જીવન જ્યોત ટ્રસ્ટ સંચાલિત પ્રોફેસર વી. બી શાહ ઇન્સ્ટિટયૂટ ઓફ મેનેજમેન્ટ, આર. વી પટેલ કોલેજ ઓફ કોમર્સ, વી. એલ.શાહ કોલેજ ઓફ કોમર્સ તેમજ સુટેક્ષ બેંક કોલેજ ઓફ કમ્પ્યુટર એપ્લિકેશન એન્ડ સાયન્સ અમરોલીમાં તારીખ ૩જાન્યુઆરી, ૨૦૨૫ થી ૬ જાન્યુઆરી,૨૦૨૫ દરમિયાન રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ અંતર્ગત કમિશનર શ્રી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ કચેરી તથા જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ કચેરી સુરત દ્વારા આયોજિત ઝોન કક્ષા સાહસિક પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવા શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. સાહસિક પ્રવૃત્તિના ભાગરૂપે તારીખ ૩ જાન્યુઆરી,૨૦૨૫ ના રોજ કોલેજ તથા રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ કચેરી દ્વારા હથગઢ(મહારાષ્ટ્ર) તથા સાપુતારા ખાતે કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ ઉપરાંત એન.એસ.એસ અને એન.સી.સી મળી કુલ ૧૦૭ વિદ્યાર્થીઓએ ટ્રેકિંગ કર્યું હતું. તેમજ તારીખ ૪ જાન્યુઆરી,૨૦૨૫ ના રોજ કોલેજ કેમ્પસમાં ફાયર વિભાગ અમરોલી દ્વારા ફાયર સેફ્ટી ડેમોસ્ટ્રેશનનું આયોજન થયું હતું. જેમાં આગ લાગે ત્યારે કયા સાવચેતીના પગલાં લેવા તેમજ કયા ફાયર સાધનોનો ઉપયોગ કેવી રીતે અને કઈ આગ બુજાવવા માટે કરવો તે બાબતે વિદ્યાર્થીઓને માહિતગાર કરવામાં આવ્યા. આ કાર્યક્રમ દરમિયાન ૧૦૮ એમ્બ્યુલન્સના કર્મચારી તેમજ રમતગમત યુવાનને સાંસ્કૃતિક વિભાગ અધિકારી શ્રીમતી રાધિકા લાઠીયા હાજર રહ્યા હતા. સાયબર સિક્યુરિટી કાર્યક્રમ અંતર્ગત સુરત શહેરના (ડી.એસ.પી) શ્રી હેતલ પટેલ હાજર રહી વિદ્યાર્થીઓને સળગતા પ્રશ્નો અને ઉકેલ વિશે માહિતગાર કર્યા તેમજ મોબાઇલ તથા સોશિયલ મીડિયા સંબંધિત સમસ્યાઓથી અવગત કર્યા. સમગ્ર કાર્યક્રમ કોલેજના આચાર્ય શ્રી ડોક્ટર મુકેશ ગોયાણીના માર્ગદર્શન હેઠળ એન.એસ.એસ પ્રોગ્રામ ઓફિસર ડોક્ટર પ્રદીપ કુમાર લેનકા તથા પ્રોફેસર જ્યોતિકા ટેલર દ્વારા સફળતાપૂર્વક યોજાયો.
