• તાપી જન્મોત્સવ ઉજવણી

    આજ રોજ તારીખ 13-7-2024 અમરોલી કોલેજમાં તાપી જન્મોત્સવ નિમિત્તે તાપી માતાનું મહાત્મય સમજાવવામાં આવ્યો નદીનું મહત્વ સમજાવી વિદ્યાર્થીઓ પાસે નદીને સ્વચ્છ રાખવાની પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન NSS પ્રોગ્રામ ઓફિસર ડૉ. પ્રદીપકુમાર લેન્કા તથા પ્રા. જયોતિકા ટેલર દ્વારા કોલેજના આચાર્ય શ્રી ડોક્ટર મુકેશ ગોયાણી ના માર્ગદર્શન હેઠળ સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યું. 

  • Ek Ped Maa Ke Nam

    ભારતના વડાપ્રધાન માનનીય શ્રી નરેન્દ્ર મોદી દ્વારા પર વિશ્વ પર્યાવરણ દિવસે મન કી બાત કાર્યક્રમ દરમિયાન એક પેડ મા કે નામ અભિયાન શરૂ કરવાનું આહવાન કરવામાં આવ્યું હતું જે અંતર્ગત અમરોલી સેલ્ફ ફાઇનાન્સ કોલેજ દ્વારા આજ રોજ વૃક્ષા રોપણ કરવામાં આવ્યું હતું જેમાં બાર જેટલા સ્વયંસેવક ભાઈ બહેનોએ ભાગ લીધો હતો તથા પર્યાવરણનુંજરાત અને સંરક્ષણ અંગની પ્રતિજ્ઞા પણ લીધી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન એનએસએસ પ્રોગ્રામ ઓફિસર ડો. પ્રદીપકુમાર લેનકા તથા પ્રા.જ્યોતિકા ટેલર દ્વારા પ્રિન્સિપલ ડો. મુકેશ ગોયાણીના માર્ગદર્શન હેઠળ થયું હતું.

  • NSS Orientation

    જીવન જ્યોત ટ્રસ્ટ સંચાલિત પ્રોફેસર વી.બી. ઓફ મેનેજમેન્ટ આર.વી. પટેલ કોલેજ ઓફ કોમર્સ, વી.એલ. શાહ કોલેજ ઓફ કોમર્સ તથા સુટેક્સ બેંક કોમ્પ્યુટર એપ્લીકેશન એન્ડ સાયન્સ દ્વારા શૈક્ષણિક વર્ષ 2024- 25 નો એન.એસ.એસ ઓરિએન્ટેસન (orientation) પ્રોગ્રામ આજ રોજ તારીખ 1-8-2024 ને ગુરુવારે આયોજિત થયો હતો. પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓને એન.એસ.એસ માં જોડવાના હેતુસર કાર્યક્રમનું સફળ સંચાલન પ્રદ્યાપક જ્યોતિકા ટેલર તથા ડો. પ્રદીપ કુમાર લેનકા દ્વારા થયું હતું અતિથિ વિશેષ તરીકે પ્રોફેસર વિજયભાઈ ચૌધરી, NSS ઓફિસર જે. ઝેડ. શાહ આર્ટસ એન્ડ એચ. પી. દેસાઈ કોમર્સ કોલેજ અમરોલી, દ્વારા એન.એસ.એસ નું મહત્વ, શા માટે એન.એસ.એસ અને વિદ્યાર્થીઓને ફાયદા વિશે વિસ્તૃત સમજ આપી. કુલ ૩૦૦ પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓએ લાભ લીધો. વિધાર્થીઓ માંથી ૨ સ્વયમ સેવક ભાઈ અને બહેનને NSS સ્કાફ પહેરાવી સન્માનિત કરવામાં આવ્યા. કાર્યક્રમ કોલેજના પ્રિન્સિપલ ડો. મુકેશ ગોયાણી સરના માર્ગદર્શન હેઠળ સફળતાપૂર્વક પૂર્ણ થયો.

  • 15th August

    જીવન જ્યોત ટ્રસ્ટ અમરોલી સંચાલિત કોલેજ ખાતે ૭૯ માં સ્વતંત્રતા દિવસની ઉજવણી ના પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે મનસુખભાઈ નારીયા તેમજ જીવન જ્યોત ટ્રસ્ટના માનદ મંત્રી અનુજ ભાઈ શાહ ,ટ્રસ્ટી કાંતિભાઈ માલવાડાવાળા, સભ્ય સ્નેહલભાઈ શાહ ,કોલેજના આચાર્ય, કોલેજનો ટીચિંગ સ્ટાફ , નોન ટીચિંગ સ્ટાફ હાજર રહ્યા હતા. એન.સી.સીની વિદ્યાર્થીનીઓએ પરેડ કરી મહેમાનો ને ધ્વજવંદન માટે આમંત્રિત કર્યા હતા.એન.સી.સીની વિદ્યાર્થીનીઓને સીટીઓ અનિલા પિલ્લાઈના નેતૃત્વ હેઠળ રેન્ક એનાયત કરવામાં આવેલ હતા. સ્વતંત્રતા પર્વ નિમિત્તે મહેમાનોએ પ્રસંગોચિત ઉદબોધન આપ્યું હતું. મનસુખભાઈ નારીયા દ્વારા ધ્વજારોહન કરવામાં આવ્યું હતું. એન.એસ.એસ ના વિદ્યાર્થી મિત્રો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમની રજૂઆત કરવામાં આવી હતી.સમગ્ર કાર્યક્રમ કોલેજના આચાર્ય ડો. મુકેશ ગોયાણીના માર્ગદર્શન હેઠળ તથા એન્કર તરીકે કોલેજના સ્પોટ ટીચર તથા એન.એસ.એસ પ્રોગ્રામ ઓફિસર ડો. પ્રદીપ કુમાર લેનકા તેમજ સમગ્ર સ્ટાફ ગણના સહકારથી સફળતાપૂર્વક સ્વતંત્ર દિવસની ઉજવણી કરી હતી. અંતે આમંત્રિત મહેમાનો તેમજ હાજર સ્ટાફ તેમજ તમામ વિદ્યાર્થીઓના આભાર માની કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યો હતો.

