Latest Past Events

Blood donation camp in remembrance of shri Kantikaka (Founder of Trust)

જીવન જ્યોત ટ્રસ્ટ સંચાલિત પ્રોફેસર વી.બી શાહ ઇન્સ્ટિટયૂટ ઓફ મેનેજમેન્ટ, આર.વી પટેલ કોલેજ ઓફ કોમર્સ,વી. એલ શાહ કોલેજ ઓફ કોમર્સ તેમજ સુટેક્ષ બેંક કોલેજ ઓફ કમ્પ્યુટર એપ્લિકેશન એન્ડ સાયન્સ અમરોલીમાં રાષ્ટ્રીય સેવા યોજના તથા લાયન્સ ક્લબ ઓફ ઇન્ડિયા સુરત (ઇસ્ટ), ફેમીલી ફીઝીસ્યાન અસોસીયેસન ,Care Today તથા અમરોલી પોલીસ સ્ટેસનના સંયુક્ત ઉપક્રમે આજ રોજ તારીખ ૧૭-૩-૨૦૨૫ જીવન જ્યોત ટ્રસ્ટના સ્થાપક શ્રી કાંતિલાલ શાહની પુણ્યતિથિ નિમિત્તે શ્રધ્ધાંજલીના ના ભાગ રૂપે શૈક્ષણિક વર્ષ ૨૦૨૪-૨૫ ના ચોથા રક્તદાન શિબિરનું આયોજન કર્યું હતું. જેમાં અતિથી વિશેષ તરીકે શ્રી સવજી ભાઈ પટેલ તેમજ Care Today સંસ્થામાંથી શશાંક મિશ્રા, સુમિત મિશ્રા, દિવ્યેશ ભાઈ ગાબાણી (સમસ્ત પાટીદાર સમાજ ટ્રસ્ટ દ્વારા ચાલતા UPSC ટ્રેનીંગ હેડ) હાજર રહ્યા હતા. જીવન જ્યોત ટ્રસ્ટના પ્રમુખ અને ઉપ પ્રમુખ, મંત્રીએ રક્ત્દાતાઓનો આભાર માન્યો હતો. જેમાં વિદ્યાર્થીઓ સ્ટાફ સભ્યો અને બિન શૈક્ષણિકતા દ્વારા બ્લડ ડોનેટ કરવામાં આવ્યો જેમાં ૫૧ જેટલી બોટલ મેળવી શક્યા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન કોલેજના પ્રિન્સિપલ ડોક્ટર મુકેશ ગોયાણીના માર્ગદર્શન હેઠળ પ્રોગ્રામ ઓફિસર જ્યોતિકા ટેલર તથા બીબીએ,બીસીએ,બીકોમ કો-ઓર્ડીનેટર દ્વારા પૂર્ણ કરવામાં આવ્યું.

NSS Annual Camp-2025 (Kosad)

જીવન જ્યોત ટ્રસ્ટ સંચાલિત પ્રોફેસર વી.બી શાહ ઇન્સ્ટિટયૂટ ઓફ મેનેજમેન્ટ, આર.વી પટેલ કોલેજ ઓફ કોમર્સ,વી. એલ શાહ કોલેજ ઓફ કોમર્સ તેમજ સુટેક્ષ બેંક કોલેજ ઓફ કમ્પ્યુટર એપ્લિકેશન એન્ડ સાયન્સ અમરોલીમાં રાષ્ટ્રીય સેવા યોજના અંતર્ગત વાર્ષિક શિબિર-૨૦૨૫ નું આયોજન શાહ ગંગાબેન ઉદેરામ માધ્યમિક શાળા,કોસાડ ખાતે તારીખ ૫ ફેબ્રુઆરી,૨૦૨૫ થી ૧૧ ફેબ્રુઆરી,૨૦૨૫ દરમિયાન કરવામાં આવ્યું. ઉદ્ઘાટન સત્રમાં મુખ્ય મહેમાન તરીકે ડોક્ટર પરેશ જોશી (પ્રોફેસર ડિપાર્ટમેન્ટ ઓફ ઇંગ્લિશ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી), શ્રી અશ્વિનભાઈ પટેલ (મંત્રી જીવન જ્યોત ટ્રસ્ટ) તથા શ્રી વિપુલસિંહ મહિડા (શાળાના આચાર્ય) હાજર રહ્યા. “એક સારા કાર્યની તીવ્ર ઝંખના એ જ સાચી રાષ્ટ્રીય સેવા યોજના” - ડો. પરેશ જોષી દ્વારા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા. આ ખાસ શિબિરમાં એક મુઠ્ઠી અનાજ , મતદાન જાગૃતિ, મતદાન યાદી સુધારણા જેવા સામાજિક વિષયો પર પ્રવૃત્તિ યોજનાર છે. આ શિબિરમાં કુલ ૧૦૭ વિદ્યાર્થીઓએ ભોગ લીધો. સમગ્ર કાર્યક્રમ કોલેજના પ્રિન્સિપલ ડો. મુકેશ ગોયાણીના માર્ગદર્શન હેઠળ રાષ્ટ્રીય સેવા યોજનાના સ્વયંસેવકો તથા પ્રોગ્રામ ઓફિસર ડો. પ્રદીપ લેન્કા તથા પ્રો. જયોતિકા ટેલર દ્વારા સફળતાપૂર્વક પૂર્ણ થયો. 

