• Republic day

    The guests gave a topical address on the occasion of Republic Day. Flag hoisting was done by Mansukhbhai Naria. Cultural programs were presented by the students to evoke national spirit. The whole program was organized by the principal of the college Under the guidance of Dr.Mukesh Goyani and as an anchor, the Physical Education Faculty of the college and NSS program officer Dr. Pradeep Kumar Lenka and with the cooperation of the entire staff successfully celebrated the Independence Day. Finally, the program was concluded by thanking the guests as well as the NCC PI staff officers , college staff and all the students.On 26 january at 10 o'clock we welcomed the main guest in which C.A Bilki tambakuvala, Mansukhbhai naria was the chief guest Jeevan Jyot Trust Honorary Minister Anuj Bhai Shah, Trustee Kantibhai Malvadawala, Member Snehalbhai Shah, College Principal, College Teaching Staff, Non-Teaching Staff. After that, we all did the flag hoisting. Then we enjoyed the program of cultural.

  • Republic day Celebration

    "સ્વનિર્ભર અમરોલી કોલેજમાં ૧૫ ઓગસ્ટ સ્વતંત્રતા દિવસની ઉજવણી" જીવન જીયોત ટ્રસ્ટ અમરોલી સંચાલિત પ્રો.વી.બી.શાહ ઇન્સ્ટીટયુટ ઓફ મેનેજમેન્ટ, આર.વી.પટેલ કોલેજ ઓફ કોમર્સ (અંગ્રેજી માધ્યમ), વી.એલ.શાહ કોલેજ ઓફ કોર્મસ (ગુજરાતી માધ્યમ), સુટેક્ષ બેંક કોલેજ ઓફ કમ્પ્યુટર એપ્લીકેશન એન્ડ સાયન્સ અમરોલી ખાતે ૧૫-૦૮-૨૦૨૪નાં રોજ સ્વતંત્રતા દિવસની ઉજવણી પ્રસંગે મુખ્યઅતિથી તરીકે શ્રી મનસુખભાઈ નારિયા જેઓ એ.વી.પટેલ શાળાનાં પૂર્વ પ્રિન્સિપલ હતા. તેમજ જીવનજ્યોત માનદમંત્રીશ્રી અશ્વિનભાઈ પટેલ, માનદમંત્રી અનુજભાઈ શાહ, ટ્રસ્ટી શ્રી કાંતિભાઈ માલવાડાવાળા, સભ્યશ્રી સ્નેહલભાઈ શાહ, તેમજ કોલેજનાં આચાર્ય, કોલેજનો ટીચિંગ સ્ટાફ તથા કોલેજનો નોન-ટીચિંગ સ્ટાફ હાજર રહ્યા હતા. એન.સી.સી.ની વિદ્યાર્થીઓએ પરેડ કરી મહેમાનોને ધ્વજ વંદન માટે આમંત્રીત કર્યા હતા. એન.સી.સી.ની વિદ્યાર્થીઓને સિટીઓ અનિલા પિલ્લાઈના નેતૃત્વ હેઠળ રેન્ક એનાયત કરવામાં આવેલ હતા. સ્વતંત્રતા પર્વ નિમિત્તે મહેમાનોએ પ્રસંગોચીત ઉદબોધન આપ્યું હતું. શ્રી મનસુખભાઈ નારિયા સાહેબ દ્વારા ધ્વજરોહાણ કરવામાં આવ્યું. સમગ્ર કાર્યક્રમ કોલેજના આચાર્ય ડૉ. મુકેશભાઈ ગોયાણીનાં માર્ગદર્શન હેઠળ એંકર તરીકે કોલેજના સ્પોર્ટ ટીચર/ કોચ ડૉ.પ્રદીપકુમાર લેંકા તેમજ સમગ્ર સ્ટાફગણના સહકારથી સફળતાપૂર્વક સ્વતંત્ર દિવસની ઉજવણી કરી શકાય. અંતે આમંત્રીત મહેમાનોનો, તેમજ હાજર તમામ સ્ટાફ, તેમજ હાજર તમામ વિદ્યાર્થીઓનો આભાર માની કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યો હતો.

  • Picnic 2025- BBA Stream

    The B.B.A stream organized a picnic on 27th January 2025, which saw enthusiastic participation from 109 students and faculty. The scenic location offered a refreshing break with diverse activities. Attendees enjoyed boating, rafting, and thrilling zip lining across the river. The presence of tree house structures provided unique gathering spots. On the riverbank, groups socialized, dined, and enjoyed musical entertainment. Transportation was facilitated by a van, and catering arrangements were in place. The picnic fostered camaraderie and provided a memorable and enjoyable experience for all participants, effectively achieving its aim of promoting community outside the academic setting.

