- This event has passed.
Blood donation camp in remembrance of Dr. Mahendra Solanki
જીવન જ્યોત ટ્રસ્ટ સંચાલિત પ્રો.વી.બી.શાહ ઇન્સ્ટિટયૂટ ઓફ મેનેજમેન્ટ, આર.વી.પટેલ કોલેજ ઓફ કોમર્સ (અંગ્રેજી માધ્યમ) એન્ડ
વી.એલ. શાહ કોલેજ ઓફ કોમર્સ (ગુજરાતી માધ્યમ) તેમજ સુટેક્ષ બેંક કોલેજ ઓફ કમ્પ્યુટર એપ્લિકેશન એન્ડ સાયન્સ અમરોલી,
લાયન્સ ક્લબ ઓફ સુરત (ઇસ્ટ), સુરત રક્તદાન કેન્દ્ર અને રીસર્ચ સેન્ટર, HDFC બેંક, ફેમીલી ફિઝીશયન એસોસિયેશન (FPA) સુરત,
સંતોશ વુમન્સ કેર હોસ્પિટલ અને IVF સેન્ટર અને અમરોલી પોલીસ સ્ટેશનનાં સહયોગ અને સંયુક્ત ઉપક્રમે તા.૨૫-૦૧-૨૦૨૫ નાં
રોજ જીવન જ્યોત ટ્રસ્ટ, અમરોલી વ્યવસ્થાપક કમિટીનાં સભ્યશ્રી સ્વ. ડૉ. મહેન્દ્રભાઈ એન.સોલંકીની સ્મરણાર્થ રક્તદાન શિબિરનું
આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સ્વ. ડૉ. મહેન્દ્રભાઈ એન.સોલંકીના સુપુત્ર ડૉ.ભવ્યેશ સોલંકી અને જીવન જ્યોત ટ્રસ્ટના માનંદ
મંત્રીશ્રી અશ્વિનભાઈ પટેલે હાજરી આપી હતી. પ્રા.ડો.ચક્ષુ મહેન્દ્રભાઈ સોલંકી દ્વારા દિપ પ્રાગટય કરી રક્તદાન શિબિરની શરૂઆત
કરવામાં આવી હતી. ડૉ.ભવ્યેશ સોલંકી, આચાર્યશ્રી, તેમજ કોલેજ ના અધ્યાપકો અને વિદ્યાર્થીઓએ એ રક્તદાન કર્યું. રક્તદાન
શિબિરના અંતે કુલ ૬૨ બોટલનું રક્તદાન એકત્ર થયું હતું. તમામ રકતદાતાને સ્મૃતિ ભેટ આપવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમ કોલેજના
આચાર્ય ડૉ. મુકેશભાઈ ગોયાણીના માર્ગદર્શન હેઠળ પ્રા. જયોતિકા ટેલર, ડૉ. પ્રદીપકુમાર લેંકા અને શૈક્ષણિક અને બિનશૈક્ષણિક સ્ટાફના
સહકારથી સફળતા પૂર્વક યોજી શકાયો હતો.