• Beauty Care WorkShop

    “અમરોલી સ્વનિર્ભર કોલેજમાં બ્યુટીકેર વર્કશોપનું આયોજન થયું હતું.” જીવન જ્યોત ટ્રસ્ટ સંચાલિત પ્રો.વી.બી.શાહ ઇન્સ્ટિટયૂટ ઓફ મેનેજમેન્ટ, આર.વી.પટેલ કોલેજ ઓફ કોમર્સ (અંગ્રેજી માધ્યમ) એન્ડ વી.એલ. શાહ કોલેજ ઓફ કોમર્સ (ગુજરાતી માધ્યમ) તેમજ સુટેક્ષ બેંક કોલેજ ઓફ કમ્પ્યુટર એપ્લિકેશન એન્ડ સાયન્સ અમરોલીમાં તા. ૩૦ ડિસેમ્બર થી ૦૪ જાન્યુઆરી ૨૦૨૪ દરમ્યાન ઓલ ઇન્ડિયા વુમન્સ ઓર્ગેનઇઝેશન “શક્તિમંચ” દ્વારા બ્યુટીકેર વર્ક શોપનું આયોજન કરવામાં આવેલ હતું. શક્તિમંચ ગુજરાત દ્વારા ભારત ભરમાં મહિલા વિકાસના કાર્ય કરે છે. કોલેજની વિદ્યાર્થીની (બહેનો)ને આત્મનિર્ભર બનવા/સ્વરોજગાર મળી રહે એ હેતુ માટે બ્યુટીકેર વર્કશોપનું આયોજન કરવામાં આવેલ હતું. શક્તિમંચનાં શ્રી કૌશિક ઠક્કર (ગુજરાત હેડ) અને સુષ્મા પાટીલ દ્વારા કોલેજની ૪૨ જેટલી વિદ્યાર્થીની (બહેનો) ને વર્કશોપમાં વિવિધ પ્રકારનાં કોર્ષ જેવા કે, બ્રાઈડલ મેક-અપ (એચ.ડી.), એન્ડવાસ વેક્સ, ન્યુ એન્ડવાસ હેર કટીંગ, ન્યુ પેટન સાડી સ્ટાઈલ, આઇબ્રો, એન્ડવાસ હેર સ્પા, એન્ડવાસ મશીનરી નોલેજ, હેર ટ્રીટમેન્ટ હોમમેડ, ફેશ ટ્રીટમેન્ટ હોમમેડ, ગરબાના સ્ટેપ, ફેસીયલ, ચોકલેટ મેકિંગ વગેરે શીખવવામાં આવ્યું હતું. વર્કશોપ આયોજન આચાર્ય ડૉ. મુકેશભાઈ ગોયાણીના માર્ગદર્શન હેઠળ પ્રા. ડૉ. હેમાદ્રી ટીકાવાલાએ કર્યું હતું.

  • ZEAL 2025

    On January 11, 2025, ZEAL 2025, a vibrant intercollegiate fest, was successfully organized by the Jivan Jyot Trust under the banner of Prof. V.B. Shah Institute of Management, R.V. Patel College of Commerce (English Medium), V.L. Shah College of Commerce (Gujarati Medium), and Sutex Bank College of Computer Application & Science, Amroli, Surat. With the tagline "Explore Your Limit..." and the theme "Where Tradition Meets Innovation", the fest offered a dynamic platform for students to showcase their talent, creativity, and intellect. The event featured a diverse array of competitions including Brand Quest, Squid Game, Recruitment Rush, Reel Making, Fashion Fusion, The Book Time, Check Mate, Murder Mystery, Financial Foresight, Vocal Vibes of 90’s, Quiz Mania, and Minute to Win It. Each event was thoughtfully curated to challenge and engage participants in fun and meaningful ways. The program commenced at 8:00 AM with around 700 + enthusiastic participation from various colleges. The event was graced by the presence of Shri Bharatbhai Shah (President), Dr. Mukesh R. Goyani (Principal), along with coordinators and student volunteers who ensured smooth execution. Overall, ZEAL 2025 was a grand success, fostering learning, networking, and celebration of student excellence.