NSS Committee
Events
Calendar of Events
|
Monday
|
Tuesday
|
Wednesday
|
Thursday
|
Friday
|
Saturday
|
Sunday
|
|---|---|---|---|---|---|---|
|
0 events,
|
0 events,
|
0 events,
|
0 events,
|
1 event, |
0 events,
|
0 events,
|
|
0 events,
|
0 events,
|
0 events,
|
0 events,
|
0 events,
|
0 events,
|
0 events,
|
|
0 events,
|
0 events,
|
0 events,
|
1 event,જીવન જ્યોત ટ્રસ્ટ સંચાલિત પ્રોફેસર વી.બી શાહ ઇન્સ્ટિટયૂટ ઓફ મેનેજમેન્ટ, આર.વી પટેલ કોલેજ ઓફ કોમર્સ,વી. એલ શાહ કોલેજ ઓફ કોમર્સ તેમજ સુટેક્ષ બેંક કોલેજ ઓફ કમ્પ્યુટર એપ્લિકેશન એન્ડ સાયન્સ અમરોલીમાં રાષ્ટ્રીય સેવા યોજના તથા રમત ગમત યુવાને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર હેઠળની ગુજરાત રાજ્ય સંગીત એકેડેમી ના આર્થિક સહયોગથી તેમજ નાદ બ્રહ્મ ઇન્સ્ટિટયૂટ ઓફ મ્યુઝિક એન્ડ ઇવેન્ટ મેનેજમેન્ટ સુરત દ્વારા લોક કવિ પદ્મશ્રી દુલાભાચાર્ય કાગ લોક ડાયરો કાર્યક્રમનું આયોજન તારીખ ૧૬-૧-૨૦૨૫ ના કરવામાં આવ્યું હતું. જેમાં મુખ્ય મહેમાન તરીકે કોલેજના આચાર્યશ્રી ડૉ. મુકેશ ગોયાણી તથા સંગીત ક્ષેત્રે જોડાયેલા ડૉ. હેમાંગ વ્યાસ હાજર રહી કાર્યકરન ની શોભા વધારી હતી.સમગ્ર કાર્યક્રમ સંચાલન NSS સ્વયંસેવકો દ્વારા કરવામાં આવ્યું હતું. |
0 events,
|
0 events,
|
0 events,
|
|
0 events,
|
0 events,
|
0 events,
|
0 events,
|
1 event,કોલેજમાં આજરોજ તારીખ 24 જાન્યુઆરી 2025 ના રોજ એન.એસ.એસ વિભાગ તથા અમરોલી પોલીસ સ્ટેશનના સંયુક્ત ઉપક્રમે ટ્રાફિક અવેરનેસ કાર્યક્રમનું આયોજન થયું. આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે પોલીસ સબ ઇન્સ્પેક્ટર કામલીયા અને બી.એ. ભાંભર (હેડ કોન્સ્ટેબલ) તથા અન્ય પોલીસ સ્ટાફ સભ્યો હાજર રહી વિદ્યાર્થીઓને માહિતી આપી હતી જેમાં ટ્રાફિકની સમસ્યા તેને નિવારવાના ઉપાયો, ટ્રાફિક સિગ્નલ્સ, એક જાગૃત નાગરિક તરીકે શું કરવું જોઈએ અને એન.એસ.એસના વિદ્યાર્થીઓનો ટ્રાફિક કંટ્રોલમાં શું ભૂમિકા હોય શકે એ વિશે માર્ગદર્શન અપાયું. ટ્રાફિક સમસ્યામાં એનએસએસના વિદ્યાર્થીઓ સહયોગ કરશે એવી પ્રતિજ્ઞા પણ લેવડાવવામાં આવી. 24 જાન્યુઆરી 1950 ના રોજ વંદે માતરમ ગીતને રાષ્ટ્ર ગીત તરીકે બિરુદ મળવા બદલ કોલેજમાં “વંદે માતરમ ગીત” ગાઈને ઉજવણી કરવામાં આવી. જેમાં 116 NSS વિદ્યાર્થીઓએ ભાગ લીધો. સમગ્ર કાર્યક્રમ કોલેજના પ્રિન્સિપાલ ડો. મુકેશ ગોયાણીના માર્ગદર્શન હેઠળ એન.એસ.એસ પ્રોગ્રામ ઓફિસર જ્યોતિકા ટેલર દ્વારા સંપન્ન થયો. |
