All Day

SFI કોલેજ અમરોલીમાં ૨૦૪૭ નું ભારત વિષય પર ડિજિટલ પોસ્ટર મેકિંગ સ્પર્ધા યોજાઈ.

PROF. V.B.SHAH INSTITUTE OF MANAGEMENT; R.V.PATEL COLLEGE OF COMMERCE (E.M.); V.L.SHAH COLLEGE OF COMMERCE (G.M.); SUTEX BANK COLLEGE OF COMPUTER APPLICATION &SCIENCE;AMROLI. AMROLI, Surat

જીવન જ્યોત ટ્રસ્ટ સંચાલિત પ્રો.વી.બી.શાહ ઇન્સ્ટિટયૂટ ઓફ મેનેજમેન્ટ, આર.વી.પટેલ કોલેજ ઓફ કોમર્સ (અંગ્રેજી માધ્યમ) એન્ડ વી.એલ. શાહ કોલેજ ઓફ કોમર્સ (ગુજરાતી માધ્યમ) તેમજ સુટેક્ષ બેંક કોલેજ ઓફ કોમ્પ્યુટર એપ્લીકેશન એન્ડ સાયન્સ અમરોલીમાં તા.૧૭ સપ્ટેમ્બર ૨૦૨૬ ના રોજ 2047 નું ભારત વિષય પર ડિજિટલ પોસ્ટર મેકિંગ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્પર્ધામાં ૩૭ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. જેમાં પ્રથમ ક્રમે મોરડિયા વિનાયક પ્રવીણભાઈ (ટી.વાય.બી.સી.એ.), બીજા ક્રમે કાક્લોતર પાર્થ નિલેશભાઈ (ટી.વાય.બી.સી.એ.) અને તૃતીય ક્રમે નિર્મલ ધ્વનિલ ચંદ્રેશકુમાર પ્રાપ્ત કર્યો હતો. પ્રથમ વિજેતાને રૂ.૫૦૦, દ્વિતીય ક્રમ વિજેતાને રૂ.૩૦૦ તેમજ તૃતીય ક્રમ વિજેતાને રૂ.૨૦૦ રોકડ પુરસ્કાર તેમજ સર્ટીફીકેટ આપવામાં આવ્યો હતો. સમગ્ર સ્પર્ધાનું આયોજન કોલેજનાં આચાર્ય ડૉ. મુકેશ આર. ગોયાણીનાં માર્ગદર્શન હેઠળ એન.એસ.એસ. પ્રોગ્રામ ઓફિસર પ્રા. જયોતિકા ટેલર દ્વારા સફળતાથી પૂર્ણ કરવામાં આવ્યું હતું.