Republic day Celebration

"સ્વનિર્ભર અમરોલી કોલેજમાં ૧૫ ઓગસ્ટ સ્વતંત્રતા દિવસની ઉજવણી" જીવન જીયોત ટ્રસ્ટ અમરોલી સંચાલિત પ્રો.વી.બી.શાહ ઇન્સ્ટીટયુટ ઓફ મેનેજમેન્ટ, આર.વી.પટેલ કોલેજ ઓફ કોમર્સ (અંગ્રેજી માધ્યમ), વી.એલ.શાહ કોલેજ ઓફ કોર્મસ (ગુજરાતી માધ્યમ), સુટેક્ષ બેંક કોલેજ ઓફ કમ્પ્યુટર એપ્લીકેશન એન્ડ સાયન્સ અમરોલી ખાતે ૧૫-૦૮-૨૦૨૪નાં રોજ સ્વતંત્રતા દિવસની ઉજવણી પ્રસંગે મુખ્યઅતિથી તરીકે શ્રી મનસુખભાઈ નારિયા જેઓ એ.વી.પટેલ શાળાનાં પૂર્વ પ્રિન્સિપલ હતા. તેમજ જીવનજ્યોત માનદમંત્રીશ્રી અશ્વિનભાઈ પટેલ, માનદમંત્રી અનુજભાઈ શાહ, ટ્રસ્ટી શ્રી કાંતિભાઈ માલવાડાવાળા, સભ્યશ્રી સ્નેહલભાઈ શાહ, તેમજ કોલેજનાં આચાર્ય, કોલેજનો ટીચિંગ સ્ટાફ તથા કોલેજનો નોન-ટીચિંગ સ્ટાફ હાજર રહ્યા હતા. એન.સી.સી.ની વિદ્યાર્થીઓએ પરેડ કરી મહેમાનોને ધ્વજ વંદન માટે આમંત્રીત કર્યા હતા. એન.સી.સી.ની વિદ્યાર્થીઓને સિટીઓ અનિલા પિલ્લાઈના નેતૃત્વ હેઠળ રેન્ક એનાયત કરવામાં આવેલ હતા. સ્વતંત્રતા પર્વ નિમિત્તે મહેમાનોએ પ્રસંગોચીત ઉદબોધન આપ્યું હતું. શ્રી મનસુખભાઈ નારિયા સાહેબ દ્વારા ધ્વજરોહાણ કરવામાં આવ્યું. સમગ્ર કાર્યક્રમ કોલેજના આચાર્ય ડૉ. મુકેશભાઈ ગોયાણીનાં માર્ગદર્શન હેઠળ એંકર તરીકે કોલેજના સ્પોર્ટ ટીચર/ કોચ ડૉ.પ્રદીપકુમાર લેંકા તેમજ સમગ્ર સ્ટાફગણના સહકારથી સફળતાપૂર્વક સ્વતંત્ર દિવસની ઉજવણી કરી શકાય. અંતે આમંત્રીત મહેમાનોનો, તેમજ હાજર તમામ સ્ટાફ, તેમજ હાજર તમામ વિદ્યાર્થીઓનો આભાર માની કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યો હતો.