1 event,જીવન જ્યોત ટ્રસ્ટ સંચાલિત પ્રો.વી.બી.શાહ ઇન્સ્ટિટયૂટ ઓફ મેનેજમેન્ટ, આર.વી.પટેલ કોલેજ ઓફ કોમર્સ (અંગ્રેજી માધ્યમ) એન્ડ વી.એલ. શાહ કોલેજ ઓફ કોમર્સ (ગુજરાતી માધ્યમ) તેમજ સુટેક્ષ બેંક કોલેજ ઓફ કમ્પ્યુટર એપ્લિકેશન એન્ડ સાયન્સ અમરોલી, લાયન્સ ક્લબ ઓફ સુરત (ઇસ્ટ), સુરત રક્તદાન કેન્દ્ર અને રીસર્ચ સેન્ટર, HDFC બેંક, ફેમીલી ફિઝીશયન એસોસિયેશન (FPA) સુરત, સંતોશ વુમન્સ કેર હોસ્પિટલ અને IVF સેન્ટર અને અમરોલી પોલીસ સ્ટેશનનાં સહયોગ અને સંયુક્ત ઉપક્રમે તા.૨૫-૦૧-૨૦૨૫ નાં રોજ જીવન જ્યોત ટ્રસ્ટ, અમરોલી વ્યવસ્થાપક કમિટીનાં સભ્યશ્રી સ્વ. ડૉ. મહેન્દ્રભાઈ એન.સોલંકીની સ્મરણાર્થ રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સ્વ. ડૉ. મહેન્દ્રભાઈ એન.સોલંકીના સુપુત્ર ડૉ.ભવ્યેશ સોલંકી અને જીવન જ્યોત ટ્રસ્ટના માનંદ મંત્રીશ્રી અશ્વિનભાઈ પટેલે હાજરી આપી હતી. પ્રા.ડો.ચક્ષુ મહેન્દ્રભાઈ સોલંકી દ્વારા દિપ પ્રાગટય કરી રક્તદાન શિબિરની શરૂઆત કરવામાં આવી હતી. ડૉ.ભવ્યેશ સોલંકી, આચાર્યશ્રી, તેમજ કોલેજ ના અધ્યાપકો અને વિદ્યાર્થીઓએ એ રક્તદાન કર્યું. રક્તદાન શિબિરના અંતે કુલ ૬૨ બોટલનું રક્તદાન એકત્ર થયું હતું. તમામ રકતદાતાને સ્મૃતિ ભેટ આપવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમ કોલેજના આચાર્ય ડૉ. મુકેશભાઈ ગોયાણીના માર્ગદર્શન હેઠળ પ્રા. જયોતિકા ટેલર, ડૉ. પ્રદીપકુમાર લેંકા અને શૈક્ષણિક અને બિનશૈક્ષણિક સ્ટાફના સહકારથી સફળતા પૂર્વક યોજી શકાયો હતો. |
1 event,"સ્વનિર્ભર અમરોલી કોલેજમાં ૧૫ ઓગસ્ટ સ્વતંત્રતા દિવસની ઉજવણી" જીવન જીયોત ટ્રસ્ટ અમરોલી સંચાલિત પ્રો.વી.બી.શાહ ઇન્સ્ટીટયુટ ઓફ મેનેજમેન્ટ, આર.વી.પટેલ કોલેજ ઓફ કોમર્સ (અંગ્રેજી માધ્યમ), વી.એલ.શાહ કોલેજ ઓફ કોર્મસ (ગુજરાતી માધ્યમ), સુટેક્ષ બેંક કોલેજ ઓફ કમ્પ્યુટર એપ્લીકેશન એન્ડ સાયન્સ અમરોલી ખાતે ૧૫-૦૮-૨૦૨૪નાં રોજ સ્વતંત્રતા દિવસની ઉજવણી પ્રસંગે મુખ્યઅતિથી તરીકે શ્રી મનસુખભાઈ નારિયા જેઓ એ.વી.પટેલ શાળાનાં પૂર્વ પ્રિન્સિપલ હતા. તેમજ જીવનજ્યોત માનદમંત્રીશ્રી અશ્વિનભાઈ પટેલ, માનદમંત્રી અનુજભાઈ શાહ, ટ્રસ્ટી શ્રી કાંતિભાઈ માલવાડાવાળા, સભ્યશ્રી સ્નેહલભાઈ શાહ, તેમજ કોલેજનાં આચાર્ય, કોલેજનો ટીચિંગ સ્ટાફ તથા કોલેજનો નોન-ટીચિંગ સ્ટાફ હાજર રહ્યા હતા. એન.સી.સી.ની વિદ્યાર્થીઓએ પરેડ કરી મહેમાનોને ધ્વજ વંદન માટે આમંત્રીત કર્યા હતા. એન.સી.સી.ની વિદ્યાર્થીઓને સિટીઓ અનિલા પિલ્લાઈના નેતૃત્વ હેઠળ રેન્ક એનાયત કરવામાં આવેલ હતા. સ્વતંત્રતા પર્વ નિમિત્તે મહેમાનોએ પ્રસંગોચીત ઉદબોધન આપ્યું હતું. શ્રી મનસુખભાઈ નારિયા સાહેબ દ્વારા ધ્વજરોહાણ કરવામાં આવ્યું. સમગ્ર કાર્યક્રમ કોલેજના આચાર્ય ડૉ. મુકેશભાઈ ગોયાણીનાં માર્ગદર્શન હેઠળ એંકર તરીકે કોલેજના સ્પોર્ટ ટીચર/ કોચ ડૉ.પ્રદીપકુમાર લેંકા તેમજ સમગ્ર સ્ટાફગણના સહકારથી સફળતાપૂર્વક સ્વતંત્ર દિવસની ઉજવણી કરી શકાય. અંતે આમંત્રીત મહેમાનોનો, તેમજ હાજર તમામ સ્ટાફ, તેમજ હાજર તમામ વિદ્યાર્થીઓનો આભાર માની કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યો હતો. |
|
0 events,
|
0 events,
|
0 events,
|
0 events,
|
0 events,
|
0 events,
|
0 events,
|