Loading Events

« All Events

  • This event has passed.

Tracking Campfor NSS Students

January 3, 2025 @ 12:59 pm

જીવન જ્યોત ટ્રસ્ટ સંચાલિત પ્રોફેસર વી. બી શાહ ઇન્સ્ટિટયૂટ ઓફ મેનેજમેન્ટ, આર. વી પટેલ કોલેજ ઓફ કોમર્સ, વી. એલ.શાહ
કોલેજ ઓફ કોમર્સ તેમજ સુટેક્ષ બેંક કોલેજ ઓફ કમ્પ્યુટર એપ્લિકેશન એન્ડ સાયન્સ અમરોલીમાં તારીખ ૩જાન્યુઆરી, ૨૦૨૫ થી ૬
જાન્યુઆરી,૨૦૨૫ દરમિયાન રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ અંતર્ગત કમિશનર શ્રી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ
કચેરી તથા જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ કચેરી સુરત દ્વારા આયોજિત ઝોન કક્ષા સાહસિક પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવા
શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.
સાહસિક પ્રવૃત્તિના ભાગરૂપે તારીખ ૩ જાન્યુઆરી,૨૦૨૫ ના રોજ કોલેજ તથા રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ કચેરી દ્વારા
હથગઢ(મહારાષ્ટ્ર) તથા સાપુતારા ખાતે કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ ઉપરાંત એન.એસ.એસ અને એન.સી.સી મળી કુલ ૧૦૭
વિદ્યાર્થીઓએ ટ્રેકિંગ કર્યું હતું. તેમજ તારીખ ૪ જાન્યુઆરી,૨૦૨૫ ના રોજ કોલેજ કેમ્પસમાં ફાયર વિભાગ અમરોલી દ્વારા ફાયર
સેફ્ટી ડેમોસ્ટ્રેશનનું આયોજન થયું હતું. જેમાં આગ લાગે ત્યારે કયા સાવચેતીના પગલાં લેવા તેમજ કયા ફાયર સાધનોનો ઉપયોગ કેવી
રીતે અને કઈ આગ બુજાવવા માટે કરવો તે બાબતે વિદ્યાર્થીઓને માહિતગાર કરવામાં આવ્યા.
આ કાર્યક્રમ દરમિયાન ૧૦૮ એમ્બ્યુલન્સના કર્મચારી તેમજ રમતગમત યુવાનને સાંસ્કૃતિક વિભાગ અધિકારી શ્રીમતી રાધિકા લાઠીયા
હાજર રહ્યા હતા.
સાયબર સિક્યુરિટી કાર્યક્રમ અંતર્ગત સુરત શહેરના (ડી.એસ.પી) શ્રી હેતલ પટેલ હાજર રહી વિદ્યાર્થીઓને સળગતા પ્રશ્નો અને ઉકેલ
વિશે માહિતગાર કર્યા તેમજ મોબાઇલ તથા સોશિયલ મીડિયા સંબંધિત સમસ્યાઓથી અવગત કર્યા. સમગ્ર કાર્યક્રમ કોલેજના આચાર્ય શ્રી
ડોક્ટર મુકેશ ગોયાણીના માર્ગદર્શન હેઠળ એન.એસ.એસ પ્રોગ્રામ ઓફિસર ડોક્ટર પ્રદીપ કુમાર લેનકા તથા પ્રોફેસર જ્યોતિકા ટેલર
દ્વારા સફળતાપૂર્વક યોજાયો.

Details