- This event has passed.
ઈનામ વિતરણ કાર્યક્રમ યોજાયો

જીવન જ્યોત ટ્રસ્ટ સંચાલિત પ્રો.વી.બી.શાહ ઇન્સ્ટિટયૂટ ઓફ મેનેજમેન્ટ, આર.વી.પટેલ કોલેજ
ઓફ કોમર્સ (અંગ્રેજી માધ્યમ) એન્ડ વી.એલ. શાહ કોલેજ ઓફ કોમર્સ (ગુજરાતી માધ્યમ) તેમજ
સુટેક્ષ બેંક કોલેજ ઓફ કમ્પ્યુટર એપ્લિકેશન એન્ડ સાયન્સ અમરોલીમાં તા. ૧૫-૦૮-૨૦૨૬નાં
રોજ ઈનામ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય
અને પ્રાર્થનાથી કરવામાં આવી હતી. આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે શ્રી યશભાઈ ગોપલાણી
(મેમ્બેર, બોર્ડ ઓફ મેનેજમેન્ટ, વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સીટી), શ્રી ભાર્ગવભાઈ રાજ્યગુરુ
(મેમ્બેર,ઈ.સી. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સીટી), શ્રી વિનોદભાઈ ગજેરા (માજી સિન્ડીકેટ
મેમ્બર) તેમજ જીવન જ્યોત ટ્રસ્ટનાં ટ્રસ્ટી શ્રી ભરત શાહ, માનદ્ મંત્રીશ્રી અશ્વિન પટેલ અને શ્રી
અનુજ્ભાઈ શાહ ટ્રસ્ટી શ્રી ક્રાંતિભાઈ શાહ હાજર રહી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા. આચાર્ય ડૉ. મુકેશ આર.
ગોયાણીએ મહેમાનોનું પુષ્પગુચ્છથી સ્વાગત કરી મહેમાનો પરિચય આપ્યો હતો. ઈનામ વિતરણ
બી.બી.એ.,બી.કોમ.,બી.સી.એ.,બી.એસ.સી.(ડેટા સાઈન્સ), એમએસ.સી.આઈ.ટી.,બી.સી.એ.(એઆઈ) માં વિશેષ
સિદ્ધિ હાંસલ કરનાર ૩૬૮ વિદ્યાર્થીઓ તેમજ વિવિધ આંતર કોલેજ સ્પર્ધામાં વિજેતાઓને ટ્રોફી/પ્રમાણપત્ર આપી
સન્માનિત કરવામાં આવ્યા હતા. કોલેજનાં તમામ કૉ-ઓર્ડીનેટરશ્રીઓ તથા કોલેજના અધ્યાપકો અને વહીવટી સ્ટાફ
હાજર રહી કાર્યક્રમની શોભા વધારી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન કોલેજના આચાર્ય ડૉ.મુકેશ આર. ગોયાણીના
માર્ગદર્શન હેઠળ ઇનામ વિતરણ કમિટી દ્વારા સંચાલન કરવામાં આવ્યું હતું.