  • Raxabandhan celebration at Amroli Police station

    જીવન જ્યોત ટ્રસ્ટ સંચાલિત અમરોલી ફાયનાન્સ કોલેજમાં તારીખ ૧૬ ઓગસ્ટ ૨૦૨૪ ના રોજ ભાઈ બહેનના પવિત્ર પર્વ ની ઉજવણીના ભાગરૂપે અમરોલી પોલીસ સ્ટેશન ના જવાનો સાથે રક્ષાબંધનની આનંદભેર ઉજવણી થઈ .જેમાં ૧૨ એન એસ એસ ની વિદ્યાર્થીનીઓ અને ૧૨ એન.સી.સીની મળીને ૨૪ વિદ્યાર્થીની બહેનોએ જવાનો સાથે રક્ષાબંધન ઉજવણી કરી. અમરોલી પોલીસ સ્ટેશન તથા સર વેલેન્સ વિભાગ ના કર્મચારીઓને રાખડી બાંધી અને બદલામાં પોલીસ કર્મીઓએ પણ બહેનોની રક્ષા કરવાના વચન આપ્યા અને કોઈ પણ સમસ્યા હોય તો કેવી રીતે ક્યાં શું કરવું એ વિશેની માહિતી પણ આપી.

  • Mega Blood Donation Camp

    જીવન જ્યોત ટ્રસ્ટ સંચાલિત અમરોલી ફાયનાન્સ કોલેજમાં, સુરત રક્તદાન કેન્દ્ર, એચ.ડી.એફ.સી બેન્ક, ફેમિલી ફિઝિશિયન એસોસિએશન, સંતોષ વુમન કેર હોસ્પિટલ અને આઇ.વી.એફ સેન્ટર, એલ પી સવાણી સંસ્કાર વેલી સ્કુલ અને અમરોલી પોલીસ સ્ટેશનના સહયોગ અને સંયુક્ત ઉપક્રમે તારીખ 10-9-2024 ના રોજ મહારક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આમંત્રિત મહેમાન તરીકે શ્રી મુકેશભાઈ દલાલ (સાંસદ સભ્ય), ડો. કિશોરસિંહ ચાવડા (કુલપતિ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી), જીવન ટ્રસ્ટના માનદ મંત્રી શ્રી અશ્વિનભાઈ પટેલ તથા અનુજભાઈ શાહ, જે .ઝેડ. શાહ આર્ટસ એન એચ.પી. દેસાઈ કોમર્સ કોલેજના ઇન્ચાર્જ પ્રિન્સિપલ ડો. સેજલબેન દેસાઈ, ડો.મહેન્દ્રભાઈ સોલંકી તેમજ અમરોલી વિસ્તારના કોર્પોરેટર શ્રી રાજેન્દ્રભાઈ પટેલ, અજીતભાઈ પટેલ, ગીતાબેન સોલંકી સામાજિક અગ્રણી ભાવિનભાઈ પટેલ, મુકેશભાઈ દેસાઈ એ અમૂલ્ય હાજરી આપી હતી. જ્યારે ડો. સતીશ પટેલ, શ્રી કિશોર માંગરોળીયા (લાયન્સ ક્લબ ઓફ સુરત), શ્રી જતીન વસી (એચ.ડી.એફ.સી બેન્ક), ડો. મહેન્દ્ર સોલંકી ફે(મિલી ફિઝિશિયન એસોસિએશન), શ્રી જે.બી.વનાર (અમરોલી પોલીસ સ્ટેશન), શ્રી હિરેન મહેતા, શ્રીધર કોન્ટ્રાક્ટર (લીમકા બુક ઓફ રેકોર્ડ) ડો.પારુલ વડગામા (પ્રોફેસર એન્ડ હેડ જી.એસ.સી), ડો.પારસ વરસાણી, શ્રી પ્રકાશચંદ્ર પટેલ (એન.એસ.એસ ડાયરેકટર, વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી), ડો. પ્રફુલભાઈ સિરોયા (પ્રેસિડેન્ટ લોક દૃષ્ટિ ચક્ષુ બેંક) તરફથી તમામ રક્તદાતાઓને સ્મૃતિ ભેટ આપવામાં આવી હતી. રક્ત શિબિરમાં વિદ્યાર્થીઓ તથા કોલેજના સ્ટાફ સભ્યો તેમજ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ રક્તદાન કર્યું હતું. રક્તદાન શિબિરના અંતે કુલ 308 જેટલી બોટલ નું રક્તદાન મળ્યું હતું. સમગ્ર કાર્યક્રમ કોલેજના આચાર્ય ડો. મુકેશભાઈ ગોયાણી અને બીસીએ કોર્ડીનેટર ડૉ. જૈમીન શુકલાસર, બીકોમ કોર્ડીનેટર ભરત બસરાણી સર, બીબીએ કોઓર્ડીનેટર ડૉ. સ્વાતિ મહેતા અને ડો. નિલેશ પટેલ, બીસીએ વિન્ટર કોર્ડીનેટર વિરલ પોલીસવાલા, બીએસસી ડેટા સાયન્સ કોર્ડીનેટર પ્રોફેસર હિતેશ પટેલ અને એન.એસ.એસ પ્રોગ્રામ ઓફિસર ડો. પ્રદીપ કુમાર લેનકા તથા પ્રોફેસર જ્યોતિકાબેન ટેલર તથા એન.એસ.એસના સ્વયંસેવકો તથા તમામ સ્ટાફના સહકારથી સફળતાપૂર્વક આયોજન કરી શકાયુ.

