અમરોલી સ્વનિર્ભર કોલેજનાં વિદ્યાર્થીઓ માટે વેબિનારનું આયોજન થયું હતું. “માનસિક સ્વાસ્થ્ય જાગૃતિ અને આત્મહત્યા નિવારણ પર વેબિનાર”
જીવન જયોત ટ્રસ્ટ અમરોલી સંચાલિત પ્રો.વી.બી.શાહ ઇન્સ્ટીટયુટ ઓફ મેનેજમેન્ટ, આર.વી.પટેલ કોલેજ ઓફ કોમર્સ (અંગ્રેજી માધ્યમ), વી.એલ.શાહ કોલેજ ઓફ કોર્મસ (ગુજરાતી માધ્યમ), સુટેક્ષ બેંક કોલેજ ઓફ કમ્પ્યુટર એપ્લીકેશન એન્ડ સાયન્સ અમરોલીમાં તા. ૨૭-૦૭-૨૦૨૬નાં રોજ “Webinar on Mental Health Awareness; Suicide Prevention” વિષય પર કોલેજનાં વિદ્યાર્થીઓ માટે સેમિનારનું આયોજન કરેલ હતું. કાર્યક્રમના મુખ્ય અતિથિ તરીકે શ્રીમતી. શિવાંગી ચૌહાણ (Rehabilitation Psychologist) ઉપસ્થિત રહી. તેમણે માનસિક સ્વાસ્થ્યનું મહત્વ, માનસિક સમસ્યાઓના પ્રારંભિક લક્ષણોની ઓળખ તેમજ આત્મહત્યા નિવારણ માટેના અસરકારક ઉપાયો વિશે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું. તેમણે જરૂરિયાતના સમયે નિઃસંકોચ મદદ મેળવવા, એકબીજાને સહકાર આપવા અને સકારાત્મક તથા માનસિક રીતે સ્વસ્થ વાતાવરણનું નિર્માણ કરવા સૌને પ્રેરિત કર્યા હતા. વેબિનારના અંતે પ્રશ્નોત્તરી સત્ર યોજાયું હતું, જેમાં ઉપસ્થિત વિદ્યાર્થીઓના પ્રશ્નોના સંતોષકારક જવાબો અને સમજણ/ માર્ગદર્શન આપવામાં આવ્યા હતા, આ કાર્યક્રમનો મુખ્ય સંદેશ "તમારું મન મહત્વનું છે; (Your Mind Matters) હતો, જેના દ્વારા સૌને પોતાના માનસિક આરોગ્યને પ્રાથમિકતા આપવા અને જરૂરિયાતમંદ વ્યક્તિઓને સહયોગ આપવા માટે પ્રેરણા પૂરી પાડવામાં આવી હતી વેબિનારમાં કુલ 4777 વિદ્યાર્થીઓએ લાભ લીધો. આચાર્યશ્રી ડૉ. મુકેશ ગોયાણી સાહેબના માર્ગદર્શન એન.ટી.એફની કમિટી દ્વારા કરવામાં આવ્યું હતું. અંતે આમંત્રીત મહેમાનોનો, તેમજ હાજર તમામ સ્ટાફ, તેમજ હાજર તમામ વિદ્યાર્થીઓનો આભારમાની વેબિનાર પૂર્ણ કરવામાં આવ્યો હતો.