Loading Events

« All Events

  • This event has passed.

Amroli Got Talent

February 14, 2025 @ 10:00 am - 1:10 pm

અમરોલી સ્વનિર્ભર કોલેજમાં “Amroli Got Talent” નું આયોજન થયું હતું.
જીવન જ્યોત ટ્રસ્ટ સંચાલિત પ્રો.વી.બી.શાહ ઇન્સ્ટીટયુટ ઓફ મેનેજમેન્ટ, આર. વી. પટેલ કોલેજ ઓફ કોમર્સ, વી.એલ.શાહ કોલેજ ઓફ કોમર્સ, સુટેક્ષ બેંક કોલેજ ઓફ કમ્પ્યુટર એપ્લીકેશનસ એન્ડ સાયન્સ અમરોલીમાં તા.૧૪-૦૨-૨૦૨૫ નાં રોજ કોલેજ અને 94.3 MY F.M. દ્વારા સંયુક્ત રીતે “Amroli Got Talent” નું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં ૨૫ વિદ્યાર્થીઓએ પોતાનો ટેલેન્ટ બતાવ્યું હતું. જેમાં 94.3 MY F.M. દ્વારા શ્રેષ્ઠ ટેલેન્ટ ધરાવતા વિદ્યાર્થીઓની પસંદગી કરવામાં આવી હતી. પ્રથમ ક્રમે F.Y.B.Com (sem-2) ની વિદ્યાર્થીની ગુપ્તા પરી સંજયકુમાર, દ્વિતીય ક્રમે F.Y.B.Com (Sem-2) ની વિદ્યાર્થીની દાવરા જાનવી પ્રિયાંક અને તૃતીય ક્રમે S.Y.B.C.A. (Sem-4) નો વિદ્યાર્થી કાછડિયા મીત કેતનભાઈ રહ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન આચાર્ય ડૉ. મુકેશભાઈ ગોયાણી તથા બી.કોમ. કો-ઓર્ડીનેટર શ્રી. ભરત બસરાણીના માર્ગદર્શન હેઠળ સાંસ્કૃતિક કમિટીના સભ્યો પ્રા.ડૉ.હેમાદ્રી ટીકાવાલા, પ્રા.જ્યોતિકા ટેલર દ્વારા તેમજ એન્કરીંગ ડૉ. ચક્ષુ શાહ દ્વારા કરવામાં આવ્યું હતું. સમગ્ર કોલેજ પરિવાર વિજેતા વિદ્યાર્થીઓને હાર્દિક શુભેચ્છા પાઠવે છે.

Details