- This event has passed.
ભારતીય ન્યાયતંત્રના બદલાયેલા ૩ નવા કાયદા વિષે જાગૃતિ
જીવન જ્યોત ટ્રસ્ટ સંચાલિત અમરોલી સેલ્ફ-ફાઈનાન્સ કોલેજ તથા અમરોલી પોલીસ સ્ટેશનના સંયુક્ત ઉપક્રમે આજ રોજ તારીખ 1-7 -2024 ના રોજ ભારતીય ન્યાય તંત્રના બદલાયેલા નવા ત્રણ કાયદા વિશેની વિસ્તૃત માહિતી આપવામાં આવી જેમાં વિદ્યાર્થીઓને કયા જૂના કાયદાઓ હતા અને તેના બદલે કયા નવા કાયદાઓ અસ્તિત્વમાં આવ્યા છે ઘેરથી લાગુ થશે અને એ કાયદા વિશે વિસ્તૃત માહિતી અમરોલી પોલીસ સ્ટેશનના પી.આઇ ડી.કે પટેલ સાહેબ અને તેમના સ્ટાફ સભ્યો દ્વારા આપવામાં આવી. તદુપરાંત આ ત્રણ કાયદા વિશે કઈ એપ્લિકેશન કાર્યરત છે તેની માહિતી પણ આપવામાં આવી જેમાં NCRB એપ્લિકેશન જેમાં કાયદાનું વિવરણ અંગ્રેજીમાં ઉપલબ્ધ છે અને K2 Help લો એપ્લિકેશન જે અંગ્રેજી અને ગુજરાતીમાં ઉપલબ્ધ છે તેની માહિતી આપવામાં આવી. વધુમાં મહિલાઓ માટે She Team- Empowering Women Ensuring Safety કાર્યરત છે તેની જાણકારી આપવામાં આવી અને હેલ્પલાઇન નંબર 181 ની માહિતી આપવામાં આવી. સંપૂર્ણ કાર્યક્રમનું સફળ સંચાલન NSS પ્રોગ્રામ ઓફિસર ડૉ. પ્રદીપકુમાર લેન્કા અને પ્રા. જયોતિકા ટેલર દ્વારા કોલેજના આચાર્ય શ્રી ડોક્ટર મુકેશ ગોયાણી ના માર્ગદર્શન હેઠળ સફળતાપૂર્વક પૂર્ણ થયો.