“હર ઘર તિરંગા – નિબંધ” લેખનનું આયોજન થયું.
“હર ઘર તિરંગા – નિબંધ” લેખનનું આયોજન થયું. જીવન જ્યોત ટ્રસ્ટ સંચાલિત વી.બી. શાહ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ, આર.વી. પટેલ કોલેજ ઓફ કોમર્સ, વી.એલ. શાહ કોલેજ ઓફ કોમર્સ, સુટેક્સ બેંક કોલેજ ઓફ કોમ્પ્યુટર એપ્લિકેશન એન્ડ સાયન્સ ખાતે તા.૧૦-૦૮-૨૦૨૬ નાં રોજ ૬ ગુજરાત ગર્લ્સ બટાલિયન એન.સી.સીના સૂચનાઓ હેઠળ “હર ઘર તિરંગા” વિષયક નિબંધ લેખનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધાનો ઉદ્દેશ્ય એનસીસી કેડેટ્સમાં દેશભક્તિ, રાષ્ટ્રીય ગૌરવ અને રાષ્ટ્રધ્વજ પ્રત્યે આદરને પ્રોત્સાહન આપવાનો તેમજ લેખન અને સર્જનાત્મક અભિવ્યક્તિને વધારવાની તક પૂરી પાડવાનો હતો. આ સ્પર્ધામાં ૪૫ કેડેટ્સે સક્રિયપણે ભાગ લીધો હતો. જેમાં દરેક એન.સી.સી. કેડેટ્સે "હર ઘર તિરંગા" ઈવેન્ટમાં સ્વતંત્રતામાં મહિલા સ્વાતંત્ર્ય સેનાનીઓની ભૂમિકા અને સ્વતંત્રતાના ગુમનામ નાયકો પર નિબંધો લખ્યા હતા. આચાર્ય ડૉ. મુકેશ ગોયાણીનાં માર્ગદર્શન હેઠળ એન.સી.સી ઓફિસર ડૉ. અનિલા પિલ્લાઈ અને જે.યુ.ઓ ખુશી ડાભી, સી.પી.એલ ખુશી ટીંબડિયા અને કેડેટ નેન્સી જેઠવાના સહયોગથી કાર્યક્રમનું આયોજન થયું.