  • CAMPUS PLACEMENT BY REJOICEHUB LLP

    Rejoicehub llp has offered job opportunity for tybba students of batch 2024-25. Job positions like project manager, business development executive (bde), social media manager were offered and total 9 students have participated and appeared in personal interview. Rehoicehub LLP has selected 4 male students and 3 female students for various job positions. 

  • Campus Placement by “P. P. Savani Chaitanya Vidhya Sankul & E. M. Charitable Trust”

    “P. P. Savani Chaitanya Vidhya Sankul & E. M. Charitable Trust” has offered job opportunity for TYBBA & TYB.Com students of batch 2024-25. Job positions like Telecaller, Marketing Executive, Counsellors, Receptionist / Clerk , Teachers , Personal Assistant were offered by P.P. Savani Sankul and E. M. Charitable Trust offered positions like CSR Executive and CSR Manager. Total 20 students have participated and appeared in personal interview. Company has selected 1 male student and 6 female students for various job positions. 

  • NSS Annual Camp-2025 (Kosad)

    જીવન જ્યોત ટ્રસ્ટ સંચાલિત પ્રોફેસર વી.બી શાહ ઇન્સ્ટિટયૂટ ઓફ મેનેજમેન્ટ, આર.વી પટેલ કોલેજ ઓફ કોમર્સ,વી. એલ શાહ કોલેજ ઓફ કોમર્સ તેમજ સુટેક્ષ બેંક કોલેજ ઓફ કમ્પ્યુટર એપ્લિકેશન એન્ડ સાયન્સ અમરોલીમાં રાષ્ટ્રીય સેવા યોજના અંતર્ગત વાર્ષિક શિબિર-૨૦૨૫ નું આયોજન શાહ ગંગાબેન ઉદેરામ માધ્યમિક શાળા,કોસાડ ખાતે તારીખ ૫ ફેબ્રુઆરી,૨૦૨૫ થી ૧૧ ફેબ્રુઆરી,૨૦૨૫ દરમિયાન કરવામાં આવ્યું. ઉદ્ઘાટન સત્રમાં મુખ્ય મહેમાન તરીકે ડોક્ટર પરેશ જોશી (પ્રોફેસર ડિપાર્ટમેન્ટ ઓફ ઇંગ્લિશ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી), શ્રી અશ્વિનભાઈ પટેલ (મંત્રી જીવન જ્યોત ટ્રસ્ટ) તથા શ્રી વિપુલસિંહ મહિડા (શાળાના આચાર્ય) હાજર રહ્યા. “એક સારા કાર્યની તીવ્ર ઝંખના એ જ સાચી રાષ્ટ્રીય સેવા યોજના” - ડો. પરેશ જોષી દ્વારા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા. આ ખાસ શિબિરમાં એક મુઠ્ઠી અનાજ , મતદાન જાગૃતિ, મતદાન યાદી સુધારણા જેવા સામાજિક વિષયો પર પ્રવૃત્તિ યોજનાર છે. આ શિબિરમાં કુલ ૧૦૭ વિદ્યાર્થીઓએ ભોગ લીધો. સમગ્ર કાર્યક્રમ કોલેજના પ્રિન્સિપલ ડો. મુકેશ ગોયાણીના માર્ગદર્શન હેઠળ રાષ્ટ્રીય સેવા યોજનાના સ્વયંસેવકો તથા પ્રોગ્રામ ઓફિસર ડો. પ્રદીપ લેન્કા તથા પ્રો. જયોતિકા ટેલર દ્વારા સફળતાપૂર્વક પૂર્ણ થયો. 

