Loading Events

« All Events

  • This event has passed.

જીવન જ્યોત ટ્રસ્ટ અમરોલીની સ્વનિર્ભર કોલેજમાં 'સ્ટાર્ટ-અપ સ્ટ્રીટ-સ્ટોલ એક્ઝિબિશન'નું ભવ્ય અને સફળ આયોજન થયું.

August 18 @ 8:00 am - September 5 @ 5:00 pm

જીવન જયોત ટ્રસ્ટ અમરોલી સંચાલિત પ્રો.વી.બી.શાહ ઇન્સ્ટીટયુટ ઓફ મેનેજમેન્ટ,
આર.વી.પટેલ કોલેજ ઓફ કોમર્સ (અંગ્રેજી માધ્યમ), વી.એલ.શાહ કોલેજ ઓફ કોર્મસ
(ગુજરાતી માધ્યમ), સુટેક્ષ બેંક કોલેજ ઓફ કમ્પ્યુટર એપ્લીકેશન એન્ડ સાયન્સ અમરોલીમાં
તા.૧૮ ઓગસ્ટ થી ૦૫ સપ્ટેમ્બર ૨૦૨૬ દરમિયાન “સ્ટાર્ટ-અપ સ્ટ્રીટ – સ્ટોલ એક્ઝિબિશન” નું
ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓમાં ઉદ્યોગસાહસિકતા (Entrepreneurship), વ્યવસાયિક
કૌશલ્યો અને લીડરશીપના ગુણો વિકસાવવાના હેતુથી તાજેતરમાં કોલેજ દ્વારા એક પ્રેરણાદાયી પહેલ કરવામાં આવી
હતી. કાર્યક્રમમાં ઉત્સાહી યુવા વર્ગની વ્યાપક ઉપસ્થિતિ જોવા મળી હતી, જેમાં કોલેજ કેમ્પસના ૩૦૦ થી વધુ
વિદ્યાર્થીઓએ સક્રિયપણે ભાગ લીધો હતો. ​BBA, BCOM, BCA, BSc (Data Science) અને MSc (IT) જેવા
વિવિધ વિદ્યાશાખાઓના વિદ્યાર્થીઓ દ્વારા ફૂડ, નોન-ફૂડ પ્રોડક્ટ્સ, આર્ટ-એક્ઝિબિશન અને મનોરંજક ગેમ્સના
વિવિધ આકર્ષક સ્ટોલ્સ સજાવવામાં આવ્યા હતા. આ પ્રદર્શન દ્વારા વિદ્યાર્થીઓને પોતાના પ્રોડક્ટ્સ અને સર્વિસિસનું
ગ્રાહકો સમક્ષ પ્રદર્શન કરવા તથા વેચાણ કરવાની વ્યવહારુ તાલીમ મળી હતી, જે તેમનામાં બિઝનેસ સ્કીલ્સ
ખીલવવા માટે ઉત્તમ સાબિત થઈ છે. આજના સ્પર્ધાત્મક યુગમાં વિદ્યાર્થીઓ માત્ર પુસ્તકીય જ્ઞાન પૂરતા મર્યાદિત ન
રહેતા ભણતરની સાથે-સાથે સ્વબળે કમાણી કરતા શીખે (Earn while learn) તેવો સુંદર હેતુ આ ઇવેન્ટ પાછળ
રહેલો હતો. ​વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરાયેલા આ નવતર પ્રયોગથી 'ગુડ આઈડિયાઝ, બ્રાઇટ ફ્યુચર અને ગ્રેઇટ
ઇમ્પેક્ટ' ની વિભાવના સાર્થક થઈ હતી. સ્ટાર્ટ-અપ સ્ટ્રીટ – સ્ટોલ એક્ઝિબિશનનું આયોજનને સફળ
બનાવવા બદલ કોલેજ સંચાલક મંડળ અને કોલેજ પરિવાર તમામ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા અને
ભવિષ્યમાં પણ આવા રચનાત્મક કાર્યક્રમોમાં ભાગ લેવા જણાવ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું આયોજન કોલેજના આચાર્ય
ડૉ. મુકેશ ગોયાણીના માર્ગદર્શન હેઠળ SSIP, IIC અને એન્ટરપ્રિન્યોરશિપ કમિટીના સભ્યો—ડૉ. સોયેબ મેમણ, ડૉ.
પ્રીતિ ટેલર, ડૉ. વિશ્વનાથ બોરસે, શ્રી રાકેશ પટેલ, ડૉ. દમયંતી પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું.

Details

  • Start: August 18 @ 8:00 am
  • End: September 5 @ 5:00 pm
  • Event Category:

Organizer

  • Cultural Committee

Venue

  • PROF. V.B.SHAH INSTITUTE OF MANAGEMENT; R.V.PATEL COLLEGE OF COMMERCE (E.M.); V.L.SHAH COLLEGE OF COMMERCE (G.M.); SUTEX BANK COLLEGE OF COMPUTER APPLICATION &SCIENCE;AMROLI.
  • AMROLI
    Surat, Gujarat 394107 India
    + Google Map