Loading Events

« All Events

  • This event has passed.

Beauty Care WorkShop

December 30, 2024 @ 11:00 am - January 4, 2025 @ 1:30 pm

“અમરોલી સ્વનિર્ભર કોલેજમાં બ્યુટીકેર વર્કશોપનું આયોજન થયું હતું.”
જીવન જ્યોત ટ્રસ્ટ સંચાલિત પ્રો.વી.બી.શાહ ઇન્સ્ટિટયૂટ ઓફ મેનેજમેન્ટ, આર.વી.પટેલ કોલેજ ઓફ કોમર્સ (અંગ્રેજી માધ્યમ) એન્ડ વી.એલ. શાહ કોલેજ ઓફ કોમર્સ (ગુજરાતી માધ્યમ) તેમજ સુટેક્ષ બેંક કોલેજ ઓફ કમ્પ્યુટર એપ્લિકેશન એન્ડ સાયન્સ અમરોલીમાં તા. ૩૦ ડિસેમ્બર થી ૦૪ જાન્યુઆરી ૨૦૨૪ દરમ્યાન ઓલ ઇન્ડિયા વુમન્સ ઓર્ગેનઇઝેશન “શક્તિમંચ” દ્વારા બ્યુટીકેર વર્ક શોપનું આયોજન કરવામાં આવેલ હતું. શક્તિમંચ ગુજરાત દ્વારા ભારત ભરમાં મહિલા વિકાસના કાર્ય કરે છે. કોલેજની વિદ્યાર્થીની (બહેનો)ને આત્મનિર્ભર બનવા/સ્વરોજગાર મળી રહે એ હેતુ માટે બ્યુટીકેર વર્કશોપનું આયોજન કરવામાં આવેલ હતું. શક્તિમંચનાં શ્રી કૌશિક ઠક્કર (ગુજરાત હેડ) અને સુષ્મા પાટીલ દ્વારા કોલેજની ૪૨ જેટલી વિદ્યાર્થીની (બહેનો) ને વર્કશોપમાં વિવિધ પ્રકારનાં કોર્ષ જેવા કે, બ્રાઈડલ મેક-અપ (એચ.ડી.), એન્ડવાસ વેક્સ, ન્યુ એન્ડવાસ હેર કટીંગ, ન્યુ પેટન સાડી સ્ટાઈલ, આઇબ્રો, એન્ડવાસ હેર સ્પા, એન્ડવાસ મશીનરી નોલેજ, હેર ટ્રીટમેન્ટ હોમમેડ, ફેશ ટ્રીટમેન્ટ હોમમેડ, ગરબાના સ્ટેપ, ફેસીયલ, ચોકલેટ મેકિંગ વગેરે શીખવવામાં આવ્યું હતું. વર્કશોપ આયોજન આચાર્ય ડૉ. મુકેશભાઈ ગોયાણીના માર્ગદર્શન હેઠળ પ્રા. ડૉ. હેમાદ્રી ટીકાવાલાએ કર્યું હતું.

Details