- This event has passed.
Prize Distribution 07-02-2025
” અમરોલી (બી.બી.એ., બી.સી.એ., બી.કોમ., બી.એસસી. ડેટા સાયન્સ) સેલ્ફ ફાયનાન્સ કોલેજનાં શૈક્ષણિક પ્રતિભાશાળી અને ઉલ્લેખ સિદ્ધિ હાંસલ કરનાર વિદ્યાર્થીઓનો ઈનામ વિતરણ કાર્યક્રમ યોજાયો”
જીવન જ્યોત ટ્રસ્ટ સંચાલિત પ્રો.વી.બી.શાહ ઇન્સ્ટિટયૂટ ઓફ મેનેજમેન્ટ, આર.વી.પટેલ કોલેજ ઓફ કોમર્સ (અંગ્રેજી માધ્યમ) એન્ડ વી.એલ. શાહ કોલેજ ઓફ કોમર્સ (ગુજરાતી માધ્યમ) તેમજ સુટેક્ષ બેંક કોલેજ ઓફ કમ્પ્યુટર એપ્લિકેશન એન્ડ સાયન્સ અમરોલી એફ.વાય., એસ.વાય. બી.સી.એ., બી.બી.એ., બી.કોમ., બી.સી.એ. વિન્ટર, બીએસ.સી. ડેટા સાઈન્સમાં શૈક્ષણિક પ્રતિભાશાળી અને ઉલ્લેખ સિદ્ધિ હાંસલ કરનાર તેમજ યુનિવર્સિટી ક્ક્ષાએ વિષયમાં પ્રથમ આવનાર વિદ્યાર્થીઓનો ઈનામ વિતરણ કાર્યક્રમ કોલેજ કેમ્પસમાં તા. ૦૭-૦૨-૨૦૨૫નાં રોજ યોજાયો હતો. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય, સ્વાગત નૃત્ય અને પ્રાર્થનાથી કરવામાં આવી હતી. આ પ્રસંગે મુખ્ય મહેમાનશ્રી તરીકે શ્રી પરેશભાઈ લાખાણી (ટ્રસ્ટીશ્રી તપોવન ગ્રુપ ઓફ સ્કુલ) અને શ્રી ભાવેશભાઈ ઘેલાણી (Principal – Risen Modern School) (Educationalist, Thinker & Social Leader), તેમજ જીવન જ્યોત ટ્રસ્ટના પ્રમુખશ્રી ભરતભાઈ શાહ, ઉપપ્રમુખશ્રી ભાનુભાઈ શાહ, સેક્રેટરીશ્રી અશ્વિન પટેલ તેમજ છાપરાભાઠ્ઠા શાળાના આચાર્ય શ્રી દિલીપભાઈ પરમાર, અંજલીબેન જાની હાજર રહી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા. આચાર્ય ડૉ. મુકેશ આર. ગોયાણીએ મહેમાનોનું પુષ્પગુચ્છથી સ્વાગત કરી મહેમાનો પરિચય આપ્યો હતો. ઇનામ વિતરણ કાર્યક્રમને ઉપલક્ષીને શ્રી પરેશભાઈ લાખાણી તેમજ શ્રી ભાવેશભાઈ ઘેલાનીએ પ્રાસંગિક પ્રવચન આપ્યું હતું. તેમજ ૧૩૦ જેટલા તેજસ્વી વિદ્યાર્થીઓને ઈનામ આપી પ્રોત્સાહિત કર્યા હતા. સમગ્ર કાર્યક્રમ દરમ્યાન આચાર્યશ્રીનાં માર્ગદર્શન હેઠળ બી.કોમ.,બી.સી.એ., બી.બી.એ., બીએસ.સી. ડેટાનાં કૉ-ઓર્ડીનેટર તથા કોલેજના અધ્યાપકો અને વહીવટી સ્ટાફ હાજર રહી કાર્યક્રમની શોભા વધારી હતી. સમગ્ર કાર્યક્રમનુ સંચાલન કોલેજના આચાર્ય ડૉ.મુકેશ આર. ગોયાણીના માર્ગદર્શન હેઠળ પ્રા. ડૉ. હેમાદ્રી ટીકાવાલા, પ્રા. રાકેશ પટેલ અને પ્રા. ટ્વીનકલ પંચાલ દ્વારા સંચાલન કરવામાં આવ્યું હતું.