  • DATA ANALYSIS SEMINAR

    જીવન જ્યોત ટ્રસ્ટ સંચાલિત પ્રો. વી. બી. શાહ ઇન્સ્ટિટયૂટ ઓફ મેનેજમેન્ટ, આર. વી. પટેલ કોલેજ ઓફ કોમર્સ (અંગ્રેજી માધ્યમ), વી. એલ. શાહ કોલેજ ઓફ કોમર્સ (ગુજરાતી માધ્યમ) તેમજ સુટેક્ષ બેંક કોલેજ ઓફ કમ્પ્યુટર એપ્લિકેશન એન્ડ સાયન્સ અમરોલીમાં તા. ૬ ફેબ્રુઆરીનાં રોજ ડેટા એનાલિસીસ માટેનો સેમિનાર યોજાયો હતો. સેમિનારનો મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીઓમાં સંશોધનરૂપી (ડેટા એનાલિસીસ) જ્ઞાન વધારવાનું હતો. સેમિનારના મુખ્ય વક્તા તરીકે ડો. ભાવેશ વાનપરીયા (ડીપાર્ટમેન્ટ ઓફ એચ.આર.ડી., નર્મદ યુનિવર્સીટી) ઉપસ્થિત રહ્યા હતા. ડો.ભાવેશ વાનપરીયાએ સંશોધનરૂપી(ડેટા એનાલિસીસ) જ્ઞાન અને મેનેજમેન્ટ સેક્ટરમાં તેમનું મહત્વ પણ સમજાવ્યું હતું. સેમિનારમાં બી.બી.એ.નાં કુલ ૧૦૦ વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર સેમીનારમાં ભાગ લઇ મેનેજમેન્ટ રિસર્ચ સોફટવેરનું જ્ઞાન મેળવ્યું હતું. સેમિનારનું આયોજન કોલેજનાં આચાર્ય ડો. મૂકેશ ગોયાણીના નેતૃત્વમાં બી.બી.એ. કો- ઓર્ડીનેટર પ્રા. ડો. સ્વાતિ મહેતા, પ્રા. ડો.નિલેશ પટેલ તેમજ સોયબ જિંદાની દ્વારા સફળતાપૂર્વક સંચાલન કરવામાં આવ્યું હતું.

  • Prize Distribution 07-02-2025

    " અમરોલી (બી.બી.એ., બી.સી.એ., બી.કોમ., બી.એસસી. ડેટા સાયન્સ) સેલ્ફ ફાયનાન્સ કોલેજનાં શૈક્ષણિક પ્રતિભાશાળી અને ઉલ્લેખ સિદ્ધિ હાંસલ કરનાર વિદ્યાર્થીઓનો ઈનામ વિતરણ કાર્યક્રમ યોજાયો" જીવન જ્યોત ટ્રસ્ટ સંચાલિત પ્રો.વી.બી.શાહ ઇન્સ્ટિટયૂટ ઓફ મેનેજમેન્ટ, આર.વી.પટેલ કોલેજ ઓફ કોમર્સ (અંગ્રેજી માધ્યમ) એન્ડ વી.એલ. શાહ કોલેજ ઓફ કોમર્સ (ગુજરાતી માધ્યમ) તેમજ સુટેક્ષ બેંક કોલેજ ઓફ કમ્પ્યુટર એપ્લિકેશન એન્ડ સાયન્સ અમરોલી એફ.વાય., એસ.વાય. બી.સી.એ., બી.બી.એ., બી.કોમ., બી.સી.એ. વિન્ટર, બીએસ.સી. ડેટા સાઈન્સમાં શૈક્ષણિક પ્રતિભાશાળી અને ઉલ્લેખ સિદ્ધિ હાંસલ કરનાર તેમજ યુનિવર્સિટી ક્ક્ષાએ વિષયમાં પ્રથમ આવનાર વિદ્યાર્થીઓનો ઈનામ વિતરણ કાર્યક્રમ કોલેજ કેમ્પસમાં તા. ૦૭-૦૨-૨૦૨૫નાં રોજ યોજાયો હતો. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય, સ્વાગત નૃત્ય અને પ્રાર્થનાથી કરવામાં આવી હતી. આ પ્રસંગે મુખ્ય મહેમાનશ્રી તરીકે શ્રી પરેશભાઈ લાખાણી (ટ્રસ્ટીશ્રી તપોવન ગ્રુપ ઓફ સ્કુલ) અને શ્રી ભાવેશભાઈ ઘેલાણી (Principal – Risen Modern School) (Educationalist, Thinker & Social Leader), તેમજ જીવન જ્યોત ટ્રસ્ટના પ્રમુખશ્રી ભરતભાઈ શાહ, ઉપપ્રમુખશ્રી ભાનુભાઈ શાહ, સેક્રેટરીશ્રી અશ્વિન પટેલ તેમજ છાપરાભાઠ્ઠા શાળાના આચાર્ય શ્રી દિલીપભાઈ પરમાર, અંજલીબેન જાની હાજર રહી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા. આચાર્ય ડૉ. મુકેશ આર. ગોયાણીએ મહેમાનોનું પુષ્પગુચ્છથી સ્વાગત કરી મહેમાનો પરિચય આપ્યો હતો. ઇનામ વિતરણ કાર્યક્રમને ઉપલક્ષીને શ્રી પરેશભાઈ લાખાણી તેમજ શ્રી ભાવેશભાઈ ઘેલાનીએ પ્રાસંગિક પ્રવચન આપ્યું હતું. તેમજ ૧૩૦ જેટલા તેજસ્વી વિદ્યાર્થીઓને ઈનામ આપી પ્રોત્સાહિત કર્યા હતા. સમગ્ર કાર્યક્રમ દરમ્યાન આચાર્યશ્રીનાં માર્ગદર્શન હેઠળ બી.કોમ.,બી.સી.એ., બી.બી.એ., બીએસ.સી. ડેટાનાં કૉ-ઓર્ડીનેટર તથા કોલેજના અધ્યાપકો અને વહીવટી સ્ટાફ હાજર રહી કાર્યક્રમની શોભા વધારી હતી. સમગ્ર કાર્યક્રમનુ સંચાલન કોલેજના આચાર્ય ડૉ.મુકેશ આર. ગોયાણીના માર્ગદર્શન હેઠળ પ્રા. ડૉ. હેમાદ્રી ટીકાવાલા, પ્રા. રાકેશ પટેલ અને પ્રા. ટ્વીનકલ પંચાલ દ્વારા સંચાલન કરવામાં આવ્યું હતું.