  • Swachchata hi Seva

    જીવન જ્યોત ટ્રસ્ટ સંચાલિત આર.વી પટેલ એન્ડ વી.એલ શાહ કોલેજ ઓફ કોમર્સ, પ્રો. વી.બી. શાહ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ તથા સુટેક્ષ બેન્ક કમ્પ્યુટર એપ્લિકેશન એન્ડ સાયન્સ દ્વારા આજ રોજ તારીખ ૨૧-૯-૨૪ આચાર્યશ્રી ડો. મુકેશ ગોયાણીના માર્ગદર્શન હેઠળ “સ્વચ્છતા હી સેવા” અભિયાન અંતર્ગત રાષ્ટ્રીય સેવા યોજના યુનિટ દ્વારા કોલેજ પરિસર તથા કેમ્પસની સાફ-સફાઈ કરવામાં આવી. સમગ્ર કાર્યક્રમમાં ૩૦ જેટલા એન.એસ.એસ યુનિટના સ્વયંસેવકો ઉત્સાહભેર જોડાયા તથા ગંદકી ન કરવા અને સ્વચ્છતા વિશે જાગૃતિ ફેલાવવા માટે દરેક ક્લાસમાં પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન એન.એસ.એસ પ્રોગ્રામ ઓફિસર ડો. પ્રદીપકુમાર લેનકા તથા પ્રા.જ્યોતિકા ટેલર દ્વારા કરવામાં આવ્યું હતું.

  • Bike Rally

    રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના જન્મ જયંતી નિમિત્તે રાજ્યકક્ષા દ્વારા સ્વચ્છતા વિશે એવા અભિયાન કાર્યરત કરવામાં આવ્યો હતો જેના ભાગરૂપે તારીખ 30 સપ્ટેમ્બર 2024 ના રોજ કોલેજ ગ્રાઉન્ડ પરથી બાઇક રેલી નું આયોજન કર્યું હતું

  • Swachchata hi Seva (Say No tp Plastic)

    જીવન જ્યોત ટ્રસ્ટ સંચાલિત વી.બી.શાહ ઇન્સ્ટિટયૂટ ઓફ મેનેજમેન્ટ, આર.વી પટેલ એન્ડ વી.એલ શાહ કોલેજ ઓફ કોમર્સ અને સુટેક્સ બેંક કમ્પ્યુટર એપ્લિકેશન એન્ડ સાયન્સ દ્વારા સ્વચ્છતા હી સેવા 2024 અંતર્ગત તારીખ ૧લી ઓક્ટોબર 2024 ના રોજ કોલેજ કેમ્પસ તથા આસપાસના વિસ્તારમાંથી પ્લાસ્ટિકનો કચરો સાફ કરી "Say No To Plastic " વિશે જાગૃતિ ફેલાવી. કાર્યક્રમ એન.એસ.એસ પ્રોગ્રામ ઓફિસર પ્રાધ્યાપક જ્યોતિકા ટેલર દ્વારા તથા પ્રિન્સિપલ ડોક્ટર મુકેશ ગોયાણીના માર્ગદર્શન હેઠળ પૂરો થયો.

  • Sardar Vallabhbhai Patel Janm jayanti

    આજ રોજ તારીખ ૩૧-૧૦-૨૪ અમરોલી કોલેજમાં “લોખંડી પુરુષ” તથા “રાષ્ટ્રીય એકતાના” પ્રતિક એવા સરદાર વલ્લભભાઈ પટેલના જન્મદિવસ નિમિત્તે રાષ્ટ્રીય પ્રતિજ્ઞા વિદ્યાર્થીઓ પાસે લેવડાવવામાં આવી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન NSS પ્રોગ્રામ ઓફિસર ડૉ. પ્રદીપકુમાર લેન્કા તથા પ્રા. જયોતિકા ટેલર દ્વારા કોલેજના આચાર્ય શ્રી ડોક્ટર મુકેશ ગોયાણી ના માર્ગદર્શન હેઠળ સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યું. આ સાથે ફોટા બીડેલ છે.

  • Tracking Campfor NSS Students

    જીવન જ્યોત ટ્રસ્ટ સંચાલિત પ્રોફેસર વી. બી શાહ ઇન્સ્ટિટયૂટ ઓફ મેનેજમેન્ટ, આર. વી પટેલ કોલેજ ઓફ કોમર્સ, વી. એલ.શાહ કોલેજ ઓફ કોમર્સ તેમજ સુટેક્ષ બેંક કોલેજ ઓફ કમ્પ્યુટર એપ્લિકેશન એન્ડ સાયન્સ અમરોલીમાં તારીખ ૩જાન્યુઆરી, ૨૦૨૫ થી ૬ જાન્યુઆરી,૨૦૨૫ દરમિયાન રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ અંતર્ગત કમિશનર શ્રી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ કચેરી તથા જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ કચેરી સુરત દ્વારા આયોજિત ઝોન કક્ષા સાહસિક પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવા શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. સાહસિક પ્રવૃત્તિના ભાગરૂપે તારીખ ૩ જાન્યુઆરી,૨૦૨૫ ના રોજ કોલેજ તથા રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ કચેરી દ્વારા હથગઢ(મહારાષ્ટ્ર) તથા સાપુતારા ખાતે કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ ઉપરાંત એન.એસ.એસ અને એન.સી.સી મળી કુલ ૧૦૭ વિદ્યાર્થીઓએ ટ્રેકિંગ કર્યું હતું. તેમજ તારીખ ૪ જાન્યુઆરી,૨૦૨૫ ના રોજ કોલેજ કેમ્પસમાં ફાયર વિભાગ અમરોલી દ્વારા ફાયર સેફ્ટી ડેમોસ્ટ્રેશનનું આયોજન થયું હતું. જેમાં આગ લાગે ત્યારે કયા સાવચેતીના પગલાં લેવા તેમજ કયા ફાયર સાધનોનો ઉપયોગ કેવી રીતે અને કઈ આગ બુજાવવા માટે કરવો તે બાબતે વિદ્યાર્થીઓને માહિતગાર કરવામાં આવ્યા. આ કાર્યક્રમ દરમિયાન ૧૦૮ એમ્બ્યુલન્સના કર્મચારી તેમજ રમતગમત યુવાનને સાંસ્કૃતિક વિભાગ અધિકારી શ્રીમતી રાધિકા લાઠીયા હાજર રહ્યા હતા. સાયબર સિક્યુરિટી કાર્યક્રમ અંતર્ગત સુરત શહેરના (ડી.એસ.પી) શ્રી હેતલ પટેલ હાજર રહી વિદ્યાર્થીઓને સળગતા પ્રશ્નો અને ઉકેલ વિશે માહિતગાર કર્યા તેમજ મોબાઇલ તથા સોશિયલ મીડિયા સંબંધિત સમસ્યાઓથી અવગત કર્યા. સમગ્ર કાર્યક્રમ કોલેજના આચાર્ય શ્રી ડોક્ટર મુકેશ ગોયાણીના માર્ગદર્શન હેઠળ એન.એસ.એસ પ્રોગ્રામ ઓફિસર ડોક્ટર પ્રદીપ કુમાર લેનકા તથા પ્રોફેસર જ્યોતિકા ટેલર દ્વારા સફળતાપૂર્વક યોજાયો.

