Latest Past Events

Seminar on The Role and Responsibilities of Modern Advertising Advertising Agency 14-08-2026

PROF. V.B.SHAH INSTITUTE OF MANAGEMENT; R.V.PATEL COLLEGE OF COMMERCE (E.M.); V.L.SHAH COLLEGE OF COMMERCE (G.M.); SUTEX BANK COLLEGE OF COMPUTER APPLICATION &SCIENCE;AMROLI. AMROLI, Surat

બી.બી.એ. (માર્કેટિંગ) વિદ્યાર્થીઓ માટે સેમિનારનું આયોજન થયું જીવન જયોત ટ્રસ્ટ અમરોલી સંચાલિત પ્રો.વી.બી.શાહ ઇન્સ્ટીટયુટ ઓફ મેનેજમેન્ટ, આર.વી.પટેલ કોલેજ ઓફ કોમર્સ (અંગ્રેજી માધ્યમ), વી.એલ.શાહ કોલેજ ઓફ કોર્મસ (ગુજરાતી માધ્યમ), સુટેક્ષ બેંક કોલેજ ઓફ કમ્પ્યુટર એપ્લીકેશન એન્ડ સાયન્સ અમરોલીમાં તા. ૧૪-૦૮-૨૦૨૬ ને શુક્રવારે Behind the Campaign : The Role and Responsibilities of a Modern Advertising Agency વિષય પર બી.બી.એ. (માર્કેટિંગ) વિદ્યાર્થી માટે સેમિનારનું આયોજન કરેલ હતું. કાર્યક્રમના મુખ્ય અતિથિ તરીકે શ્રી પાર્થ સવાણી (Founder & CEO, Make me Brand) ઉપસ્થિત રહ્યા હતા. બી.બી.એ. (માર્કેટિંગ) નાં કુલ ૧૪૬ વિદ્યાર્થીઓએ ઉત્સાહ પૂર્વક લાભ લીધો. આચાર્યશ્રી ડૉ. મુકેશ ગોયાણીના માર્ગદર્શન હેઠળ બી.બી.એ. કો-ઓર્ડીનેટર પ્રા. ડૉ. સ્વાતી મહેતા,પ્રા.ડૉ. નિલેશ પટેલ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. અંતે પ્રા. રાકેશ પટેલે આમંત્રીત મહેમાનોનો તેમજ હાજર તમામ સ્ટાફ, વિદ્યાર્થીઓનો આભારમાની કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યો હતો.

આત્મવિશ્વાસ કેવી રીતે કેળવવો વિષય પર ઓરીએન્ટેશન યોજાયો ૦૮-૦૮-૨૦૨૬

PROF. V.B.SHAH INSTITUTE OF MANAGEMENT; R.V.PATEL COLLEGE OF COMMERCE (E.M.); V.L.SHAH COLLEGE OF COMMERCE (G.M.); SUTEX BANK COLLEGE OF COMPUTER APPLICATION &SCIENCE;AMROLI. AMROLI, Surat

આત્મવિશ્વાસ કેવી રીતે કેળવવો? વિષય પર ઓરીએન્ટેશન યોજાયો. જીવન જયોત ટ્રસ્ટ અમરોલી સંચાલિત પ્રો.વી.બી.શાહ ઇન્સ્ટીટયુટ ઓફ મેનેજમેન્ટ, આર.વી.પટેલ કોલેજ ઓફ કોમર્સ (અંગ્રેજી માધ્યમ), વી.એલ.શાહ કોલેજ ઓફ કોર્મસ (ગુજરાતી માધ્યમ), સુટેક્ષ બેંક કોલેજ ઓફ કમ્પ્યુટર એપ્લીકેશન એન્ડ સાયન્સ અમરોલીમાં તા.૦૮-૦૮-૨૦૨૬ નાં રોજ એન.સી.સી.ની તેમજ કોલેજનાં વિદ્યાર્થીઓ માટે આત્મવિશ્વાસ કેવી રીતે કેળવવો તે માટેનો ઓરીએન્ટેશન – ૨૦૨૬ સેમીનારનું આયોજન કરેલ હતું. કાર્યક્રમના મુખ્ય વક્તા શ્રી આત્મતત્વ દાસજી હાજર રહ્યા હતા. તેમણે અમને આત્મવિશ્વાસ કેવી રીતે વધારવો તે અંગે માર્ગદર્શન આપ્યું અને મનની શાંતિ માટે 'મંત્ર ધ્યાન' કરવાનું પણ સૂચન કર્યું, જુદા જુદા ઉદાહરણો દ્વારા વ્યક્તિગત અને વ્યાવસાયિક જીવનમાં આત્મવિશ્વાસનું મહત્વ સમજવા અને આત્મ-શંકા અને ભયને દૂર કરવા માટેની તકનીકો શીખવી. આ કાર્યક્રમમાં કુલ એન.સી.સી.ની ૪૦ કેડેટ્સ તેમજ બી.કોમ. અને બી.સી.એના ૬૭ વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. કાર્યક્રમનું આયોજન આચાર્યશ્રી ડૉ.મુકેશ આર. ગોયાણી માર્ગદર્શન હેઠળ એન.સી.સી.ઓફિસર ડૉ.અનિલા પિલ્લાઈ, એન.એસ.એસ ઓફિસર પ્રા. જ્યોતિકા ટેલર, પ્રા. વિશાખા બારોટ અને પ્રા.ડૉ.સુનિતા યાદવ મેડમ તથા જેયુઓ ખુશી ડાભી, સીપીએલ ખુશી ટીંબડિયા અને કેડેટ ભૂમિ શુક્લાના દ્વારા સંચાલન કરવામાં આવ્યું હતું.