  • PRIZE DISTRIBUTION

    સુરતની સરસ્વતી શૈક્ષણિક સંકુલ ખાતે દ્વિતીય વર્ષના વિદ્યાર્થીઓ માટે ઇનામ વિતરણ સમારોહ યોજાયો અમરોલી, સુરત: તારીખ ૭મી ફેબ્રુઆરી, ૨૦૨૫ ના રોજ સવારે ૧૦:૩૦ કલાકે અમરોલી સ્થિત સરસ્વતી શૈક્ષણિક સંકુલ ખાતે પ્રથમ અને બીજા વર્ષના બી.બી.એ., બી.કોમ.(ઇએમ અને જીએમ), બી.સી.એ.(રેગ્યુલર અને વિન્ટર) અને બી.એસસી. (ડી.એસએ.)ના વિદ્યાર્થીઓ માટે ઇનામ વિતરણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ જીવન જ્યોત ટ્રસ્ટ દ્વારા સંચાલિત પ્રો. વી. બી. શાહ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ, આર. વી. પટેલ કોલેજ ઓફ કોમર્સ (અંગ્રેજી), અને વી. એલ. શાહ કોલેજ ઓફ કોમર્સ (ગુજ) અને સૂટેક્ષ બેંક કોલેજ ઓફ કોમ્પ્યુટર એપ્લિકેશન્સ એન્ડ સાયન્સ દ્વારા આયોજિત કરવામાં આવ્યો હતો, જે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સાથે સંલગ્ન છે. આ સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે તપોવન ગ્રુપ ઓફ સ્કૂલ્સના ટ્રસ્ટી શ્રી પરેશ લખાણી ઉપસ્થિત રહ્યા હતા, જ્યારે અતિથિ વિશેષ તરીકે પ્રિન્સિપલ - રાઈઝન મોર્ડન સ્કૂલના શ્રી ભાવેશ ઘેલાણીએ હાજરી આપી હતી. જીવન જ્યોત ટ્રસ્ટના પ્રમુખ શ્રી ભરતભાઈ વી. શાહ અને કોલેજના પ્રિન્સિપલ ડૉ. મુકેશ આર. ગોયાણી પણ આ પ્રસંગે હાજર રહ્યા હતા. આ ઇનામ વિતરણ સમારોહમાં પ્રથમ અને બીજા વર્ષના આશરે ૧૮૦ જેટલા વિદ્યાર્થીઓને તેમની શૈક્ષણિક અને અન્ય સિદ્ધિઓ બદલ પુરસ્કૃત કરવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો અને તેમની સફળતાઓ માટે તેઓને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. આ કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો અને વિદ્યાર્થીઓ તથા તેમના વાલીઓએ આ પહેલને બિરદાવી હતી.