  • Kavi Kag Dayro

    જીવન જ્યોત ટ્રસ્ટ સંચાલિત પ્રોફેસર વી.બી શાહ ઇન્સ્ટિટયૂટ ઓફ મેનેજમેન્ટ, આર.વી પટેલ કોલેજ ઓફ કોમર્સ,વી. એલ શાહ કોલેજ ઓફ કોમર્સ તેમજ સુટેક્ષ બેંક કોલેજ ઓફ કમ્પ્યુટર એપ્લિકેશન એન્ડ સાયન્સ અમરોલીમાં રાષ્ટ્રીય સેવા યોજના તથા રમત ગમત યુવાને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર હેઠળની ગુજરાત રાજ્ય સંગીત એકેડેમી ના આર્થિક સહયોગથી તેમજ નાદ બ્રહ્મ ઇન્સ્ટિટયૂટ ઓફ મ્યુઝિક એન્ડ ઇવેન્ટ મેનેજમેન્ટ સુરત દ્વારા લોક કવિ પદ્મશ્રી દુલાભાચાર્ય કાગ લોક ડાયરો કાર્યક્રમનું આયોજન તારીખ ૧૬-૧-૨૦૨૫ ના કરવામાં આવ્યું હતું. જેમાં મુખ્ય મહેમાન તરીકે કોલેજના આચાર્યશ્રી ડૉ. મુકેશ ગોયાણી તથા સંગીત ક્ષેત્રે જોડાયેલા ડૉ. હેમાંગ વ્યાસ હાજર રહી કાર્યકરન ની શોભા વધારી હતી.સમગ્ર કાર્યક્રમ સંચાલન NSS સ્વયંસેવકો દ્વારા કરવામાં આવ્યું હતું.

  • Traffic Awareness Program

    કોલેજમાં આજરોજ તારીખ 24 જાન્યુઆરી 2025 ના રોજ એન.એસ.એસ વિભાગ તથા અમરોલી પોલીસ સ્ટેશનના સંયુક્ત ઉપક્રમે ટ્રાફિક અવેરનેસ કાર્યક્રમનું આયોજન થયું. આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે પોલીસ સબ ઇન્સ્પેક્ટર કામલીયા અને બી.એ. ભાંભર (હેડ કોન્સ્ટેબલ) તથા અન્ય પોલીસ સ્ટાફ સભ્યો હાજર રહી વિદ્યાર્થીઓને માહિતી આપી હતી જેમાં ટ્રાફિકની સમસ્યા તેને નિવારવાના ઉપાયો, ટ્રાફિક સિગ્નલ્સ, એક જાગૃત નાગરિક તરીકે શું કરવું જોઈએ અને એન.એસ.એસના વિદ્યાર્થીઓનો ટ્રાફિક કંટ્રોલમાં શું ભૂમિકા હોય શકે એ વિશે માર્ગદર્શન અપાયું. ટ્રાફિક સમસ્યામાં એનએસએસના વિદ્યાર્થીઓ સહયોગ કરશે એવી પ્રતિજ્ઞા પણ લેવડાવવામાં આવી. 24 જાન્યુઆરી 1950 ના રોજ વંદે માતરમ ગીતને રાષ્ટ્ર ગીત તરીકે બિરુદ મળવા બદલ કોલેજમાં “વંદે માતરમ ગીત” ગાઈને ઉજવણી કરવામાં આવી. જેમાં 116 NSS વિદ્યાર્થીઓએ ભાગ લીધો. સમગ્ર કાર્યક્રમ કોલેજના પ્રિન્સિપાલ ડો. મુકેશ ગોયાણીના માર્ગદર્શન હેઠળ એન.એસ.એસ પ્રોગ્રામ ઓફિસર જ્યોતિકા ટેલર દ્વારા સંપન્ન થયો.

