All Day

જીવન જ્યોત ટ્રસ્ટ અમરોલી સ્વનિર્ભર કોલેજનાં વિદ્યાર્થીઓની માટે સ્ટડી વિઝિટનું આયોજન

PROF. V.B.SHAH INSTITUTE OF MANAGEMENT; R.V.PATEL COLLEGE OF COMMERCE (E.M.); V.L.SHAH COLLEGE OF COMMERCE (G.M.); SUTEX BANK COLLEGE OF COMPUTER APPLICATION &SCIENCE;AMROLI. AMROLI, Surat

જીવન જ્યોત ટ્રસ્ટ અમરોલી સંચાલિત પ્રો.વી.બી.શાહ ઇન્સ્ટીટ્યુટ ઓફ મેનેજમેન્ટ, આર.વી.પટેલ કોલેજ ઓફ કોમર્સ (અંગ્રેજી માધ્યમ), વી.એલ.શાહ કોલેજ ઓફ કોર્મસ (ગુજરાતી માધ્યમ), સુટેક્ષ બેંક કોલેજ ઓફ કમ્પ્યુટર એપ્લીકેશન એન્ડ સાયન્સ, દ્વારા તા. ૩૦-૦૭-૨૦૨૬ નાં રોજ વિદ્યાર્થીઓ માટે ASHINE ઇન્ક્યુબેશન સેન્ટર, SVNIT ખાતે સ્ટડી વિઝિટનું આયોજન કરવામાં આવ્યું હતું. બી.બી.એ., બી.કોમ., બી.સી.એ., બી.એસસી.ડેટા સાઈન્સ, એમ.એસસી.આઈટી., એમ.કોમ.નાં કુલ ૧૦૫ વિદ્યાર્થીઓ મુલાકાત લીધી હતી. આ મુલાકતનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓને સફળ ઉદ્યોગસાહસિકો (Entrepreneurs) સાથે સીધો સંવાદ કરવાનો, સ્ટાર્ટઅપ ક્ષેત્રના વ્યવહારુ અનુભવો સમજવાનો તેમજ નવીન વિચારોને બિઝનેસ મોડેલમાં કેવી રીતે રૂપાંતરિત કરવા તે અંગે માર્ગદર્શન મેળવવાનો તેમજ સફળ ઉદ્યોગસાહસિકો સાથે સીધો સંવાદ કરવાનો અને સ્ટાર્ટઅપ ક્ષેત્રના વ્યવહારુ અનુભવો સમજવાનો અવસર મળ્યો હતો. જેમાં ;Way we go; ના અનિલ આનંદ, ;Enviro wealth' ના ઓમ મિશ્રા અને ;Challenge rate; ના રાધિકા કીકાણી જેવા ઉભરતા સ્ટાર્ટઅપ ફાઉન્ડર્સે પોતાની સફળ અને SSIP (Student Start-up and Innovation Policy) ફંડિંગ મેળવવાનો અનુભવ શેર કર્યો હતો. તેમજ નિષ્ણાત મેન્ટર્સ ડૉ. રાજેશ ચૌધરી, ડૉ. હિમાંશુ પાંડે અને શ્રી મયુર કાલસરિયા દ્વારા વિદ્યાર્થીઓને SSIP ફંડ મેળવવાની સમગ્ર પ્રક્રિયા, ગ્રાન્ટ સહાય અને વ્યવસાયિક માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. સમગ્ર મુલાકાતનું આયોજન સંસ્થાના પ્રમુખ શ્રી ભરતભાઈ શાહ અને કોલેજના આચાર્ય ડૉ.મુકેશ આર. ગોયાણીનાં માર્ગદર્શન હેઠળ પ્રા. ડૉ. સોયબ મેમણ અને પ્રા. ડૉ. વિશ્વનાથ બોરસે દ્વારા સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યું હતું.

જીવન જ્યોત ટ્રસ્ટ અમરોલીની સ્વનિર્ભર કોલેજમાં પુસ્તક પરિચય શ્રેણી –૪ આયોજન થયું.

PROF. V.B.SHAH INSTITUTE OF MANAGEMENT; R.V.PATEL COLLEGE OF COMMERCE (E.M.); V.L.SHAH COLLEGE OF COMMERCE (G.M.); SUTEX BANK COLLEGE OF COMPUTER APPLICATION &SCIENCE;AMROLI. AMROLI, Surat

જીવન જ્યોત ટ્રસ્ટ અમરોલીની સ્વનિર્ભર કોલેજમાં પુસ્તક પરિચય શ્રેણી –૪ આયોજન થયું. જીવન જ્યોત ટ્રસ્ટ સંચાલિત પ્રો.વી.બી.શાહ ઇન્સ્ટિટયૂટ ઓફ મેનેજમેન્ટ, આર.વી.પટેલ કોલેજ ઓફ કોમર્સ (અંગ્રેજી માધ્યમ) એન્ડ વી.એલ. શાહ કોલેજ ઓફ કોમર્સ (ગુજરાતી માધ્યમ) તેમજ સુટેક્ષ બેંક કોલેજ ઓફ કમ્પ્યુટર એપ્લિકેશન એન્ડ સાયન્સ અમરોલીમાં તા.૩૦-૦૭-૨૦૨૬ નાં રોજ પુસ્તક પરિચય શ્રેણી – ૪ નું આયોજન કરાયું હતું. જેમાં વિદ્યાર્થીઓ (૧) કુંજડિયા શુભમ - ;શિવ પુરાણ; (૨) દોમડીયા નેન્સી - "પ્રાકૃતિક સ્વાસ્થ્યની પગદંડી; (૩) ઝાડફિયા ઓમ - ;Rich Dad Poor Dad; (૪) ડાંગરિયા ઓમ - ;ક્યા cool હૈ હમ; (૫) કાલેર ઈર્શાદ - ;રાતવાસો તેમજ પ્રા. ડૉ. સુનીતા યાદવ - ;પથ અને પાથેય" અને પ્રા. ઈશા દેસાઈ ;૧૦૧ Essays that will Change the way You Think; વાંચેલ પુસ્તકોના વિચારો રજૂ કર્યા હતા અને તેમના વક્તવ્ય દ્વારા શ્રોતાઓના જ્ઞાનમાં વધારો કર્યો હતો. આચાર્યશ્રી ડૉ. મુકેશ ગોયાણીના માર્ગદર્શન હેઠળ શ્રી ડૉ. સોનલ ભારતી, પ્રા.ડૉ હેમાદ્રિ ટીકાવાળા, પ્રા. દમયંતી પટેલ, પ્રા. ડો. તન્વી ભાલાળા, પ્રા. ટ્વિંકલ પંચાલ, પ્રા. ભાવિશા પટેલ, સંદીપ પટેલ દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.