  • MOBILE PHOTOGRAPHY SEMINAR

    તારીખ ૮મી ફેબ્રુઆરી, ૨૦૨૫ ના રોજ સવારે ૯:૦૦ કલાકે અમરોલી કેમ્પસના ૬૧ નંબરના ક્લાસરૂમમાં મોબાઇલ ફોટોગ્રાફી અને વિડિયોગ્રાફી પર એક માહિતીપ્રદ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેમિનારનું આયોજન જીવન જ્યોત ટ્રસ્ટ સંચાલિત પ્રો.વી.બી.શાહ ઇન્સ્ટિટયૂટ ઓફ મેનેજમેન્ટ, આર.વી.પટેલ કોલેજ ઓફ કોમર્સ (અંગ્રેજી માધ્યમ) એન્ડ વી.એલ. શાહ કોલેજ ઓફ કોમર્સ (ગુજરાતી માધ્યમ) તેમજ સુટેક્ષ બેંક કોલેજ ઓફ કમ્પ્યુટર એપ્લિકેશન એન્ડ સાયન્સ અમરોલી એફ.વાય., એસ.વાય. બી.સી.એ., બી.બી.એ., બી.કોમ., બી.સી.એ. વિન્ટર, બીએસ.સી. ડેટા સાઈન્સ દ્વારા કરવામાં આવ્યું હતું. "પરફેક્ટ ક્લિક ફોટોગ્રાફી લર્નિંગ ઇન્સ્ટિટ્યૂટ" દ્વારા આયોજિત આ સેમિનારમાં શ્રી આશિષ સિંધવ (ફાઉન્ડર ઓફ પરફેક્ટ ક્લિક, જેમની પાસે ફોટોગ્રાફી અને ફિલ્મ મેકિંગમાં ૧૬+ વર્ષનો અનુભવ છે) અને શ્રી દિશાંત બબરિયા (કો-ફાઉન્ડર) એ મોબાઇલ ફોટોગ્રાફી અને વિડિયોગ્રાફીના વિવિધ પાસાઓ પર માર્ગદર્શન આપ્યું હતું. આ સેમિનારમાં વિદ્યાર્થીઓને મોબાઇલ સેન્સરને સમજવા, કેમેરા મોડ્સ, ફ્રેમ રેટ, રેકોર્ડિંગ ફોર્મેટ, ફોટોગ્રાફી સાઈઝ ફોર્મેટ, ફોટો એંગલ્સ, વિઝ્યુલાઇઝેશન અને કમ્પોઝિશન, સીન્સ, ફિલ્ટર્સ અને મોબાઇલ એક્સેસરીઝ જેવા મહત્વના વિષયો વિશે જાણકારી આપવામાં આવી હતી. ફોટોગ્રાફીમાં રસ ધરાવતા આશરે ૮૦ જેટલા વિદ્યાર્થીઓએ આ તકનો લાભ લીધો હતો અને નિષ્ણાતો પાસેથી જ્ઞાન મેળવ્યું હતું. વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક પ્રશ્નો પૂછીને પોતાની જિજ્ઞાસા સંતોષી હતી. આ સેમિનાર વિદ્યાર્થીઓ માટે એક ઉત્તમ તક સાબિત થયો હતો, જેના દ્વારા તેઓ મોબાઇલ ફોટોગ્રાફી અને વિડિયોગ્રાફીની મૂળભૂત બાબતોને સરળતાથી સમજી શક્યા હતા.

  • Amroli Got Talent

    અમરોલી સ્વનિર્ભર કોલેજમાં “Amroli Got Talent” નું આયોજન થયું હતું. જીવન જ્યોત ટ્રસ્ટ સંચાલિત પ્રો.વી.બી.શાહ ઇન્સ્ટીટયુટ ઓફ મેનેજમેન્ટ, આર. વી. પટેલ કોલેજ ઓફ કોમર્સ, વી.એલ.શાહ કોલેજ ઓફ કોમર્સ, સુટેક્ષ બેંક કોલેજ ઓફ કમ્પ્યુટર એપ્લીકેશનસ એન્ડ સાયન્સ અમરોલીમાં તા.૧૪-૦૨-૨૦૨૫ નાં રોજ કોલેજ અને 94.3 MY F.M. દ્વારા સંયુક્ત રીતે “Amroli Got Talent” નું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં ૨૫ વિદ્યાર્થીઓએ પોતાનો ટેલેન્ટ બતાવ્યું હતું. જેમાં 94.3 MY F.M. દ્વારા શ્રેષ્ઠ ટેલેન્ટ ધરાવતા વિદ્યાર્થીઓની પસંદગી કરવામાં આવી હતી. પ્રથમ ક્રમે F.Y.B.Com (sem-2) ની વિદ્યાર્થીની ગુપ્તા પરી સંજયકુમાર, દ્વિતીય ક્રમે F.Y.B.Com (Sem-2) ની વિદ્યાર્થીની દાવરા જાનવી પ્રિયાંક અને તૃતીય ક્રમે S.Y.B.C.A. (Sem-4) નો વિદ્યાર્થી કાછડિયા મીત કેતનભાઈ રહ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન આચાર્ય ડૉ. મુકેશભાઈ ગોયાણી તથા બી.કોમ. કો-ઓર્ડીનેટર શ્રી. ભરત બસરાણીના માર્ગદર્શન હેઠળ સાંસ્કૃતિક કમિટીના સભ્યો પ્રા.ડૉ.હેમાદ્રી ટીકાવાલા, પ્રા.જ્યોતિકા ટેલર દ્વારા તેમજ એન્કરીંગ ડૉ. ચક્ષુ શાહ દ્વારા કરવામાં આવ્યું હતું. સમગ્ર કોલેજ પરિવાર વિજેતા વિદ્યાર્થીઓને હાર્દિક શુભેચ્છા પાઠવે છે.