  • Blood donation camp in remembrance of Dr. Mahendra Solanki

    જીવન જ્યોત ટ્રસ્ટ સંચાલિત પ્રો.વી.બી.શાહ ઇન્સ્ટિટયૂટ ઓફ મેનેજમેન્ટ, આર.વી.પટેલ કોલેજ ઓફ કોમર્સ (અંગ્રેજી માધ્યમ) એન્ડ વી.એલ. શાહ કોલેજ ઓફ કોમર્સ (ગુજરાતી માધ્યમ) તેમજ સુટેક્ષ બેંક કોલેજ ઓફ કમ્પ્યુટર એપ્લિકેશન એન્ડ સાયન્સ અમરોલી, લાયન્સ ક્લબ ઓફ સુરત (ઇસ્ટ), સુરત રક્તદાન કેન્દ્ર અને રીસર્ચ સેન્ટર, HDFC બેંક, ફેમીલી ફિઝીશયન એસોસિયેશન (FPA) સુરત, સંતોશ વુમન્સ કેર હોસ્પિટલ અને IVF સેન્ટર અને અમરોલી પોલીસ સ્ટેશનનાં સહયોગ અને સંયુક્ત ઉપક્રમે તા.૨૫-૦૧-૨૦૨૫ નાં રોજ જીવન જ્યોત ટ્રસ્ટ, અમરોલી વ્યવસ્થાપક કમિટીનાં સભ્યશ્રી સ્વ. ડૉ. મહેન્દ્રભાઈ એન.સોલંકીની સ્મરણાર્થ રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સ્વ. ડૉ. મહેન્દ્રભાઈ એન.સોલંકીના સુપુત્ર ડૉ.ભવ્યેશ સોલંકી અને જીવન જ્યોત ટ્રસ્ટના માનંદ મંત્રીશ્રી અશ્વિનભાઈ પટેલે હાજરી આપી હતી. પ્રા.ડો.ચક્ષુ મહેન્દ્રભાઈ સોલંકી દ્વારા દિપ પ્રાગટય કરી રક્તદાન શિબિરની શરૂઆત કરવામાં આવી હતી. ડૉ.ભવ્યેશ સોલંકી, આચાર્યશ્રી, તેમજ કોલેજ ના અધ્યાપકો અને વિદ્યાર્થીઓએ એ રક્તદાન કર્યું. રક્તદાન શિબિરના અંતે કુલ ૬૨ બોટલનું રક્તદાન એકત્ર થયું હતું. તમામ રકતદાતાને સ્મૃતિ ભેટ આપવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમ કોલેજના આચાર્ય ડૉ. મુકેશભાઈ ગોયાણીના માર્ગદર્શન હેઠળ પ્રા. જયોતિકા ટેલર, ડૉ. પ્રદીપકુમાર લેંકા અને શૈક્ષણિક અને બિનશૈક્ષણિક સ્ટાફના સહકારથી સફળતા પૂર્વક યોજી શકાયો હતો.

  • Republic day Celebration

    "સ્વનિર્ભર અમરોલી કોલેજમાં ૧૫ ઓગસ્ટ સ્વતંત્રતા દિવસની ઉજવણી" જીવન જીયોત ટ્રસ્ટ અમરોલી સંચાલિત પ્રો.વી.બી.શાહ ઇન્સ્ટીટયુટ ઓફ મેનેજમેન્ટ, આર.વી.પટેલ કોલેજ ઓફ કોમર્સ (અંગ્રેજી માધ્યમ), વી.એલ.શાહ કોલેજ ઓફ કોર્મસ (ગુજરાતી માધ્યમ), સુટેક્ષ બેંક કોલેજ ઓફ કમ્પ્યુટર એપ્લીકેશન એન્ડ સાયન્સ અમરોલી ખાતે ૧૫-૦૮-૨૦૨૪નાં રોજ સ્વતંત્રતા દિવસની ઉજવણી પ્રસંગે મુખ્યઅતિથી તરીકે શ્રી મનસુખભાઈ નારિયા જેઓ એ.વી.પટેલ શાળાનાં પૂર્વ પ્રિન્સિપલ હતા. તેમજ જીવનજ્યોત માનદમંત્રીશ્રી અશ્વિનભાઈ પટેલ, માનદમંત્રી અનુજભાઈ શાહ, ટ્રસ્ટી શ્રી કાંતિભાઈ માલવાડાવાળા, સભ્યશ્રી સ્નેહલભાઈ શાહ, તેમજ કોલેજનાં આચાર્ય, કોલેજનો ટીચિંગ સ્ટાફ તથા કોલેજનો નોન-ટીચિંગ સ્ટાફ હાજર રહ્યા હતા. એન.સી.સી.ની વિદ્યાર્થીઓએ પરેડ કરી મહેમાનોને ધ્વજ વંદન માટે આમંત્રીત કર્યા હતા. એન.સી.સી.ની વિદ્યાર્થીઓને સિટીઓ અનિલા પિલ્લાઈના નેતૃત્વ હેઠળ રેન્ક એનાયત કરવામાં આવેલ હતા. સ્વતંત્રતા પર્વ નિમિત્તે મહેમાનોએ પ્રસંગોચીત ઉદબોધન આપ્યું હતું. શ્રી મનસુખભાઈ નારિયા સાહેબ દ્વારા ધ્વજરોહાણ કરવામાં આવ્યું. સમગ્ર કાર્યક્રમ કોલેજના આચાર્ય ડૉ. મુકેશભાઈ ગોયાણીનાં માર્ગદર્શન હેઠળ એંકર તરીકે કોલેજના સ્પોર્ટ ટીચર/ કોચ ડૉ.પ્રદીપકુમાર લેંકા તેમજ સમગ્ર સ્ટાફગણના સહકારથી સફળતાપૂર્વક સ્વતંત્ર દિવસની ઉજવણી કરી શકાય. અંતે આમંત્રીત મહેમાનોનો, તેમજ હાજર તમામ સ્ટાફ, તેમજ હાજર તમામ વિદ્યાર્થીઓનો આભાર માની કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યો હતો.

