- This event has passed.
MOBILE PHOTOGRAPHY SEMINAR
તારીખ ૮મી ફેબ્રુઆરી, ૨૦૨૫ ના રોજ સવારે ૯:૦૦ કલાકે અમરોલી કેમ્પસના ૬૧ નંબરના ક્લાસરૂમમાં મોબાઇલ ફોટોગ્રાફી અને વિડિયોગ્રાફી પર એક માહિતીપ્રદ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ સેમિનારનું આયોજન જીવન જ્યોત ટ્રસ્ટ સંચાલિત પ્રો.વી.બી.શાહ ઇન્સ્ટિટયૂટ ઓફ મેનેજમેન્ટ, આર.વી.પટેલ કોલેજ ઓફ કોમર્સ (અંગ્રેજી માધ્યમ) એન્ડ વી.એલ. શાહ કોલેજ ઓફ કોમર્સ (ગુજરાતી માધ્યમ) તેમજ સુટેક્ષ બેંક કોલેજ ઓફ કમ્પ્યુટર એપ્લિકેશન એન્ડ સાયન્સ અમરોલી એફ.વાય., એસ.વાય. બી.સી.એ., બી.બી.એ., બી.કોમ., બી.સી.એ. વિન્ટર, બીએસ.સી. ડેટા સાઈન્સ દ્વારા કરવામાં આવ્યું હતું.
“પરફેક્ટ ક્લિક ફોટોગ્રાફી લર્નિંગ ઇન્સ્ટિટ્યૂટ” દ્વારા આયોજિત આ સેમિનારમાં શ્રી આશિષ સિંધવ (ફાઉન્ડર ઓફ પરફેક્ટ ક્લિક, જેમની પાસે ફોટોગ્રાફી અને ફિલ્મ મેકિંગમાં ૧૬+ વર્ષનો અનુભવ છે) અને શ્રી દિશાંત બબરિયા (કો-ફાઉન્ડર) એ મોબાઇલ ફોટોગ્રાફી અને વિડિયોગ્રાફીના વિવિધ પાસાઓ પર માર્ગદર્શન આપ્યું હતું.
આ સેમિનારમાં વિદ્યાર્થીઓને મોબાઇલ સેન્સરને સમજવા, કેમેરા મોડ્સ, ફ્રેમ રેટ, રેકોર્ડિંગ ફોર્મેટ, ફોટોગ્રાફી સાઈઝ ફોર્મેટ, ફોટો એંગલ્સ, વિઝ્યુલાઇઝેશન અને કમ્પોઝિશન, સીન્સ, ફિલ્ટર્સ અને મોબાઇલ એક્સેસરીઝ જેવા મહત્વના વિષયો વિશે જાણકારી આપવામાં આવી હતી.
ફોટોગ્રાફીમાં રસ ધરાવતા આશરે ૮૦ જેટલા વિદ્યાર્થીઓએ આ તકનો લાભ લીધો હતો અને નિષ્ણાતો પાસેથી જ્ઞાન મેળવ્યું હતું. વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક પ્રશ્નો પૂછીને પોતાની જિજ્ઞાસા સંતોષી હતી.
આ સેમિનાર વિદ્યાર્થીઓ માટે એક ઉત્તમ તક સાબિત થયો હતો, જેના દ્વારા તેઓ મોબાઇલ ફોટોગ્રાફી અને વિડિયોગ્રાફીની મૂળભૂત બાબતોને સરળતાથી સમજી શક્યા હતા.