ભાઈઓને “હીરાબાનો ખમ્મકાર
ફાઉન્ડેશન તરફથી સ્કોલરશીપનાં ચેક વિતરણ કરવામાં આવ્યા હતા. કાર્યક્રમનું
આયોજન આચાર્યશ્રી ડૉ. મુકેશ ગોયાણીના માર્ગદર્શન હેઠળ શૈક્ષણિક સ્ટાફ દ્વારા
કરવામાં આવ્યું હતું.

Details

  • Date: August 19
  • Time:
    10:00 am - 1:30 pm

Venue

  • PROF. V.B.SHAH INSTITUTE OF MANAGEMENT; R.V.PATEL COLLEGE OF COMMERCE (E.M.); V.L.SHAH COLLEGE OF COMMERCE (G.M.); SUTEX BANK COLLEGE OF COMPUTER APPLICATION &SCIENCE;AMROLI.
  • AMROLI
    Surat, Gujarat 394107 India
    + Google Map