જીવન જ્યોત ટ્રસ્ટ અમરોલીની સ્વનિર્ભર કોલેજમાં “ગુરુપૂર્ણિમા ઉત્સવ” નું આયોજન કરવામાં આવ્યું.

PROF. V.B.SHAH INSTITUTE OF MANAGEMENT; R.V.PATEL COLLEGE OF COMMERCE (E.M.); V.L.SHAH COLLEGE OF COMMERCE (G.M.); SUTEX BANK COLLEGE OF COMPUTER APPLICATION &SCIENCE;AMROLI. AMROLI, Surat

જીવન જ્યોત ટ્રસ્ટ સંચાલિત પ્રો.વી.બી.શાહ ઇન્સ્ટિટયૂટ ઓફ મેનેજમેન્ટ, આર.વી.પટેલ કોલેજ ઓફ કોમર્સ(અંગ્રેજી માધ્યમ) એન્ડ વી.એલ. શાહ કોલેજ ઓફ કોમર્સ(ગુજરાતી માધ્યમ) તેમજ સુટેક્ષ કોલેજ ઓફ કમ્પ્યુટર એપ્લિકેશન એન્ડ સાયન્સ, અમરોલીમાં સાંસ્કૃતિક પ્રવૃત્તિના ભાગરૂપે તા.૨૯/૦૭/૨૦૨૬ ના રોજ ગુરુપૂર્ણિમા “ગુરુપૂર્ણિમા ઉત્સવ” નું આયોજન કરવામાં આવ્યું હતું. કોલેજના આચાર્ય ડૉ.મુકેશ આર ગોયાણી દ્વારા વિદ્યાર્થીઓને ગુરુનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું. "જ્ઞાન, ધ્યાન, ચેતના, સંસ્કાર, વિચાર, દેશ, વિશ્વ, વાતાવરણ, પ્રકૃતિ, ભક્તિ, મુક્તિ - આ તમામ બાબતોનું જ્ઞાન સદગુરુ દ્વારા પ્રાપ્ત થાય છે." એવા સુંદર વિચારોથી ગુરુ - શિષ્ય વચ્ચેનો સંબંધ સ્પષ્ટ કર્યો હતો. આ પ્રસંગે વિદ્યાર્થીઓ દ્વારા ગુરૂજનો માટે ગુરુ મહિમાનું વક્તવ્ય, ભજન, અને વિવિધ રમતોનું આયોજન વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં તમામ વિદ્યાર્થીઓ ખૂબ જ ભાવવિભોર બન્યા હતા. જયારે બી.સી.એ વિભાગમાં, દરેક વિદ્યાર્થી ગુરુનું મહત્વ સમજી શકે તે માટે ગુરુ પૂર્ણિમાની ઉજવણી વર્ગવાર કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓ દ્વારા તમામ શિક્ષકોનું સ્મૃતિભેટ અને ગુલાબનાં ફૂલથી સન્માન કરવામાં આવ્યું હતું. “ગુરુપૂર્ણિમા ઉત્સવ” કાર્યક્રમનું આયોજન કોલેજના આચાર્ય ડૉ. મુકેશ ગોયાણી માર્ગદર્શન હેઠળ સાંસ્કૃતિક કમિટીના સભ્યો તેમજ વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવ્યું હતું.