  • MOVIE DAY BBA

    જીવન જ્યોત ટ્રસ્ટ સંચાલિત પ્રો.વી.બી.શાહ ઇન્સ્ટિટયૂટ ઓફ મેનેજમેન્ટ, આર.વી.પટેલ કોલેજ ઓફ કોમર્સ (અંગ્રેજી માધ્યમ) એન્ડ વી.એલ. શાહ કોલેજ ઓફ કોમર્સ (ગુજરાતી માધ્યમ) તેમજ સુટેક્ષ બેંક કોલેજ ઓફ કમ્પ્યુટર એપ્લિકેશન એન્ડ સાયન્સ, અમરોલી દ્વારા તેમના વિદ્યાર્થીઓ માટે એક વિશેષ મૂવી સ્ક્રીનિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. તારીખ ૨૨મી ફેબ્રુઆરી, ૨૦૨૫ ના રોજ શનિવારે સવારે ૯:૦૦ કલાકે મોટા વરાછા સ્થિત એઆર મોલ એન્ડ મલ્ટિપ્લેક્સ ખાતે આ સ્ક્રીનિંગ યોજાયું હતું. જેમાં આશરે ૨૦૦ જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો અને તાજેતરમાં રિલીઝ થયેલી પ્રેરણાદાયી મૂવી 'છાવા' નિહાળી હતી. આ મૂવી સ્ક્રીનિંગનો હેતુ વિદ્યાર્થીઓને તેમના અભ્યાસના તણાવમાંથી મુક્તિ અપાવવા અને તેમને એકસાથે મળીને મનોરંજન માણવાની તક આપવાનો હતો. 'છાવા' મૂવી એક પ્રેરણાદાયી વાર્તા છે, જે વિદ્યાર્થીઓને જીવનમાં આગળ વધવા માટે પ્રોત્સાહન પૂરું પાડે છે. વિદ્યાર્થીઓએ આ આયોજનનો ખૂબ જ આનંદ માણ્યો હતો અને કોલેજ દ્વારા કરવામાં આવેલી આ પહેલને સરાહી હતી. મૂવી જોયા બાદ વિદ્યાર્થીઓએ ફિલ્મની વાર્તા, કલાકારોના અભિનય અને દિગ્દર્શન વિશે પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા. કોલેજના સંચાલકોએ જણાવ્યું હતું કે ભવિષ્યમાં પણ વિદ્યાર્થીઓ માટે આવા મનોરંજન અને જ્ઞાનવર્ધક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે.

  • B certificate Exam

    Date 22/02/2025 and 23/02/2025 was the B certificate exam of Olpad Arts and Commerce College. In which 21 of our Cadets participated. In B CERTIFICATE 5 subjects practical and theoretical examination was conducted. Took practical exam on 22/02/2025 and theoretical exam on 23/02/2025. The exam was successful with the support of CTO DR.ANILA PILLAI ma'am and PRI. DR.MUKESH GOYANI sir.

  • Farewell

    On 25-02-25, a farewell ceremony was organized for the third year cadets of NCC in our college at 9 am. In which, Principal Dr. Mukesh Goyani Sir CTO Dr. Anil Pillai Mem and all the co-ordinators also participated.