  • Voyage-2025

    સ્વનિર્ભર અમરોલી કોલેજમાં મેનેજમેન્ટ ઈવેન્ટ  “Zeal & Voyage - 2025” નું આયોજન જીવન જ્યોત ટ્રસ્ટ સંચાલિત પ્રો. વી.બી. શાહ ઇન્સ્ટીટયુટ ઓફ મેનેજમેન્ટ, આર. વી. પટેલ કોલેજ ઓફ કોમર્સ, વી.એલ.શાહ કોલેજ ઓફ કોમર્સ, સુટેક્ષ બેંક કોલેજ ઓફ કમ્પ્યુટર એપ્લીકેશનસ એન્ડ સાયન્સ અમરોલીમાં તા.૧૧-૦૧-૨૦૨૫નાં રોજ બી.બી.એ અને બી.કોમ.ની ઇવેન્ટ Zeal & Voyage – 2025 નું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં ૧૩ મેનેજમેન્ટ ગેઈમ્સ જેવી કે Brand Quest, Reel Making, Check Mate, Vocal Vibes of 90’s, Squid Game, Fashion Fusion, Murder Mystery, Quiz Mania, Recruitment Rush, The Book Time, Financial Foresight, Minute to Win it રાખવામાં આવી હતી. Zeal & Voyageમાં યુનિવર્સીટી સંલગ્ન ૪૫ થી વધુ કોલેજોમાંથી 624 થી વધુ વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ઇવેન્ટમાં ભાગ લીધો હતો. કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે Shri Satishbhai Maniya (Chairman & MD, Shish Group), Dr. Manish Vagela (CEO Just Abroad), Shri S.K.Singh (Sr. Director and Head Bureau of Indian Standards), Shri Naveentbhai Gopani (CEO, Aviate), Shri Ashish Sindhv (Founder – Perfect Click), Shri Dishant Babariya (Founder – Perfect Click), જીવન જયોત ટ્રસ્ટનાં મંત્રીશ્રી અશ્વિનભાઈ પટેલ, ટ્રસ્ટી કાંતિભાઈ શાહ જે.ઝેડ.શાહ કોલેજનાં આચાર્ય સેજલ દેસાઈ, છાપરાભાઠ્ઠાનાં સ્કુલનાં આચાર્ય શ્રી અંજનીબેન જાની અને દિલીપભાઈ પરમાર તેમજ અમરોલી કેમ્પસ સ્કૂલનાં આચાર્ય કેયુર શાહ હાજર રહી વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધાર્યો હતો. સમગ્ર કાર્યક્રમનું આયોજન કોલેજનાં આચાર્ય ડૉ. મુકેશભાઈ ગોયાણી માર્ગદર્શન હેઠળ બી.બી.એનાં કો-ઓર્ડિનેટર ડૉ. સ્વાતી મહેતા અને ડૉ. નિલેશ પટેલ, બી.કોમનાં કો-ઓર્ડિનેટર પ્રા. ભરત બસરાણી તેમજ કોલેજનો સ્ટાફ સભ્યો તથા બી.બી.એ. નાં વિદ્યાર્થીઓ (સ્વયમંસેવકો) દ્વારા સફળતા પૂર્વક કરવામાં આવ્યું હતું. વિજેતા વિધાર્થીઓને ટ્રોફી અને સર્ટીફિકેટ તેમજ દરેક સ્પર્ધાકોને ઈ- સર્ટીફિકેટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.સ્વનિર્ભર અમરોલી કોલેજમાં મેનેજમેન્ટ ઈવેન્ટ  “Zeal & Voyage - 2025” નું આયોજન જીવન જ્યોત ટ્રસ્ટ સંચાલિત પ્રો. વી.બી. શાહ ઇન્સ્ટીટયુટ ઓફ મેનેજમેન્ટ, આર. વી. પટેલ કોલેજ ઓફ કોમર્સ, વી.એલ.શાહ કોલેજ ઓફ કોમર્સ, સુટેક્ષ બેંક કોલેજ ઓફ કમ્પ્યુટર એપ્લીકેશનસ એન્ડ સાયન્સ અમરોલીમાં તા.૧૧-૦૧-૨૦૨૫નાં રોજ બી.બી.એ અને બી.કોમ.ની ઇવેન્ટ Zeal & Voyage – 2025 નું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં ૧૩ મેનેજમેન્ટ ગેઈમ્સ જેવી કે Brand Quest, Reel Making, Check Mate, Vocal Vibes of 90’s, Squid Game, Fashion Fusion, Murder Mystery, Quiz Mania, Recruitment Rush, The Book Time, Financial Foresight, Minute to Win it રાખવામાં આવી હતી. Zeal & Voyageમાં યુનિવર્સીટી સંલગ્ન ૪૫ થી વધુ કોલેજોમાંથી ૮૬૬ થી વધુ વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ઇવેન્ટમાં ભાગ લીધો હતો. કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે Shri Satishbhai Maniya (Chairman & MD, Shish Group), Dr. Manish Vagela (CEO Just Abroad), Shri S.K.Singh (Sr. Director and Head Bureau of Indian Standards), Shri Naveentbhai Gopani (CEO, Aviate), Shri Ashish Sindhv (Founder – Perfect Click), Shri Dishant Babariya (Founder – Perfect Click), જીવન જયોત ટ્રસ્ટનાં મંત્રીશ્રી અશ્વિનભાઈ પટેલ, ટ્રસ્ટી કાંતિભાઈ શાહ જે.ઝેડ.શાહ કોલેજનાં આચાર્ય સેજલ દેસાઈ, છાપરાભાઠ્ઠાનાં સ્કુલનાં આચાર્ય શ્રી અંજનીબેન જાની અને દિલીપભાઈ પરમાર તેમજ અમરોલી કેમ્પસ સ્કૂલનાં આચાર્ય કેયુર શાહ હાજર રહી વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધાર્યો હતો. સમગ્ર કાર્યક્રમનું આયોજન કોલેજનાં આચાર્ય ડૉ. મુકેશભાઈ ગોયાણી માર્ગદર્શન હેઠળ બી.બી.એનાં કો-ઓર્ડિનેટર ડૉ. સ્વાતી મહેતા અને ડૉ. નિલેશ પટેલ, બી.કોમનાં કો-ઓર્ડિનેટર પ્રા. ભરત બસરાણી તેમજ કોલેજનો સ્ટાફ સભ્યો તથા બી.બી.એ. નાં વિદ્યાર્થીઓ (સ્વયમંસેવકો) દ્વારા સફળતા પૂર્વક કરવામાં આવ્યું હતું. વિજેતા વિધાર્થીઓને ટ્રોફી અને સર્ટીફિકેટ તેમજ દરેક સ્પર્ધાકોને ઈ- સર્ટીફિકેટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.

