જીવન જ્યોત ટ્રસ્ટ અમરોલીની સ્વનિર્ભર કોલેજમાં “ગુરુપૂર્ણિમા ઉત્સવ” નું આયોજન કરવામાં આવ્યું.

PROF. V.B.SHAH INSTITUTE OF MANAGEMENT; R.V.PATEL COLLEGE OF COMMERCE (E.M.); V.L.SHAH COLLEGE OF COMMERCE (G.M.); SUTEX BANK COLLEGE OF COMPUTER APPLICATION &SCIENCE;AMROLI. AMROLI, Surat

જીવન જ્યોત ટ્રસ્ટ સંચાલિત પ્રો.વી.બી.શાહ ઇન્સ્ટિટયૂટ ઓફ મેનેજમેન્ટ, આર.વી.પટેલ કોલેજ ઓફ કોમર્સ(અંગ્રેજી માધ્યમ) એન્ડ વી.એલ. શાહ કોલેજ ઓફ કોમર્સ(ગુજરાતી માધ્યમ) તેમજ સુટેક્ષ કોલેજ ઓફ કમ્પ્યુટર એપ્લિકેશન એન્ડ સાયન્સ, અમરોલીમાં સાંસ્કૃતિક પ્રવૃત્તિના ભાગરૂપે તા.૨૯/૦૭/૨૦૨૬ ના રોજ ગુરુપૂર્ણિમા “ગુરુપૂર્ણિમા ઉત્સવ” નું આયોજન કરવામાં આવ્યું હતું. કોલેજના આચાર્ય ડૉ.મુકેશ આર ગોયાણી દ્વારા વિદ્યાર્થીઓને ગુરુનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું. "જ્ઞાન, ધ્યાન, ચેતના, સંસ્કાર, વિચાર, દેશ, વિશ્વ, વાતાવરણ, પ્રકૃતિ, ભક્તિ, મુક્તિ - આ તમામ બાબતોનું જ્ઞાન સદગુરુ દ્વારા પ્રાપ્ત થાય છે." એવા સુંદર વિચારોથી ગુરુ - શિષ્ય વચ્ચેનો સંબંધ સ્પષ્ટ કર્યો હતો. આ પ્રસંગે વિદ્યાર્થીઓ દ્વારા ગુરૂજનો માટે ગુરુ મહિમાનું વક્તવ્ય, ભજન, અને વિવિધ રમતોનું આયોજન વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં તમામ વિદ્યાર્થીઓ ખૂબ જ ભાવવિભોર બન્યા હતા. જયારે બી.સી.એ વિભાગમાં, દરેક વિદ્યાર્થી ગુરુનું મહત્વ સમજી શકે તે માટે ગુરુ પૂર્ણિમાની ઉજવણી વર્ગવાર કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓ દ્વારા તમામ શિક્ષકોનું સ્મૃતિભેટ અને ગુલાબનાં ફૂલથી સન્માન કરવામાં આવ્યું હતું. “ગુરુપૂર્ણિમા ઉત્સવ” કાર્યક્રમનું આયોજન કોલેજના આચાર્ય ડૉ. મુકેશ ગોયાણી માર્ગદર્શન હેઠળ સાંસ્કૃતિક કમિટીના સભ્યો તેમજ વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવ્યું હતું.