  • Blood donation camp in remembrance of shri Kantikaka (Founder of Trust)

    જીવન જ્યોત ટ્રસ્ટ સંચાલિત પ્રોફેસર વી.બી શાહ ઇન્સ્ટિટયૂટ ઓફ મેનેજમેન્ટ, આર.વી પટેલ કોલેજ ઓફ કોમર્સ,વી. એલ શાહ કોલેજ ઓફ કોમર્સ તેમજ સુટેક્ષ બેંક કોલેજ ઓફ કમ્પ્યુટર એપ્લિકેશન એન્ડ સાયન્સ અમરોલીમાં રાષ્ટ્રીય સેવા યોજના તથા લાયન્સ ક્લબ ઓફ ઇન્ડિયા સુરત (ઇસ્ટ), ફેમીલી ફીઝીસ્યાન અસોસીયેસન ,Care Today તથા અમરોલી પોલીસ સ્ટેસનના સંયુક્ત ઉપક્રમે આજ રોજ તારીખ ૧૭-૩-૨૦૨૫ જીવન જ્યોત ટ્રસ્ટના સ્થાપક શ્રી કાંતિલાલ શાહની પુણ્યતિથિ નિમિત્તે શ્રધ્ધાંજલીના ના ભાગ રૂપે શૈક્ષણિક વર્ષ ૨૦૨૪-૨૫ ના ચોથા રક્તદાન શિબિરનું આયોજન કર્યું હતું. જેમાં અતિથી વિશેષ તરીકે શ્રી સવજી ભાઈ પટેલ તેમજ Care Today સંસ્થામાંથી શશાંક મિશ્રા, સુમિત મિશ્રા, દિવ્યેશ ભાઈ ગાબાણી (સમસ્ત પાટીદાર સમાજ ટ્રસ્ટ દ્વારા ચાલતા UPSC ટ્રેનીંગ હેડ) હાજર રહ્યા હતા. જીવન જ્યોત ટ્રસ્ટના પ્રમુખ અને ઉપ પ્રમુખ, મંત્રીએ રક્ત્દાતાઓનો આભાર માન્યો હતો. જેમાં વિદ્યાર્થીઓ સ્ટાફ સભ્યો અને બિન શૈક્ષણિકતા દ્વારા બ્લડ ડોનેટ કરવામાં આવ્યો જેમાં ૫૧ જેટલી બોટલ મેળવી શક્યા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન કોલેજના પ્રિન્સિપલ ડોક્ટર મુકેશ ગોયાણીના માર્ગદર્શન હેઠળ પ્રોગ્રામ ઓફિસર જ્યોતિકા ટેલર તથા બીબીએ,બીસીએ,બીકોમ કો-ઓર્ડીનેટર દ્વારા પૂર્ણ કરવામાં આવ્યું.

  • Sensitization program on startup and SSIP

    સ્ટાર્ટઅપની સંવેદનશીલતા અને SSIP ની જાગૃતિ પર સેમિનાર સુરત, 15મી માર્ચ 2025: જીવન જ્યોત ટ્રસ્ટ દ્વારા સંચાલિત પ્રો. વી.બી. શાહ ઇન્સ્ટિટ્યૂટ મેનેજમેન્ટ, આર.વી. પટેલ કોલેજ ઓફ કોમર્સ, વી.એલ. શાહ કોલેજ ઓફ કોમર્સ અને સુટેક્સ બેંક કોલેજ ઓફ કોમ્પ્યુટર એપ્લીકેશન એન્ડ સાયન્સ દ્વારા સ્ટાર્ટઅપ અને સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઈનોવેશન પોલિસી (SSIP)ની સંવેદના પર વિશેષ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે. સેમિનાર 15 માર્ચ, 2025ના રોજ સવારે 8:30 કલાકે યોજાયો હતો. આ સેમિનારનું મુખ્ય વક્તા તરીકે શ્રી વિશાલ રાઠોડે નેતૃત્વ કર્યું હતું, તેઓ GTU ના ઇન્ક્યુબેશન સેન્ટરના એડમિન છે. તેમણે સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ અને SSIP વિષય પર માર્ગદર્શન આપ્યું હતું અને વિદ્યાર્થીઓને સ્ટાર્ટઅપ શરૂ કરવા માટે મહત્વપૂર્ણ માહિતી આપી હતી. આ ઉપરાંત, તેમણે સરકાર દ્વારા આપવામાં આવતી ગ્રાન્ટ અને લોનને લગતી વિવિધ સહાય યોજનાઓ અંગે મહત્વપૂર્ણ માહિતી પૂરી પાડી હતી. FY BBA, SY BBA અને SY BCA ના કુલ 109 વિદ્યાર્થી ઉમેદવારોએ આ સેમિનારમાં ભાગ લીધો અને તેમને સ્ટાર્ટઅપ ઉમેદવાર માટે નવી તકો વિશે તૈયાર કર્યા. આચાર્ય ડૉ. મુકેશ ગોયાણી અને BBA સંયોજકો ડૉ. સ્વાતિ મહેતા અને ડૉ. નિલેશ પટેલના માર્ગદર્શન હેઠળ આ સેમિનારનું આયોજન પ્રો. સોયેબ મેમણે કર્યું હતું. આ સેમિનાર વિદ્યાર્થીઓ માટે ખૂબ જ મદદરૂપ સાબિત થયો અને તેમને સ્ટાર્ટ અપ અને SSIP ની તકો અને યોજનાઓની નવી સમજ આપી.