  • NSS Annual Camp-2025 (Kosad)

    જીવન જ્યોત ટ્રસ્ટ સંચાલિત પ્રોફેસર વી.બી શાહ ઇન્સ્ટિટયૂટ ઓફ મેનેજમેન્ટ, આર.વી પટેલ કોલેજ ઓફ કોમર્સ,વી. એલ શાહ કોલેજ ઓફ કોમર્સ તેમજ સુટેક્ષ બેંક કોલેજ ઓફ કમ્પ્યુટર એપ્લિકેશન એન્ડ સાયન્સ અમરોલીમાં રાષ્ટ્રીય સેવા યોજના અંતર્ગત વાર્ષિક શિબિર-૨૦૨૫ નું આયોજન શાહ ગંગાબેન ઉદેરામ માધ્યમિક શાળા,કોસાડ ખાતે તારીખ ૫ ફેબ્રુઆરી,૨૦૨૫ થી ૧૧ ફેબ્રુઆરી,૨૦૨૫ દરમિયાન કરવામાં આવ્યું. ઉદ્ઘાટન સત્રમાં મુખ્ય મહેમાન તરીકે ડોક્ટર પરેશ જોશી (પ્રોફેસર ડિપાર્ટમેન્ટ ઓફ ઇંગ્લિશ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી), શ્રી અશ્વિનભાઈ પટેલ (મંત્રી જીવન જ્યોત ટ્રસ્ટ) તથા શ્રી વિપુલસિંહ મહિડા (શાળાના આચાર્ય) હાજર રહ્યા. “એક સારા કાર્યની તીવ્ર ઝંખના એ જ સાચી રાષ્ટ્રીય સેવા યોજના” - ડો. પરેશ જોષી દ્વારા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા. આ ખાસ શિબિરમાં એક મુઠ્ઠી અનાજ , મતદાન જાગૃતિ, મતદાન યાદી સુધારણા જેવા સામાજિક વિષયો પર પ્રવૃત્તિ યોજનાર છે. આ શિબિરમાં કુલ ૧૦૭ વિદ્યાર્થીઓએ ભોગ લીધો. સમગ્ર કાર્યક્રમ કોલેજના પ્રિન્સિપલ ડો. મુકેશ ગોયાણીના માર્ગદર્શન હેઠળ રાષ્ટ્રીય સેવા યોજનાના સ્વયંસેવકો તથા પ્રોગ્રામ ઓફિસર ડો. પ્રદીપ લેન્કા તથા પ્રો. જયોતિકા ટેલર દ્વારા સફળતાપૂર્વક પૂર્ણ થયો. 

  • Blood donation camp in remembrance of shri Kantikaka (Founder of Trust)

    જીવન જ્યોત ટ્રસ્ટ સંચાલિત પ્રોફેસર વી.બી શાહ ઇન્સ્ટિટયૂટ ઓફ મેનેજમેન્ટ, આર.વી પટેલ કોલેજ ઓફ કોમર્સ,વી. એલ શાહ કોલેજ ઓફ કોમર્સ તેમજ સુટેક્ષ બેંક કોલેજ ઓફ કમ્પ્યુટર એપ્લિકેશન એન્ડ સાયન્સ અમરોલીમાં રાષ્ટ્રીય સેવા યોજના તથા લાયન્સ ક્લબ ઓફ ઇન્ડિયા સુરત (ઇસ્ટ), ફેમીલી ફીઝીસ્યાન અસોસીયેસન ,Care Today તથા અમરોલી પોલીસ સ્ટેસનના સંયુક્ત ઉપક્રમે આજ રોજ તારીખ ૧૭-૩-૨૦૨૫ જીવન જ્યોત ટ્રસ્ટના સ્થાપક શ્રી કાંતિલાલ શાહની પુણ્યતિથિ નિમિત્તે શ્રધ્ધાંજલીના ના ભાગ રૂપે શૈક્ષણિક વર્ષ ૨૦૨૪-૨૫ ના ચોથા રક્તદાન શિબિરનું આયોજન કર્યું હતું. જેમાં અતિથી વિશેષ તરીકે શ્રી સવજી ભાઈ પટેલ તેમજ Care Today સંસ્થામાંથી શશાંક મિશ્રા, સુમિત મિશ્રા, દિવ્યેશ ભાઈ ગાબાણી (સમસ્ત પાટીદાર સમાજ ટ્રસ્ટ દ્વારા ચાલતા UPSC ટ્રેનીંગ હેડ) હાજર રહ્યા હતા. જીવન જ્યોત ટ્રસ્ટના પ્રમુખ અને ઉપ પ્રમુખ, મંત્રીએ રક્ત્દાતાઓનો આભાર માન્યો હતો. જેમાં વિદ્યાર્થીઓ સ્ટાફ સભ્યો અને બિન શૈક્ષણિકતા દ્વારા બ્લડ ડોનેટ કરવામાં આવ્યો જેમાં ૫૧ જેટલી બોટલ મેળવી શક્યા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન કોલેજના પ્રિન્સિપલ ડોક્ટર મુકેશ ગોયાણીના માર્ગદર્શન હેઠળ પ્રોગ્રામ ઓફિસર જ્યોતિકા ટેલર તથા બીબીએ,બીસીએ,બીકોમ કો-ઓર્ડીનેટર દ્વારા પૂર્ણ કરવામાં આવ્યું.

  • “જીવન જ્યોત ટ્રસ્ટ અમરોલીની સ્વનિર્ભર કોલેજમાં ૮૫ બોટલ રક્ત એકત્ર કરાયું.”

