Swachchata hi Seva
જીવન જ્યોત ટ્રસ્ટ સંચાલિત આર.વી પટેલ એન્ડ વી.એલ શાહ કોલેજ ઓફ કોમર્સ, પ્રો. વી.બી. શાહ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ તથા સુટેક્ષ બેન્ક કમ્પ્યુટર એપ્લિકેશન એન્ડ સાયન્સ દ્વારા આજ રોજ તારીખ ૨૧-૯-૨૪ આચાર્યશ્રી ડો. મુકેશ ગોયાણીના માર્ગદર્શન હેઠળ “સ્વચ્છતા હી સેવા” અભિયાન અંતર્ગત રાષ્ટ્રીય સેવા યોજના યુનિટ દ્વારા કોલેજ પરિસર તથા કેમ્પસની સાફ-સફાઈ કરવામાં આવી. સમગ્ર કાર્યક્રમમાં ૩૦ જેટલા એન.એસ.એસ યુનિટના સ્વયંસેવકો ઉત્સાહભેર જોડાયા તથા ગંદકી ન કરવા અને સ્વચ્છતા વિશે જાગૃતિ ફેલાવવા માટે દરેક ક્લાસમાં પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન એન.એસ.એસ પ્રોગ્રામ ઓફિસર ડો. પ્રદીપકુમાર લેનકા તથા પ્રા.જ્યોતિકા ટેલર દ્વારા કરવામાં આવ્યું હતું.