Loading Events

« All Events

  • This event has passed.

અંતાક્ષરી કોમ્પિટિશન 07-08-2026

August 7 @ 8:00 am - 5:00 pm

“જીવન જ્યોત ટ્રસ્ટ અમરોલીની સ્વનિર્ભર અમરોલી કોલેજમાં કલરવ અંતાક્ષરી

કોમ્પિટિશન યોજયેલ હતી”

જીવન જ્યોત ટ્રસ્ટ સંચાલિત પ્રો.વી.બી.શાહ ઇન્સ્ટિટયૂટ ઓફ મેનેજમેન્ટ, આર.વી.પટેલ કોલેજ ઓફ કોમર્સ (અંગ્રેજી
માધ્યમ) એન્ડ વી.એલ. શાહ કોલેજ ઓફ કોમર્સ (ગુજરાતી માધ્યમ) તેમજ સુટેક્ષ બેંક કોલેજ ઓફ કમ્પ્યુટર એપ્લિકેશન
એન્ડ સાયન્સ અમરોલીમાં કલરવ અંતાક્ષરી કોમ્પિટિશનનું ભવ્ય અને સુરમય પ્રોગ્રામનું આયોજન તા. ૦૭-૦૮-૨૦૨૬
નાં રોજ કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધાનો ઉદ્દેશ્ય અને હેતુ વિદ્યાર્થીઓને તેમની ગાયકી કળાને વિકસાવવા અને પ્રદર્શિત
કરવાની તક પૂરી પાડવાનો તેમજ વિદ્યાર્થીઓની કળા, ટીમવર્ક અને કૌશલ્યને વિકસાવવાનો હતો. આ દિવ્ય સંગમમાં
દર્શકોને ભક્તિ, લોક ગીત, બોલીવુડ સોંગનો અદ્ભુત સમન્વય જોવા મળ્યો હતો. દરેક રજૂઆત એક અલગ જ કલાત્મક
અનુભવ કરાવનાર હતી. કુલ ૩૦ ટીમના ૯૦ વિધાર્થીઓએ પોતાની કલા, સુર અને તાલ સાથે સ્પર્ધામાં ભાગ લઈને મંચ
ધ્રુજાવ્યું હતું. સ્પર્ધાના અંતે પ્રથમ ક્રમાંક વાજા જયમાલ દેવાયતભાઈ, દોમડીયા તીર્થ અનિલભાઈ અને અલગીયા યશ
કિરણભાઈ તેમજ દ્વિતીય ક્રમાંક ભાલું શ્રદ્ધા નીલેશભાઈ, ભાલોડીયા હસતી આયુષભાઈ અને વિરાણી આસ્વી
અલ્પેશકુમાર વિજેતા જાહેર થયા હતા તેમજ વિજેતાને ઇનામ અને પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
સ્પર્ધાનું આયોજન કોલેજના આચાર્ય ડૉ. મુકેશ ગોયાણીનાં માર્ગદર્શન હેઠળ સાંસ્કૃતિક સમિતિના સભ્યો દ્વારા સંચાલન
કરવામાં આવ્યું હતું.

Details

Venue

  • PROF. V.B.SHAH INSTITUTE OF MANAGEMENT; R.V.PATEL COLLEGE OF COMMERCE (E.M.); V.L.SHAH COLLEGE OF COMMERCE (G.M.); SUTEX BANK COLLEGE OF COMPUTER APPLICATION &SCIENCE;AMROLI.
  • AMROLI
    Surat, Gujarat 394107 India
    + Google Map