- This event has passed.
Suit & Saree Day
જીવન જ્યોત ટ્રસ્ટ સંચાલિત પ્રો.વી.બી.શાહ ઇન્સ્ટીટ્યુટ ઓફ મેનેજમેન્ટ, આર. વી. પટેલ કોલેજ ઓફ કોમર્સ (અંગ્રેજી માધ્યમ) એન્ડ વી.એલ.શાહ કોલેજ ઓફ કોમર્સ (ગુજરાતી માધ્યમ), સુટેક્ષ બેંક કોલેજ ઓફ કમ્પ્યુટર એપ્લીકેશન એન્ડ સાયન્સ અમરોલીમાં તા.૩૧-૧૨-૨૦૨૪નાં રોજ શૂટ એન્ડ સાડી ડેનું આયોજન કરવામાં આવ્યું હતું. બી.કોમ.,બી.બી.એ. અને બી.સી.એ, બી.એસસી.ડેટા સાઈન્સમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓએ ભાગ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. શૂટ એન્ડ સાડી ડે સાથે સાથે રેમ્પ વોકનું આયોજન કરવામાં આવ્યું હતું. રેમ્પવોકમાં ૬૩ જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. રેમ્પવોક્ના જજ તરીકે શ્રી સુનીલ યદુવશી અને શ્રી દેવઆશિષ મોહિતી હાજર રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમ દરમ્યાન તમામ ફેકલ્ટીના સ્ટાફ સભ્યો હાજરી રહી વિદ્યાર્થીનો ઉત્સાહ વધાર્યો હતો. રેમ્પવોકમાં છોકરીઓમાં વિજેતા તરીકે પ્રથમક્રમે બી.સી.એ.ની સુતાસીયા સિયા, બીજાક્રમે બી.સી.એ.ની વાઘેલા અવની, ત્રીજાક્રમે બી.કોમ.ની ગુપ્તા પૂરીકુમારી અને છોકરાઓમાં વિજેતા તરીકે પ્રથમક્રમે બી.કોમ. ડોબરિયા મિહિર, બીજાક્રમે બી.સી.એ. ડાંગરિયા ઓમ, ત્રીજાક્રમે વિવેક ઢોલા વિદ્યાર્થીઓ વિજેતા થઈ હતી. સમગ્ર કાર્યક્રમનું આયોજન આચાર્યશ્રી ડૉ. મુકેશ આર. ગોયાણીનાં માર્ગદર્શન અને સાંસ્કૃતિક કમિટી મેમ્બર તરીકે ડૉ. હેમાદ્રી ટીકાવાલા, ડૉ. ચક્ષુ શાહ, ડૉ. અનિલા પિલ્લાઈ, પ્રા. જયોતિકા ટેલર, પ્રા. સુનિતા યાદવ, પ્રા. ફેરલ ગાડીયાવાલા, ડૉ. વિશ્વનાથ બોરસે દ્વારા કરવામાં આવ્યું હતું.