Latest Past Events

Raxabandhan celebration at Amroli Police station

જીવન જ્યોત ટ્રસ્ટ સંચાલિત અમરોલી ફાયનાન્સ કોલેજમાં તારીખ ૧૬ ઓગસ્ટ ૨૦૨૪ ના રોજ ભાઈ બહેનના પવિત્ર પર્વ ની ઉજવણીના ભાગરૂપે અમરોલી પોલીસ સ્ટેશન ના જવાનો સાથે રક્ષાબંધનની આનંદભેર ઉજવણી થઈ .જેમાં ૧૨ એન એસ એસ ની વિદ્યાર્થીનીઓ અને ૧૨ એન.સી.સીની મળીને ૨૪ વિદ્યાર્થીની બહેનોએ જવાનો સાથે રક્ષાબંધન ઉજવણી કરી. અમરોલી પોલીસ સ્ટેશન તથા સર વેલેન્સ વિભાગ ના કર્મચારીઓને રાખડી બાંધી અને બદલામાં પોલીસ કર્મીઓએ પણ બહેનોની રક્ષા કરવાના વચન આપ્યા અને કોઈ પણ સમસ્યા હોય તો કેવી રીતે ક્યાં શું કરવું એ વિશેની માહિતી પણ આપી.

Rakshabandhan

On 16th August 2024 Raksha Bandhan was celebrated by 18 cadets of NCC at "Amaroli Police Station". On this occasion, every police officer was tied with rakhi by the cadets. CTO Dr. Anila PillaI ma’am attended and encouraged the cadets. The entire program was successful under the guidance of Principal Dr. Mukesh Goyani sir and CTO Dr. Anila Pillai Ma’am.

15th August

જીવન જ્યોત ટ્રસ્ટ અમરોલી સંચાલિત કોલેજ ખાતે ૭૯ માં સ્વતંત્રતા દિવસની ઉજવણી ના પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે મનસુખભાઈ નારીયા તેમજ જીવન જ્યોત ટ્રસ્ટના માનદ મંત્રી અનુજ ભાઈ શાહ ,ટ્રસ્ટી કાંતિભાઈ માલવાડાવાળા, સભ્ય સ્નેહલભાઈ શાહ ,કોલેજના આચાર્ય, કોલેજનો ટીચિંગ સ્ટાફ , નોન ટીચિંગ સ્ટાફ હાજર રહ્યા હતા. એન.સી.સીની વિદ્યાર્થીનીઓએ પરેડ કરી મહેમાનો ને ધ્વજવંદન માટે આમંત્રિત કર્યા હતા.એન.સી.સીની વિદ્યાર્થીનીઓને સીટીઓ અનિલા પિલ્લાઈના નેતૃત્વ હેઠળ રેન્ક એનાયત કરવામાં આવેલ હતા. સ્વતંત્રતા પર્વ નિમિત્તે મહેમાનોએ પ્રસંગોચિત ઉદબોધન આપ્યું હતું. મનસુખભાઈ નારીયા દ્વારા ધ્વજારોહન કરવામાં આવ્યું હતું. એન.એસ.એસ ના વિદ્યાર્થી મિત્રો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમની રજૂઆત કરવામાં આવી હતી.સમગ્ર કાર્યક્રમ કોલેજના આચાર્ય ડો. મુકેશ ગોયાણીના માર્ગદર્શન હેઠળ તથા એન્કર તરીકે કોલેજના સ્પોટ ટીચર તથા એન.એસ.એસ પ્રોગ્રામ ઓફિસર ડો. પ્રદીપ કુમાર લેનકા તેમજ સમગ્ર સ્ટાફ ગણના સહકારથી સફળતાપૂર્વક સ્વતંત્ર દિવસની ઉજવણી કરી હતી. અંતે આમંત્રિત મહેમાનો તેમજ હાજર સ્ટાફ તેમજ તમામ વિદ્યાર્થીઓના આભાર માની કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યો હતો.