જીવન જ્યોત ટ્રસ્ટ સંચાલિત અમરોલી સ્વનિર્ભર કોલેજની “હર ઘર તિરંગા યાત્રા” યોજાઈ
જીવન જ્યોત ટ્રસ્ટ સંચાલિત વી.બી. શાહ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ, આર.વી. પટેલ કોલેજ ઓફ કોમર્સ, વી.એલ. શાહ કોલેજ ઓફ કોમર્સ, સુટેક્સ બેંક કોલેજ ઓફ કોમ્પ્યુટર એપ્લિકેશન એન્ડ સાયન્સ દ્વારા તા. ૧૩-૦૮-૨૦૨૬ નાં રોજ ૬ ગુજરાત ગર્લ્સ બટાલિયન એન.સી.સી.ના સહયોગથી “હર ઘર તિરંગા યાત્રા”નું આયોજન કરવામાં આવ્યું હતું. "હર ઘર તિરંગા યાત્રા - ૨૦૨૬"નું આયોજન ભારતના ૮૦મા સ્વતંત્રતા દિવસની ઉજવણી માટે રાષ્ટ્રવ્યાપી અભિયાન અંતર્ગત સાથે કરવામાં આવ્યું હતું. યાત્રામાં જીવન જ્યોત ટ્રસ્ટનાં માનદમંત્રી શ્રી અશ્વિન પટેલ તેમજ સ્ટાફ સભ્યો, ૨૧૭ વિદ્યાર્થીઓ તથા ૪૫ એન.સી.સી કેડેટ્સ, એન.એસ.એસ સ્વયંસેવકો તિરંગા યાત્રામાં જોડાયા હતા. આ રેલી છાપરાભાઠ્ઠા કેમ્પસથી બે કિલોમીટરનાં વિસ્તારમાં વેપાર ક્ષેત્ર અને માર્કેટ વિસ્તારમાં લોકોમાં દેશભક્તિ, રાષ્ટ્રીય એકતા અને રાષ્ટ્રધ્વજ પ્રત્યે આદરનો સંદેશ ફેલાવતા સફળતાપૂર્વક પૂર્ણ થઈ જેમાં અમરોલી પોલીસે ટ્રાફિકને નિયંત્રિત કરીને રેલીને ટેકો આપ્યો હતો. તેઓએ “तिरंगा हमारी शान है — भारत हमारी जान है”, “भारत माता की जय”, “वंदे मातरम्”, “આજે એક વૃક્ષ વાવો, આવતીકાલ બચાવો!”, “હરિયાળું ભારત, સ્વચ્છ ભારત!”, “ટીબી મુક્ત ભારત, સ્વસ્થ ભારત!” જેવા નારા લગાવ્યા હતા. રેલી યાત્રાનું આયોજન આચાર્ય ડૉ. મુકેશ ગોયાણીનાં મર્ગદર્શન હેઠળ એન.સી.સી ઓફિસર પ્રા. ડૉ. અનિલા પિલ્લાઈ, એન.એસ.એસ ઓફિસર પ્રા.ડૉ. પ્રદીપ લેન્કા અને પ્રા. જ્યોતિકા ટેલર સાથે પ્રા. ડૉ. રાગિની પ્રસાદ, પ્રા. શ્રી રાકેશ જસાણી અને પ્રા.કોમલ સોલંકી દ્વારા સફળતાથી પૂર્ણ કરવામાં આવ્યું.