- This event has passed.
NSS Annual Camp-2025 (Kosad)
જીવન જ્યોત ટ્રસ્ટ સંચાલિત પ્રોફેસર વી.બી શાહ ઇન્સ્ટિટયૂટ ઓફ મેનેજમેન્ટ, આર.વી પટેલ કોલેજ ઓફ કોમર્સ,વી. એલ શાહ કોલેજ ઓફ કોમર્સ તેમજ સુટેક્ષ બેંક કોલેજ ઓફ કમ્પ્યુટર એપ્લિકેશન એન્ડ સાયન્સ અમરોલીમાં રાષ્ટ્રીય સેવા યોજના અંતર્ગત વાર્ષિક શિબિર-૨૦૨૫ નું આયોજન શાહ ગંગાબેન ઉદેરામ માધ્યમિક શાળા,કોસાડ ખાતે તારીખ ૫ ફેબ્રુઆરી,૨૦૨૫ થી ૧૧ ફેબ્રુઆરી,૨૦૨૫ દરમિયાન કરવામાં આવ્યું. ઉદ્ઘાટન સત્રમાં મુખ્ય મહેમાન તરીકે ડોક્ટર પરેશ જોશી (પ્રોફેસર ડિપાર્ટમેન્ટ ઓફ ઇંગ્લિશ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી), શ્રી અશ્વિનભાઈ પટેલ (મંત્રી જીવન જ્યોત ટ્રસ્ટ) તથા શ્રી વિપુલસિંહ મહિડા (શાળાના આચાર્ય) હાજર રહ્યા. “એક સારા કાર્યની તીવ્ર ઝંખના એ જ સાચી રાષ્ટ્રીય સેવા યોજના” – ડો. પરેશ જોષી દ્વારા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા. આ ખાસ શિબિરમાં એક મુઠ્ઠી અનાજ , મતદાન જાગૃતિ, મતદાન યાદી સુધારણા જેવા સામાજિક વિષયો પર પ્રવૃત્તિ યોજનાર છે. આ શિબિરમાં કુલ ૧૦૭ વિદ્યાર્થીઓએ ભોગ લીધો. સમગ્ર કાર્યક્રમ કોલેજના પ્રિન્સિપલ ડો. મુકેશ ગોયાણીના માર્ગદર્શન હેઠળ રાષ્ટ્રીય સેવા યોજનાના સ્વયંસેવકો તથા પ્રોગ્રામ ઓફિસર ડો. પ્રદીપ લેન્કા તથા પ્રો. જયોતિકા ટેલર દ્વારા સફળતાપૂર્વક પૂર્ણ થયો.