- This event has passed.
Mega Blood Donation Camp
જીવન જ્યોત ટ્રસ્ટ સંચાલિત અમરોલી ફાયનાન્સ કોલેજમાં, સુરત રક્તદાન કેન્દ્ર, એચ.ડી.એફ.સી બેન્ક, ફેમિલી ફિઝિશિયન
એસોસિએશન, સંતોષ વુમન કેર હોસ્પિટલ અને આઇ.વી.એફ સેન્ટર, એલ પી સવાણી સંસ્કાર વેલી સ્કુલ અને અમરોલી પોલીસ
સ્ટેશનના સહયોગ અને સંયુક્ત ઉપક્રમે તારીખ 10-9-2024 ના રોજ મહારક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં
આમંત્રિત મહેમાન તરીકે શ્રી મુકેશભાઈ દલાલ (સાંસદ સભ્ય), ડો. કિશોરસિંહ ચાવડા (કુલપતિ વીર નર્મદ દક્ષિણ ગુજરાત
યુનિવર્સિટી), જીવન ટ્રસ્ટના માનદ મંત્રી શ્રી અશ્વિનભાઈ પટેલ તથા અનુજભાઈ શાહ, જે .ઝેડ. શાહ આર્ટસ એન એચ.પી. દેસાઈ
કોમર્સ કોલેજના ઇન્ચાર્જ પ્રિન્સિપલ ડો. સેજલબેન દેસાઈ, ડો.મહેન્દ્રભાઈ સોલંકી તેમજ અમરોલી વિસ્તારના કોર્પોરેટર શ્રી
રાજેન્દ્રભાઈ પટેલ, અજીતભાઈ પટેલ, ગીતાબેન સોલંકી સામાજિક અગ્રણી ભાવિનભાઈ પટેલ, મુકેશભાઈ દેસાઈ એ અમૂલ્ય હાજરી
આપી હતી.
જ્યારે ડો. સતીશ પટેલ, શ્રી કિશોર માંગરોળીયા (લાયન્સ ક્લબ ઓફ સુરત), શ્રી જતીન વસી (એચ.ડી.એફ.સી બેન્ક), ડો. મહેન્દ્ર
સોલંકી ફે(મિલી ફિઝિશિયન એસોસિએશન), શ્રી જે.બી.વનાર (અમરોલી પોલીસ સ્ટેશન), શ્રી હિરેન મહેતા, શ્રીધર કોન્ટ્રાક્ટર (લીમકા
બુક ઓફ રેકોર્ડ) ડો.પારુલ વડગામા (પ્રોફેસર એન્ડ હેડ જી.એસ.સી), ડો.પારસ વરસાણી, શ્રી પ્રકાશચંદ્ર પટેલ (એન.એસ.એસ
ડાયરેકટર, વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી), ડો. પ્રફુલભાઈ સિરોયા (પ્રેસિડેન્ટ લોક દૃષ્ટિ ચક્ષુ બેંક) તરફથી તમામ રક્તદાતાઓને
સ્મૃતિ ભેટ આપવામાં આવી હતી. રક્ત શિબિરમાં વિદ્યાર્થીઓ તથા કોલેજના સ્ટાફ સભ્યો તેમજ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ રક્તદાન કર્યું
હતું. રક્તદાન શિબિરના અંતે કુલ 308 જેટલી બોટલ નું રક્તદાન મળ્યું હતું. સમગ્ર કાર્યક્રમ કોલેજના આચાર્ય ડો. મુકેશભાઈ ગોયાણી
અને બીસીએ કોર્ડીનેટર ડૉ. જૈમીન શુકલાસર, બીકોમ કોર્ડીનેટર ભરત બસરાણી સર, બીબીએ કોઓર્ડીનેટર ડૉ. સ્વાતિ મહેતા અને ડો.
નિલેશ પટેલ, બીસીએ વિન્ટર કોર્ડીનેટર વિરલ પોલીસવાલા, બીએસસી ડેટા સાયન્સ કોર્ડીનેટર પ્રોફેસર હિતેશ પટેલ અને
એન.એસ.એસ પ્રોગ્રામ ઓફિસર ડો. પ્રદીપ કુમાર લેનકા તથા પ્રોફેસર જ્યોતિકાબેન ટેલર તથા એન.એસ.એસના સ્વયંસેવકો તથા
તમામ સ્ટાફના સહકારથી સફળતાપૂર્વક આયોજન કરી શકાયુ.