All Day

“અમરોલી સેલ્ફ ફાઈનાન્સ કોલેજમાં ઇન્ટર ક્લાસ ચેસ ટુર્નામેન્ટનું આયોજન”

PROF. V.B.SHAH INSTITUTE OF MANAGEMENT; R.V.PATEL COLLEGE OF COMMERCE (E.M.); V.L.SHAH COLLEGE OF COMMERCE (G.M.); SUTEX BANK COLLEGE OF COMPUTER APPLICATION &SCIENCE;AMROLI. AMROLI, Surat

જીવન જ્યોત ટ્રસ્ટ સંચાલિત પ્રો.વી.બી.શાહ ઇન્સ્ટિટયૂટ ઓફ મેનેજમેન્ટ, આર.વી.પટેલ કોલેજ ઓફ કોમર્સ (અંગ્રેજી માધ્યમ) એન્ડ વી.એલ. શાહ કોલેજ ઓફ કોમર્સ (ગુજરાતી માધ્યમ) તેમજ સુટેક્ષ બેંક કોલેજ ઓફ કમ્પ્યુટર એપ્લિકેશન એન્ડ સાયન્સ અમરોલી દ્વારા ઇન્ટર ક્લાસ ચેસ ટુર્નામેન્ટનું આયોજન તા. ૧૭ થી ૨૧ જુલાઈ ૨૦૨૬ દરમ્યાન કરવામાં આવેલ હતું. ટુર્નામેન્ટમાં કોલેજનાં કુલ ૯૪ વિદ્યાર્થી (ભાઈઓ) અને ૭ વિદ્યાર્થીની (બહેનો) ઓએ પોતાની પ્રતિભાનું પ્રદર્શન કર્યું હતું. સ્પર્ધામાં મુખ્ય મહેમાન તરીકે શ્રી. વેદપ્રકાશ આર. તિવારી અને શ્રી. જેનીશ પ્રવીણભાઈ ગોપાણી હાજર રહી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા. ઇન્ટર ક્લાસ ચેસ ટુર્નામેન્ટમાં ગર્લ્સ (બહેનો) પ્રથમ ક્રમે ભલું શ્રદ્ધા નીલેશભાઈ (એસ.વાય.બીબી.એ.), બીજા ક્રમે પ્રક્ષા વાદ્નેરે (એસ.વાય.બી.બી.એ.), તૃતીય ક્રમે હેતલ ભાલીયા (એસ.વાય.બી.સી.એ.), ચતુર્થ ક્રમે સુથાર સાંજના (એફ.વાય.બી.બી.એ.) તેમજ બોઈસ (ભાઈઓ) પ્રથમ ક્રમે યાદવ આદિત્ય (એસ.વાય.બી.સી.એ.), બીજા ક્રમે પ્રજાપતિ વ્રજ (એસ.વાય. બી.એસસી. ડી.એસ.), તૃતીય ક્રમે જોબલીયા નીલ (એફ.વાય.બી.કોમ), ચોથા ક્રમે મકવાણા નમન એસ. (ટી.વાય.બી.બી.એ), પંચમાં ક્રમે બાવળિયા જયદીપ (એફ.વાય.બી.બી.એ.), છઠ્ઠા ક્રમે જોગણી ઓમ હિતેશભાઈ (એફ.વાય.બી.સી.એ.) વિજેતા બન્યા હતા.ઇન્ટર કલાસ ચેસ ટુર્નામેન્ટમાં વિજેતા થયેલા વિદ્યાર્થી ભાઈઓ અને બહેનોનું ઇન્ટર કોલેજ ચેસ ટુર્નામેન્ટ માટે પસંદગી થયેલ છે. સમગ્ર ટુનાર્મેન્ટ કોલેજના આચાર્ય ડૉ.મુકેશભાઈ ગોયાણીના માર્ગદર્શન હેઠળ ડૉ.પ્રદીપકુમાર લેંકા તેમજ સ્પોટ્સ કમિટી દ્વારા સંચાલન કરવામાં આવ્યું હતું.