    PROF. V.B.SHAH INSTITUTE OF MANAGEMENT; R.V.PATEL COLLEGE OF COMMERCE (E.M.); V.L.SHAH COLLEGE OF COMMERCE (G.M.); SUTEX BANK COLLEGE OF COMPUTER APPLICATION &SCIENCE;AMROLI. AMROLI, Surat, Gujarat, India

    જીવન જ્યોત ટ્રસ્ટ સંચાલિત પ્રો.વી.બી.શાહ ઇન્સ્ટિટયૂટ ઓફ મેનેજમેન્ટ, આર.વી.પટેલ કોલેજ ઓફ કોમર્સ (અંગ્રેજી માધ્યમ) એન્ડ વી.એલ. શાહ કોલેજ ઓફ કોમર્સ (ગુજરાતી માધ્યમ) તેમજ સુટેક્ષ બેંક કોલેજ ઓફ કમ્પ્યુટર એપ્લિકેશન એન્ડ સાયન્સ અમરોલી, ગોલ્ડી સોલાર ફાઉન્ડેશન, સંતોશ વુમન્સ કેર હોસ્પિટલ અને IVF સેન્ટર, સુરત રક્તદાન કેન્દ્ર અને સંશોધન કેન્દ્ર, અમરોલી મેડીકલ સર્કલ, ફેમીલી ફિઝીશયન એસોસિયેશન (FPA) સુરત, ધ વરાછા કોઓપરેટીવ બેંક લીમીટેડ, એક્ઝામશાળા, લાઈન્સ ક્લબ ઓફ સુરત, અમરોલી પોલીસ સ્ટેશન, સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન, કાયમી વિદ્યાર્થી મંડળ અમરોલી (BBA, BCA, B.COM), રાષ્ટ્રીય સેવા યોજના (NSS), રાષ્ટ્રીય કેડેટ કોર્પ્સ (NCC) સહયોગ અને સંયુક્ત ઉપક્રમે તા.૨૨-૦૭-૨૦૨૬નાં “મહારક્તદાન શિબિર” નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આમંત્રિત મહેમાન તરીકે ડૉ. સતીષ કત્રોરોડીયા (સંતોષ વુમન કેર હોસ્પિટલ), ડૉ. ભવ્યેશ સોલંકી, ડૉ. કેતન કોરડીયા, ડૉ. વિનય પંડ્યા, ડૉ. વિપુલ પ્રજાપતિ, ડૉ. રાજન પટેલ (અમરોલી મેડીકલ સર્કલ), શ્રી. સનત પટેલ (એડવાઈઝ ઇન્ટરનેશનલ), શ્રી ઈશ્વરભાઈ ધોળકિયા (ગોલ્ડી સોલર ફાઉન્ડેશન-ગોલ્ડી સોલાર), શ્રી. હરેન્દ્રસિંહ તોમર (એક્ઝામ શાળા), શ્રી મુકેશભાઈ દેસાઈ (બીજેપી સુરત શહેર ઉપાધ્યક્ષ), શ્રી જગદીશભાઈ બોદરા (લાઈન્સ ક્લબ ઓફ સુરત) રક્તદાન શિબિરમાં વિદ્યાર્થીઓ તથા કોલેજના સ્ટાફ સભ્યો રક્તદાન કર્યું હતું. રક્તદાન શિબિરના અંતે કુલ ૮૫ જેટલી બોટલનું રક્તદાન મળ્યું હતું. આચાર્યશ્રીએ તમામ રક્તદાતાનો આભાર માન્યો હતો. જીવન જ્યોત ટ્રસ્ટનાં પ્રમુખ શ્રી ભરતભાઈ શાહ અને સેક્રેટરી શ્રી અશ્વિનભાઈ પટેલે તમામ રક્તદાતાને શુભેચ્છા પાઠવેલ છે. સમગ્ર કાર્યક્રમ કોલેજના આચાર્ય ડૉ. મુકેશભાઈ ગોયાણી અને કો – ઓર્ડીનેટર તેમજ એન.એસ.એસ. પ્રોગ્રામ ઓફિસર ડૉ. પ્રદીપકુમાર લેન્કા, પ્રા. જયોતિકાબેન ટેલર તથા એન.એન.એસ.ના સ્વયંસેવકો તથા તમામ સ્ટાફના સહકારથી સફળતા પૂર્વક યોજી શકાયો હતો.

  • “જીવન જ્યોત ટ્રસ્ટ અમરોલીની સ્વનિર્ભર કોલેજમાં ૧૩૫ બોટલ રક્ત એકત્ર કરાયું.”

    PROF. V.B.SHAH INSTITUTE OF MANAGEMENT; R.V.PATEL COLLEGE OF COMMERCE (E.M.); V.L.SHAH COLLEGE OF COMMERCE (G.M.); SUTEX BANK COLLEGE OF COMPUTER APPLICATION &SCIENCE;AMROLI. AMROLI, Surat, Gujarat, India

