- This event has passed.
Traffic Awareness Program
કોલેજમાં આજરોજ તારીખ 24 જાન્યુઆરી 2025 ના રોજ એન.એસ.એસ વિભાગ તથા અમરોલી પોલીસ સ્ટેશનના સંયુક્ત ઉપક્રમે
ટ્રાફિક અવેરનેસ કાર્યક્રમનું આયોજન થયું. આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે પોલીસ સબ ઇન્સ્પેક્ટર કામલીયા અને બી.એ. ભાંભર
(હેડ કોન્સ્ટેબલ) તથા અન્ય પોલીસ સ્ટાફ સભ્યો હાજર રહી વિદ્યાર્થીઓને માહિતી આપી હતી
જેમાં ટ્રાફિકની સમસ્યા તેને નિવારવાના ઉપાયો, ટ્રાફિક સિગ્નલ્સ, એક જાગૃત નાગરિક તરીકે શું કરવું જોઈએ અને એન.એસ.એસના
વિદ્યાર્થીઓનો ટ્રાફિક કંટ્રોલમાં શું ભૂમિકા હોય શકે એ વિશે માર્ગદર્શન અપાયું. ટ્રાફિક સમસ્યામાં એનએસએસના વિદ્યાર્થીઓ સહયોગ
કરશે એવી પ્રતિજ્ઞા પણ લેવડાવવામાં આવી.
24 જાન્યુઆરી 1950 ના રોજ વંદે માતરમ ગીતને રાષ્ટ્ર ગીત તરીકે બિરુદ મળવા બદલ કોલેજમાં “વંદે માતરમ ગીત” ગાઈને ઉજવણી
કરવામાં આવી.
જેમાં 116 NSS વિદ્યાર્થીઓએ ભાગ લીધો. સમગ્ર કાર્યક્રમ કોલેજના પ્રિન્સિપાલ ડો. મુકેશ ગોયાણીના માર્ગદર્શન હેઠળ એન.એસ.એસ
પ્રોગ્રામ ઓફિસર જ્યોતિકા ટેલર દ્વારા સંપન્ન થયો.