  • Picnic 2025- BBA Stream

    The B.B.A stream organized a picnic on 27th January 2025, which saw enthusiastic participation from 109 students and faculty. The scenic location offered a refreshing break with diverse activities. Attendees enjoyed boating, rafting, and thrilling zip lining across the river. The presence of tree house structures provided unique gathering spots. On the riverbank, groups socialized, dined, and enjoyed musical entertainment. Transportation was facilitated by a van, and catering arrangements were in place. The picnic fostered camaraderie and provided a memorable and enjoyable experience for all participants, effectively achieving its aim of promoting community outside the academic setting.

  • Prize Distribution 07-02-2025

    " અમરોલી (બી.બી.એ., બી.સી.એ., બી.કોમ., બી.એસસી. ડેટા સાયન્સ) સેલ્ફ ફાયનાન્સ કોલેજનાં શૈક્ષણિક પ્રતિભાશાળી અને ઉલ્લેખ સિદ્ધિ હાંસલ કરનાર વિદ્યાર્થીઓનો ઈનામ વિતરણ કાર્યક્રમ યોજાયો" જીવન જ્યોત ટ્રસ્ટ સંચાલિત પ્રો.વી.બી.શાહ ઇન્સ્ટિટયૂટ ઓફ મેનેજમેન્ટ, આર.વી.પટેલ કોલેજ ઓફ કોમર્સ (અંગ્રેજી માધ્યમ) એન્ડ વી.એલ. શાહ કોલેજ ઓફ કોમર્સ (ગુજરાતી માધ્યમ) તેમજ સુટેક્ષ બેંક કોલેજ ઓફ કમ્પ્યુટર એપ્લિકેશન એન્ડ સાયન્સ અમરોલી એફ.વાય., એસ.વાય. બી.સી.એ., બી.બી.એ., બી.કોમ., બી.સી.એ. વિન્ટર, બીએસ.સી. ડેટા સાઈન્સમાં શૈક્ષણિક પ્રતિભાશાળી અને ઉલ્લેખ સિદ્ધિ હાંસલ કરનાર તેમજ યુનિવર્સિટી ક્ક્ષાએ વિષયમાં પ્રથમ આવનાર વિદ્યાર્થીઓનો ઈનામ વિતરણ કાર્યક્રમ કોલેજ કેમ્પસમાં તા. ૦૭-૦૨-૨૦૨૫નાં રોજ યોજાયો હતો. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય, સ્વાગત નૃત્ય અને પ્રાર્થનાથી કરવામાં આવી હતી. આ પ્રસંગે મુખ્ય મહેમાનશ્રી તરીકે શ્રી પરેશભાઈ લાખાણી (ટ્રસ્ટીશ્રી તપોવન ગ્રુપ ઓફ સ્કુલ) અને શ્રી ભાવેશભાઈ ઘેલાણી (Principal – Risen Modern School) (Educationalist, Thinker & Social Leader), તેમજ જીવન જ્યોત ટ્રસ્ટના પ્રમુખશ્રી ભરતભાઈ શાહ, ઉપપ્રમુખશ્રી ભાનુભાઈ શાહ, સેક્રેટરીશ્રી અશ્વિન પટેલ તેમજ છાપરાભાઠ્ઠા શાળાના આચાર્ય શ્રી દિલીપભાઈ પરમાર, અંજલીબેન જાની હાજર રહી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા. આચાર્ય ડૉ. મુકેશ આર. ગોયાણીએ મહેમાનોનું પુષ્પગુચ્છથી સ્વાગત કરી મહેમાનો પરિચય આપ્યો હતો. ઇનામ વિતરણ કાર્યક્રમને ઉપલક્ષીને શ્રી પરેશભાઈ લાખાણી તેમજ શ્રી ભાવેશભાઈ ઘેલાનીએ પ્રાસંગિક પ્રવચન આપ્યું હતું. તેમજ ૧૩૦ જેટલા તેજસ્વી વિદ્યાર્થીઓને ઈનામ આપી પ્રોત્સાહિત કર્યા હતા. સમગ્ર કાર્યક્રમ દરમ્યાન આચાર્યશ્રીનાં માર્ગદર્શન હેઠળ બી.કોમ.,બી.સી.એ., બી.બી.એ., બીએસ.સી. ડેટાનાં કૉ-ઓર્ડીનેટર તથા કોલેજના અધ્યાપકો અને વહીવટી સ્ટાફ હાજર રહી કાર્યક્રમની શોભા વધારી હતી. સમગ્ર કાર્યક્રમનુ સંચાલન કોલેજના આચાર્ય ડૉ.મુકેશ આર. ગોયાણીના માર્ગદર્શન હેઠળ પ્રા. ડૉ. હેમાદ્રી ટીકાવાલા, પ્રા. રાકેશ પટેલ અને પ્રા. ટ્વીનકલ પંચાલ દ્વારા સંચાલન કરવામાં આવ્યું હતું.

