• કોલેજનું ગૌરવ

    SUTEX BANK COLLEGE OF COMPUTER APPLICATION &SCIENCE Near Jivan Jyot Hospital, Amroli, Surat, Gujarat 394107, SURAT, Gujarat, India

    “કોલેજનું ગૌરવ” જીવન જ્યોત ટ્રસ્ટ સંચાલિત પ્રો.વી.બી.શાહ ઇન્સ્ટિટયૂટ ઓફ મેનેજમેન્ટ, આર.વી.પટેલ કોલેજ ઓફ કોમર્સ (અંગ્રેજી માધ્યમ) એન્ડ વી.એલ. શાહ કોલેજ ઓફ કોમર્સ (ગુજરાતી માધ્યમ) તેમજ સુટેક્ષ બેંક કોલેજ ઓફ કમ્પ્યુટર એપ્લિકેશન એન્ડ સાયન્સ અમરોલી એસ.વાય.બી.સી.એની વિદ્યાર્થીની ભગત રિદ્ધિ કુલેનભાઈએ આંતરરાષ્ટ્રીય સ્તર: ​એરોબિક જીમ્નાસ્ટિક્સ એશિયન ચેમ્પિયનશિપમાં 6ઠ્ઠું સ્થાન તેમજ ​રાષ્ટ્રીય સ્તર સિલ્વર મેડલ અને બ્રોન્ડ મેડલ મેળવેલ હતો તથા ​નેશનલ ગેમ્સ (ઉત્તરાખંડ), આર્ટિસ્ટિક જીમ્નાસ્ટિક સ્કૂલ ગેમ્સ અને યુનિવર્સિટી નેશનલ ચેમ્પિયનશિપમાં રાજ્ય/સંસ્થાનું પ્રતિનિધિત્વ કર્યું હતું. જયારે રાજ્ય કક્ષાની ચેમ્પિયનશિપ ​એરોબિક જીમ્નાસ્ટિક્સ ચેમ્પિયનશિપની, આર્ટિસ્ટિક જીમ્નાસ્ટિક્સ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ અને સિલ્વર મેડલ મેળવેલ છે અને ખેલ મહાકુંભમાં ફ્લોર ​બેલેન્સિંગ બીમ સિલ્વરમેડલ, ફ્લોર એક્સરસાઇઝ બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કરેલ છે. ​જીમ્નાસ્ટિક્સમાં અસાધારણ યોગદાન બદલ ગુજરાત સરકારના રમતગમત વિભાગ દ્વારા "મહારાજા શ્રી જયદીપ સિંહજી જુનિયર એવોર્ડ" થી શ્રી ભગત રિદ્ધિ ફૂલેનભાઈને સન્માનિત કરવામાં આવ્યા હતા. રાજ્ય, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે આર્ટિસ્ટિક અને એરોબિક જીમ્નાસ્ટિક્સમાં પોતાના અસાધારણ પ્રદર્શન દ્વારા સંસ્થાને અપાર ગૌરવ અને સન્માન અપાવ્યું તે બદલ કોલેજના આચાર્ય ડૉ. મુકેશ ગોયાણી, સ્પોર્ટ ટીચર/ કોચ ડૉ. પ્રદીપકુમાર લેન્કા તેમજ શૈક્ષણિક અને વહીવટી સ્ટાફ તથા જીવન જ્યોત ટ્રસ્ટના પરિવાર તરફથી હાર્દિક અભિનંદન પાઠવવામાં આવે છે.

  • “યુનિવર્સીટીની ઈન્ટર કોલેજ કરાટે ટુર્નામેન્ટમાં જીવન જ્યોત ટ્રસ્ટ અમરોલી સ્વનિર્ભર કોલેજના વિદ્યાર્થીઓ ઝળકિયા”

    PROF. V.B.SHAH INSTITUTE OF MANAGEMENT; R.V.PATEL COLLEGE OF COMMERCE (E.M.); V.L.SHAH COLLEGE OF COMMERCE (G.M.); SUTEX BANK COLLEGE OF COMPUTER APPLICATION &SCIENCE;AMROLI. AMROLI, Surat, Gujarat, India

    વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સુરતની ઈન્ટર કોલેજ કરાટે ટુર્નામેન્ટ તા. ૩૧ ઓગસ્ટ ૨૦૨૬ ના રોજ એન.એચ.કોમર્સ કોલેજ, વલસાડ ખાતે યોજાયેલ હતી. ઇન્ટર કોલેજ કરાટે ટુર્નામેન્ટમાં ૨૮ કોલેજનાં ૫૬ સ્પર્ધકોએ ભાગ લીધો હતો. જેમાં જીવન જ્યોત ટ્રસ્ટ સંચાલિત પ્રો.વી.બી.શાહ ઇન્સ્ટિટયૂટ ઓફ મેનેજમેન્ટ, આર.વી.પટેલ કોલેજ ઓફ કોમર્સ (અંગ્રેજી માધ્યમ) એન્ડ વી.એલ. શાહ કોલેજ ઓફ કોમર્સ (ગુજરાતી માધ્યમ) તેમજ સુટેક્ષ બેંક કોલેજ ઓફ કમ્પ્યુટર એપ્લિકેશન એન્ડ સાયન્સ અમરોલીનાં એસ.વાય.બી.કોમ.નો વિદ્યાર્થી પટેલ જય મહેશભાઈએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યો હતો. વિદ્યાર્થીની આ સિદ્ધિ પ્રાપ્ત કરવા બદલ આચાર્ય ડૉ. મુકેશભાઈ આર. ગોયાણી, સ્પોર્ટ ટીચર ડૉ. પ્રદીપકુમાર લેન્કા તેમજ સમગ્ર સ્ટાફ તથા જીવન જ્યોત ટ્રસ્ટ પરિવાર અભિનંદન પાઠવે છે.