- This event has passed.
અમરોલી સ્વનિર્ભર કોલેજ કવિ નર્મદ જયંતી નિમિત્તે બિઝનેસ ક્વિઝ QUINTELLECT સ્પર્ધા યોજાઈ.

જીવન જ્યોત ટ્રસ્ટ સંચાલિત પ્રો. વી. બી. શાહ ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેનેજમેન્ટ, આર. વી. પટેલ કોલેજ ઑફ કોમર્સ, વી. એલ.
શાહ કોલેજ ઑફ કોમર્સ તેમજ સુટેક્ષ બેંક કોલેજ ઑફ કમ્પ્યુટર એપ્લિકેશન એન્ડ સાયન્સ અમરોલી ખાતે તા.૨૪-૦૮-
૨૦૨૬ ના રોજ યુગપ્રવર્તક કવિશ્રી નર્મદની જન્મજયંતિની ઉજવણીના ઉપલક્ષ્યમાં એક ભવ્ય આંતર-કોલેજ બિઝનેસ ક્વિઝ
સ્પર્ધા — QUINTELLECT નું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં વીર નર્મદ દક્ષિણ ગુજરાત
યુનિવર્સિટી (VNSGU) સંલગ્ન વિવિધ કોલેજોમાંથી BBA, B.Com, BCA, B.Sc (ડેટા સાયન્સ), M.Sc
(IT) અને M.Com જેવા વિવિધ પ્રવાહના કુલ ૧૨૦ વિદ્યાર્થીઓ (૪૦ ટીમો)એ ભાગ લીધો હતો. સ્પર્ધા
દરમિયાન જનરલ મેનેજમેન્ટ, એકાઉન્ટિંગ એન્ડ ફાઇનાન્સિયલ મેનેજમેન્ટ, માર્કેટિંગ મેનેજમેન્ટ, હ્યુમન
રિસોર્સ મેનેજમેન્ટ તેમજ બિઝનેસ કરંટ અફેર્સ આધારિત રોમાંચક રાઉન્ડ્સ યોજાયા હતા, જેમાં
વિદ્યાર્થીઓએ ઉત્કૃષ્ટ બૌદ્ધિક ક્ષમતા અને વ્યવસાયિક સૂઝબૂઝનું પ્રદર્શન કર્યું હતું. સ્પર્ધાની વિજેતા
ટીમને પ્રથમ ક્રમાંક: ₹૩,૦૦૦ રોકડ પુરસ્કાર, દ્વિતીય ક્રમાંક: ₹૨,૦૦૦ રોકડ પુરસ્કાર, તૃતીય ક્રમાંક:
₹૧,૦૦૦ રોકડ પુરસ્કાર તેમજ ક્રમાંક ૪ થી ૮ ની ટીમોને વિશેષ પ્રોત્સાહક રોકડ પુરસ્કાર (Consolation
Cash Prizes) તેમજ ટ્રોફી અને પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા. સમગ્ર સ્પર્ધાનું આયોજન જીવન
જ્યોત ટ્રસ્ટના પ્રમુખ શ્રી ભરતભાઈ શાહ તેમજ કોલેજના આચાર્યશ્રી ડૉ. મુકેશ આર. ગોયાણીના કુશળ
માર્ગદર્શન હેઠળ અને BBA કોઓર્ડિનેટર્સ ડૉ. સ્વાતિ મહેતા તેમજ ડૉ. નિલેશ પટેલના નેતૃત્વમાં
આયોજક સમિતિના સભ્યો ડૉ. સોયેબ મેમણ, શ્રી આગમ શેઠ, સુશ્રી શ્વેતા રાજપૂત, સુશ્રી ફેની ગાંધી,
સુશ્રી ટિનાઝ પુઠાવાલા તેમજ સમગ્ર BBA staff અને સ્વયંસેવક ટીમે દ્વારા કરવામાં આવ્યું હતું.