  • Mehndi Competition

    આર. વી. પટેલ એન્ડ વી.એલ.શાહ કોલેજ ઓફ કોમર્સમાં તા. 13 જુલાઈ, 2024નાં રોજ મહેંદી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 28 જેટલી વિદ્યાર્થીનીઓએ ભાગ લીધો હતો. જેમાં પ્રથમ ક્રમ મેળવનાર વિદ્યાર્થીની રૂપાવતીયા પ્રકૃતિ દ્વિતીય ક્રમે કાસોદરિયા જાનવી અને દ્વિતીય ક્રમે રાવલ હેતસ્વી એ પ્રાપ્ત કર્યો હતો. આ સ્પર્ધાના નિર્ણાયક શ્રી કોમલ આરીવાલા રહ્યા હતા. આ સ્પર્ધાનું આયોજન અને સમગ્ર સંચાલન ડૉ. હેમાદ્રી ટીકાવાલા અને પ્રા.જ્યોતિકા ટેલર દ્વારા કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધાનું આયોજન કોલેજના પ્રિન્સિપલ ડૉ. મુકેશ ગોયાણી અને બી.કોમ. કોર્ડીનેટર પ્રા. ભરત બસરાની ના નેતૃત્વ હેઠળ કરવામાં આવ્યું હતું.

  • FACULTY DEVELOPMENT PROGRAMME

    FACULTY DEVELOPMENT PROGRAMME on Academic Year 2025-26 Teaching Framework Date: 30th June, 2025 Time: 10:00 AM to 04:00 PM Venue: Seminar Hall, Saraswati Shaikshanik Sankul Organized by College Committee For Teaching Staff of All Departments

  • પુસ્તક પરિચય 3 July 2025

    Library , India

    પુસ્તક પરિચય 3 July 2025 પુસ્તક પરિચય શ્રેણી - ૧ તારીખ 0૩/૦૭/૨૦૨૫ ના રોજ જીવન જ્યોત ટ્રસ્ટ સંચાલિત પ્રો વી બી શાહ ઇન્સ્ટિટયૂટ ઓફ મેનેજમેન્ટ, આર વી પટેલ તેમજ વી એલ શાહ કોલેજ ઓફ કોમર્સ સુટેક્ષ કોલેજ ઓફ કોમ્પ્યુટર એપ્લીકેશન એન્ડ સાયન્સ અમરોલી સેલ્ફ ફાઇનાન્સ કોલેજ ગ્રુપ દ્વારા પુસ્તક પરિચય શ્રેણી - ૧ નું આયોજન કરાયું હતું જેમાં બી.સી.એ. વિભાગની ૨ વિદ્યાર્થીનીઓ (૧) "એટોમિક હેબિટ્સ" - આંબલીયા હાર્ડી અને (૨) "પાવર ઓફ સબકોન્સીઅસ માઈન્ડ" - વેકરીયા હેન્રી. એ તેમણે વાંચેલ પુસ્તકોના વિચારો રજૂ કર્યા હતા અને તેમના વક્તવ્ય દ્વારા શ્રોતાઓના જ્ઞાનમાં વધારો કર્યો હતો. આચાર્યશ્રી ડો. મુકેશ ગોયાણીના માર્ગદર્શન હેઠળ લાઇબ્રેરી કમિટીના સભ્યો શ્રી ડૉ. સોનલ ભારતી, પ્રા. ડૉ હેમાદ્રિ ટીકાવાળા અને પ્રા. માનસી શાહ દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. Book Introduction Series – 1 On 3rd July 2025, the Book Introduction Series – 1 was organized by the Self-Financed College Group including Jeevan Jyot Trust-managed Pro. V. B. Shah Institute of Management, R. V. Patel and V. L. Shah College of Commerce, and Sutex College of Computer Applications and Science, Amroli. As part of this series, two BCA department students delivered book reviews: Ambaliya Hardy presented insights from "Atomic Habits". Vakariya Henry shared ideas from "The Power of Subconscious Mind". Through their presentations, both students enriched the audience's knowledge by sharing key takeaways from the books they had read. The program was organized under the guidance of Principal Dr. Mukesh Goyani by the Library Committee members: Dr. Sonal Bharti, Prof. Dr. Hemadri Tikawala, and Prof. Mansi Shah.