- This event has passed.
જીવન જ્યોત ટ્રસ્ટ અમરોલીની સ્વનિર્ભર રાખી મેકિંગ સ્પર્ધાનું આયોજ્ન થયું

જીવન જ્યોત ટ્રસ્ટ સંચાલિત પ્રો.વી.બી.શાહ ઇન્સ્ટિટયૂટ ઓફ મેનેજમેન્ટ, આર.વી.પટેલ કોલેજ ઓફ કોમર્સ (અંગ્રેજી માધ્યમ)
એન્ડ વી.એલ. શાહ કોલેજ ઓફ કોમર્સ (ગુજરાતી માધ્યમ) તેમજ સુટેક્ષ બેંક કોલેજ ઓફ કોમ્પ્યુટર એપ્લીકેશન એન્ડ સાયન્સ
અમરોલીમાં તા. ૨૫-૦૮-૨૦૨૬ ના રોજ “રાખડી મેકિંગ” સ્પર્ધાનું આયોજ્ન કરવામાં હતું. આ સ્પર્ધામાં જજ તરીકે પટેલ
જીજ્ઞાશા હેમાંગ ઉપસ્થિત રહ્યા હતા. આ સ્પર્ધામાં કુલ ૨૧ વિદ્યાર્થીનીઓએ ભાગ લીધો હતો. રાખડી મેકિંગ પ્રથમક્રમે
ટી.વાય.બી.સી.એ. વિદ્યાર્થીની ચૌહાણ ધ્રુવી ધિરેનભાઈ, દ્વિતીયક્રમે એફ.વાય.બી.સી.એ.(એઆઇ)ની વિદ્યાર્થીની ચૌધરી શ્રેયા
રમેશભાઈ અને તૃતીયક્રમે ટી.વાય.બી.સી.એ. વિદ્યાર્થીની ગોયાણી ઋત્વી નરેશભાઈ પ્રાપ્ત કર્યો હતો. આ સ્પર્ધાનું આયોજન
કોલેજના આચાર્ય ડૉ. મુકેશ ગોયાણીનાં માર્ગદર્શન હેઠળ સાંસ્કૃતિક કમિટીના સભ્યો દ્વારા કરવામાં આવ્યું હતું.