જીવન જ્યોત ટ્રસ્ટ અમરોલીની સ્વનિર્ભર કોલેજમાં “સોલો ડાન્સ, ગ્રુપ ડાન્સ” સ્પર્ધાનું આયોજ્ન
જીવન જ્યોત ટ્રસ્ટ સંચાલિત પ્રો.વી.બી.શાહ ઇન્સ્ટિટયૂટ ઓફ મેનેજમેન્ટ, આર.વી.પટેલ કોલેજ ઓફ કોમર્સ (અંગ્રેજી માધ્યમ) એન્ડ વી.એલ. શાહ કોલેજ ઓફ કોમર્સ (ગુજરાતી માધ્યમ) તેમજ સુટેક્ષ બેંક કોલેજ ઓફ કોમ્પ્યુટર એપ્લીકેશન એન્ડ સાયન્સ અમરોલીમાં તા. ૦૮-૦૯-૨૦૨૬ ના રોજ “સોલો ડાન્સ, ગ્રુપ ડાન્સ” સ્પર્ધાનું આયોજ્ન કરવામાં હતું. આ સ્પર્ધામાં મુખ્ય અતિથિ શ્રી નીમા પટેલ હાજર રહીયા હતા. આ સ્પર્ધામાં બી.બી.એ.,બી.સી.એ, બી.કોમ., બી.એસસી. ડેટા સાઈન્સ, એમ.એસસી. આઈ.ટી. નાં ૨૬ વિદ્યાર્થીઓએ સોલો ડાન્સમાં જ્યાં ગ્રુપ ડાન્સમાં ૬ ટીમએ ભાગ લીધો હતો. સોલો ડાન્સમાં પ્રથમક્રમે ભીંગરાડિયા ઇશ્વ વિજયકુમાર, દ્વિતીયક્રમે ગુપ્તા પરિકુમારી સંજયકુમાર, તૃતીય ક્રમે જ્હાન્વી પ્રિયંક દાવરા અને ચોથા ક્રમે મહેતા શ્લોકા એસ. તેમજ ગ્રુપ ડાન્સમાં પ્રથમ ક્રમે ઘોઘારી મિતાલી કેતનભાઈ, જસાણી જીયા ભરતભાઈ, ઠાકુર દિવ્યા ઇન્દ્રજીતભાઇ, ઠક્કર અમી બીજા ક્રમે ગજેરા મૈત્રી નરેશભાઈ, ધેવરિયા બંસી, લાઠીયા શ્રુષ્ટિ વિજેતા બન્યા હતા. આ તમામ સ્પર્ધાનું આયોજન કોલેજના આચાર્ય ડૉ. મુકેશ ગોયાણી અને સાંસ્કૃતિક કમિટીના સભ્યો દ્વારા કરવામાં આવ્યું હતું.