Loading Events

« All Events

  • This event has passed.

Singing Competition 14-08-2026

August 14

“આર.વી. પટેલ કોલેજ ઓફ કોમર્સ અમરોલી સ્વનિર્ભરમાં કોલેજમાં

“દેશ ભકિત ગીત” સ્પર્ધા યોજયેલ હતી”

જીવન જ્યોત ટ્રસ્ટ અમરોલી સંચાલિત પ્રો.વી.બી. શાહ ઇન્સ્ટિટ્યૂટ ઓફ
મેનેજમેન્ટ, આર.વી. પટેલ કોલેજ ઓફ કોમર્સ (અંગ્રેજી માધ્યમ), વી.એલ.
શાહ ઓફ કોમર્સ (ગુજરાતી માધ્યમ), સુટેક્ષ બેંક કોલેજ ઓફ કમ્પ્યુટર
એપ્લિકેશન એન્ડ સાયન્સ અમરોલીમાં બી.કોમ.નાં વિદ્યાર્થીઓ માટે તા. ૧૪-
૦૮-૨૦૨૬ ના રોજ દેશ ભકિત ગીત સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ હતું.
આ સ્પર્ધાનો ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓને તેમની ગાયકી કળાને વિકસાવવા અને
પ્રદર્શિત કરવાની તક પૂરી પાડવાનો હતો. આ દિવ્ય સંગમમાં દર્શકોને ભક્તિ,
સુફિઝમ, ગઝલ, લોકગીત, ઇંગ્લિશ સોંગ, બોલીવુડ સોંગનો અદ્ભુત સમન્વય
જોવા મળ્યો હતો. આ સ્પર્ધાનાં જજ તરીકે ફોરમ રાખોલિયા (પ્રોફેનલ સિંગર)
હાજર રહીયા હતા. દેશ ભક્તિ ગીત સ્પર્ધામાં કુલ ૧૭ વિધાર્થીઓએ પોતાની
કલા, સુર અને તાલ સાથે સ્પર્ધામાં ભાગ લઈને મંચ ધ્રુજાવ્યું હતું. સ્પર્ધાના
અંતે પ્રથમ ક્રમાંક ટિમ્બડિયા ખુશી અરવિંદભાઈ, દ્વિતીય ક્રમાંક સોદ્વાડીયા
એકતા પ્રફુલભાઈ, તૃતીય ક્રમાંક બોદુલ રાજ અંબાદાસ વિજેતા થયા હતા.
વિજેતા વિદ્યાર્થીઓને ટ્રોફી અને સર્ટીફિકેટ આપી સન્માનિત કરવામાં આવ્યા
હતા. અત્યંત સુરમય સ્પર્ધાનું આયોજન કોલેજના આચાર્ય ડૉ. મુકેશ ગોયાણી
માર્ગદર્શન દ્વારા સાંસ્કૃતિક કમિટી દ્વારા સફળતાપૂર્વક સંચાલન કરવામાં આવ્યું
હતું.

Details

Venue

  • PROF. V.B.SHAH INSTITUTE OF MANAGEMENT; R.V.PATEL COLLEGE OF COMMERCE (E.M.); V.L.SHAH COLLEGE OF COMMERCE (G.M.); SUTEX BANK COLLEGE OF COMPUTER APPLICATION &SCIENCE;AMROLI.
  • AMROLI
    Surat, Gujarat 394107 India
    + Google Map