- This event has passed.
“જીવન જ્યોત ટ્રસ્ટ અમરોલીની સ્વનિર્ભર કોલેજમાં વાલી – શિક્ષક મિટિંગનું આયોજન થયું.”

જીવન જ્યોત ટ્રસ્ટ અમરોલી સંચાલિત પ્રો. વી.બી. શાહ ઇન્સ્ટીટયુટ ઓફ મેનેજમેન્ટ, આર.વી.પટેલ કોલેજ ઓફ કોમર્સે
(અંગ્રેજી માધ્યમ), વી.એલ.શાહ કોલેજ ઓફ કોમર્સે (ગુજરાતી માધ્યમ), સુટેક્ષ બેંક કોલેજ ઓફ કોમ્પુટર એપ્લીકેશન એન્ડ
સાયન્સ અમરોલીમાં તા. ૨૪ ઓગસ્ટ ૨૦૨૬ દરમ્યાન પ્રથમ વર્ષનાં બી.કોમ., એમ.એસસી. આઈ.ટી., બી.એસસી.
ડેટા સાયન્સ, બી.સી.એ. (એ.આઈ.) અને બી.સી.એ. વિદ્યાર્થીઓની વાલી – શિક્ષક મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું.
વાલી – શિક્ષક મિટિંગમાં કુલ ૫૧૦ વાલીઓએ મિટિંગમાં હાજરી આપી હતી. વિદ્યાર્થીઓની શૈક્ષણિક પ્રગતિ, હાજરી,
વર્તન અને ભવિષ્યની તૈયારી, વિદ્યાર્થીઓનો અભ્યાસક્રમ, આંતરિક મૂલ્યાંકન અને સહ-અભ્યાસક્રમ પ્રવુતિઓ
માટેની માહિતી વાલીઓને પૂરી પાડવામાં આવી હતી. હાજર તમામ વાલીશ્રીઓને વિદ્યાર્થીઓ માટે કોલેજની એપ્લિકેશન અંગે
માહિતી આપતા તેમને સમજાવવામાં આવ્યું કે આ એપ્લિકેશનમાં વિદ્યાર્થીની હાજરી, એસાઈમેન્ટ, ક્લાસ ટાઈમટેબલ,
કોલેજની નોટીસ વગેરેની માહિતી કોલેજ દ્વારા મૂકવામાં આવે છે અને વાલીઓને પણ કોલેજની એપ્લીકેશન ડાઉનલોડ કરવી
હતી અને તેમાં માહિતી જેતા રહેવા જણાવવામાં આવ્યું હતું અને વાલીશ્રીના સૂચનો અને પ્રશ્નોનું સંતોષકર્ક નિવારણ કરવામાં
આવ્યું હતું. આ મિટિંગનું આયોજન આચાર્ય ડૉ. મુકેશ ગોયાણીના માર્ગદર્શન હેઠળ કો-ઓર્ડીનેટર તેમજ કમિટી દ્વારા
સફળતાપૂર્વક કરવામાં આવ્યું હતું.