  • PRIZE DISTRIBUTION

    સુરતની સરસ્વતી શૈક્ષણિક સંકુલ ખાતે દ્વિતીય વર્ષના વિદ્યાર્થીઓ માટે ઇનામ વિતરણ સમારોહ યોજાયો અમરોલી, સુરત: તારીખ ૭મી ફેબ્રુઆરી, ૨૦૨૫ ના રોજ સવારે ૧૦:૩૦ કલાકે અમરોલી સ્થિત સરસ્વતી શૈક્ષણિક સંકુલ ખાતે પ્રથમ અને બીજા વર્ષના બી.બી.એ., બી.કોમ.(ઇએમ અને જીએમ), બી.સી.એ.(રેગ્યુલર અને વિન્ટર) અને બી.એસસી. (ડી.એસએ.)ના વિદ્યાર્થીઓ માટે ઇનામ વિતરણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ જીવન જ્યોત ટ્રસ્ટ દ્વારા સંચાલિત પ્રો. વી. બી. શાહ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ, આર. વી. પટેલ કોલેજ ઓફ કોમર્સ (અંગ્રેજી), અને વી. એલ. શાહ કોલેજ ઓફ કોમર્સ (ગુજ) અને સૂટેક્ષ બેંક કોલેજ ઓફ કોમ્પ્યુટર એપ્લિકેશન્સ એન્ડ સાયન્સ દ્વારા આયોજિત કરવામાં આવ્યો હતો, જે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સાથે સંલગ્ન છે. આ સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે તપોવન ગ્રુપ ઓફ સ્કૂલ્સના ટ્રસ્ટી શ્રી પરેશ લખાણી ઉપસ્થિત રહ્યા હતા, જ્યારે અતિથિ વિશેષ તરીકે પ્રિન્સિપલ - રાઈઝન મોર્ડન સ્કૂલના શ્રી ભાવેશ ઘેલાણીએ હાજરી આપી હતી. જીવન જ્યોત ટ્રસ્ટના પ્રમુખ શ્રી ભરતભાઈ વી. શાહ અને કોલેજના પ્રિન્સિપલ ડૉ. મુકેશ આર. ગોયાણી પણ આ પ્રસંગે હાજર રહ્યા હતા. આ ઇનામ વિતરણ સમારોહમાં પ્રથમ અને બીજા વર્ષના આશરે ૧૮૦ જેટલા વિદ્યાર્થીઓને તેમની શૈક્ષણિક અને અન્ય સિદ્ધિઓ બદલ પુરસ્કૃત કરવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો અને તેમની સફળતાઓ માટે તેઓને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. આ કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો અને વિદ્યાર્થીઓ તથા તેમના વાલીઓએ આ પહેલને બિરદાવી હતી.