      જીવન જ્યોત ટ્રસ્ટ સંચાલિત પ્રો.વી.બી.શાહ ઇન્સ્ટિટયૂટ ઓફ મેનેજમેન્ટ, આર.વી.પટેલ કોલેજ ઓફ કોમર્સ (અંગ્રેજી માધ્યમ) એન્ડ વી.એલ. શાહ કોલેજ ઓફ કોમર્સ (ગુજરાતી માધ્યમ) તેમજ સુટેક્ષ બેંક કોલેજ ઓફ કમ્પ્યુટર એપ્લિકેશન એન્ડ સાયન્સ અમરોલી, ગોલ્ડી સોલાર ફાઉન્ડેશન, સંતોશ વુમન્સ કેર હોસ્પિટલ અને IVF સેન્ટર, સુરત રક્તદાન કેન્દ્ર અને સંશોધન કેન્દ્ર, અમરોલી મેડીકલ સર્કલ, ફેમીલી ફિઝીશયન એસોસિયેશન (FPA) સુરત, ધ વરાછા કોઓપરેટીવ બેંક લીમીટેડ, એક્ઝામશાળા, લાયન્સ ક્લબ ઓફ સુરત, અમરોલી પોલીસ સ્ટેશન, સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન, કાયમી વિદ્યાર્થી મંડળ અમરોલી (BBA, BCA, B.COM), રાષ્ટ્રીય સેવા યોજના (NSS), રાષ્ટ્રીય કેડેટ કોર્પ્સ (NCC) ની સહયોગ અને સંયુક્ત ઉપક્રમે તા.૦૫-૦૮-૨૦૨૬નાં “મહારક્તદાન શિબિર” નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આમંત્રિત મહેમાન તરીકે ડૉ. પારુલબેન વડગામા, ડૉ. સતીષ કત્રોરોડીયા (સંતોષ વુમન કેર હોસ્પિટલ), શ્રી યશભાઈ (ગોલ્ડી સોલર), શ્રી જગદીશભાઈ બોદરા (લાયન્સ ક્લબ ઓફ સુરત), પ્રફુલ ચુડાસમા (યુ.પી.એલ.યુનીવર્સીટી), જીવન જ્યોત ટ્રસ્ટનાં મંત્રીશ્રી અશ્વિનભાઈ પટેલ તેમજ જે.ઝેડ.શાહ આર્ટસ અને કોમર્સ કોલેજનાં ઈ.ચા.આચાર્યશ્રી ડૉ.દેસાઈ સેજલ હાજર રહી વિદ્યાર્થીનો ઉત્સાહ વધાર્યો હતો. રક્તદાન શિબિરમાં આમંત્રિત મહેમાનો, વિદ્યાર્થીઓ તથા કોલેજના સ્ટાફ સભ્યો રક્તદાન કર્યું હતું. રક્તદાન શિબિરના અંતે કુલ ૧૩૫ બોટલનું રક્તદાન મળ્યું હતું. આચાર્યશ્રી તેમજ જીવન જ્યોત ટ્રસ્ટનાં પ્રમુખશ્રી ભરતભાઈ શાહ અને મંત્રીશ્રી અશ્વિનભાઈ પટેલે તમામ રક્તદાતાનો આભાર વ્યક્ત કરી શુભેચ્છા પાઠવેલ છે. રક્તદાન શિબિરનું આયોજન કોલેજના આચાર્ય ડૉ. મુકેશભાઈ ગોયાણી અને કો – ઓર્ડીનેટરશ્રીઓના માર્ગદર્શન મુજબ એન.એસ.એસ. પ્રોગ્રામ ઓફિસર ડૉ. પ્રદીપકુમાર લેન્કા તેમજ પ્રા.ડૉ.જયોતિકા ટેલર અને એન.એન.એસ.ના સ્વયંસેવકો તથા તમામ સ્ટાફના સહકારથી સફળતા પૂર્વક યોજી શકાયો હતો.

  • જીવન જ્યોત ટ્રસ્ટ સંચાલિત અમરોલી સ્વનિર્ભર કોલેજની “હર ઘર તિરંગા યાત્રા” યોજાઈ

    PROF. V.B.SHAH INSTITUTE OF MANAGEMENT; R.V.PATEL COLLEGE OF COMMERCE (E.M.); V.L.SHAH COLLEGE OF COMMERCE (G.M.); SUTEX BANK COLLEGE OF COMPUTER APPLICATION &SCIENCE;AMROLI. AMROLI, Surat, Gujarat, India

    જીવન જ્યોત ટ્રસ્ટ સંચાલિત વી.બી. શાહ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ, આર.વી. પટેલ કોલેજ ઓફ કોમર્સ, વી.એલ. શાહ કોલેજ ઓફ કોમર્સ, સુટેક્સ બેંક કોલેજ ઓફ કોમ્પ્યુટર એપ્લિકેશન એન્ડ સાયન્સ દ્વારા તા. ૧૩-૦૮-૨૦૨૬ નાં રોજ ૬ ગુજરાત ગર્લ્સ બટાલિયન એન.સી.સી.ના સહયોગથી “હર ઘર તિરંગા યાત્રા”નું આયોજન કરવામાં આવ્યું હતું. "હર ઘર તિરંગા યાત્રા - ૨૦૨૬"નું આયોજન ભારતના ૮૦મા સ્વતંત્રતા દિવસની ઉજવણી માટે રાષ્ટ્રવ્યાપી અભિયાન અંતર્ગત સાથે કરવામાં આવ્યું હતું. યાત્રામાં જીવન જ્યોત ટ્રસ્ટનાં માનદમંત્રી શ્રી અશ્વિન પટેલ તેમજ સ્ટાફ સભ્યો, ૨૧૭ વિદ્યાર્થીઓ તથા ૪૫ એન.સી.સી કેડેટ્સ, એન.એસ.એસ સ્વયંસેવકો તિરંગા યાત્રામાં જોડાયા હતા. આ રેલી છાપરાભાઠ્ઠા કેમ્પસથી બે કિલોમીટરનાં વિસ્તારમાં વેપાર ક્ષેત્ર અને માર્કેટ વિસ્તારમાં લોકોમાં દેશભક્તિ, રાષ્ટ્રીય એકતા અને રાષ્ટ્રધ્વજ પ્રત્યે આદરનો સંદેશ ફેલાવતા સફળતાપૂર્વક પૂર્ણ થઈ જેમાં અમરોલી પોલીસે ટ્રાફિકને નિયંત્રિત કરીને રેલીને ટેકો આપ્યો હતો. તેઓએ “तिरंगा हमारी शान है — भारत हमारी जान है”, “भारत माता की जय”, “वंदे मातरम्”, “આજે એક વૃક્ષ વાવો, આવતીકાલ બચાવો!”, “હરિયાળું ભારત, સ્વચ્છ ભારત!”, “ટીબી મુક્ત ભારત, સ્વસ્થ ભારત!” જેવા નારા લગાવ્યા હતા. રેલી યાત્રાનું આયોજન આચાર્ય ડૉ. મુકેશ ગોયાણીનાં મર્ગદર્શન હેઠળ એન.સી.સી ઓફિસર પ્રા. ડૉ. અનિલા પિલ્લાઈ, એન.એસ.એસ ઓફિસર પ્રા.ડૉ. પ્રદીપ લેન્કા અને પ્રા. જ્યોતિકા ટેલર સાથે પ્રા. ડૉ. રાગિની પ્રસાદ, પ્રા. શ્રી રાકેશ જસાણી અને પ્રા.કોમલ સોલંકી દ્વારા સફળતાથી પૂર્ણ કરવામાં આવ્યું.