• જીવન જ્યોત ટ્રસ્ટ અમરોલીની સ્વનિર્ભર કોલેજમાં ૮૦ સ્વતંત્રતા દિવસની ઉત્સાહભેર ઉજવણી

    PROF. V.B.SHAH INSTITUTE OF MANAGEMENT; R.V.PATEL COLLEGE OF COMMERCE (E.M.); V.L.SHAH COLLEGE OF COMMERCE (G.M.); SUTEX BANK COLLEGE OF COMPUTER APPLICATION &SCIENCE;AMROLI. AMROLI, Surat, Gujarat, India

    જીવન જીયોત ટ્રસ્ટ અમરોલી સંચાલિત પ્રો.વી.બી.શાહ ઇન્સ્ટીટયુટ ઓફ મેનેજમેન્ટ, આર.વી.પટેલ કોલેજ ઓફ કોમર્સ (અંગ્રેજી માધ્યમ), વી.એલ.શાહ કોલેજ ઓફ કોર્મસ (ગુજરાતી માધ્યમ), સુટેક્ષ બેંક કોલેજ ઓફ કમ્પ્યુટર એપ્લીકેશન એન્ડ સાયન્સ અમરોલી ખાતે તા.૧૫-૦૮-૨૦૨૬ નાં રોજ ૮૦ માં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે શ્રી યશભાઈ ગોપલાણી (મેમ્બેર, બોર્ડ ઓફ મેનેજમેન્ટ, વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સીટી), શ્રી ભાર્ગવભાઈ રાજ્યગુરુ (મેમ્બેર,ઈ.સી. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સીટી), ૬ ગુજરાત ગલ્સ બટાલિયનનાં હવાલદાર કુલવિન્ડર સિંહ તેમજ જીવન જ્યોત ટ્રસ્ટ માનદમંત્રીશ્રી અશ્વિનભાઈ પટેલ, શ્રી અનુજભાઈ શાહ, ટ્રસ્ટી શ્રી ક્રાંતિભાઈ શાહ, કમિટી મેમ્બર સંપદ શાહ હાજર રહ્યા હતા. કોલેજની એન.સી.સી.ની વિદ્યાર્થીનીઓએ પરેડ કરી મહેમાનશ્રીને ધ્વજ વંદન માટે આમંત્રીત કર્યા હતા. શ્રી યશભાઈ ગોપલાણી અને શ્રી ભાર્ગવભાઈ રાજ્યગુરુ દ્વારા ધ્વજરોહાણ કર્યું હતું. સ્વતંત્રતા પર્વ નિમિત્તે મહેમાનોશ્રીઓ અને અશ્વિનભાઈ પટેલે પ્રસંગોચીત ઉદબોધન આપ્યું હતું. સ્વતંત્રતાપર્વમાં કોલેજના કો-ઓર્ડીનેટર, શૈક્ષણિક અને વહીવટી સ્ટાફ તથા વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમ કોલેજના આચાર્ય ડૉ. મુકેશભાઈ ગોયાણીનાં માર્ગદર્શન હેઠળ સ્પોર્ટ ટીચર ડૉ.પ્રદીપકુમાર લેન્કા અને એન.સી.સી. સીટીઓ અનિલા પિલ્લાઈ તેમજ સમગ્ર સ્ટાફગણના સહકારથી સ્વતંત્રતા દિવસની ઉજવણી થઈ હતી.

  • ઈનામ વિતરણ કાર્યક્રમ યોજાયો

    PROF. V.B.SHAH INSTITUTE OF MANAGEMENT; R.V.PATEL COLLEGE OF COMMERCE (E.M.); V.L.SHAH COLLEGE OF COMMERCE (G.M.); SUTEX BANK COLLEGE OF COMPUTER APPLICATION &SCIENCE;AMROLI. AMROLI, Surat, Gujarat, India

    જીવન જ્યોત ટ્રસ્ટ સંચાલિત પ્રો.વી.બી.શાહ ઇન્સ્ટિટયૂટ ઓફ મેનેજમેન્ટ, આર.વી.પટેલ કોલેજ ઓફ કોમર્સ (અંગ્રેજી માધ્યમ) એન્ડ વી.એલ. શાહ કોલેજ ઓફ કોમર્સ (ગુજરાતી માધ્યમ) તેમજ સુટેક્ષ બેંક કોલેજ ઓફ કમ્પ્યુટર એપ્લિકેશન એન્ડ સાયન્સ અમરોલીમાં તા. ૧૫-૦૮-૨૦૨૬નાં રોજ ઈનામ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય અને પ્રાર્થનાથી કરવામાં આવી હતી. આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે શ્રી યશભાઈ ગોપલાણી (મેમ્બેર, બોર્ડ ઓફ મેનેજમેન્ટ, વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સીટી), શ્રી ભાર્ગવભાઈ રાજ્યગુરુ (મેમ્બેર,ઈ.સી. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સીટી), શ્રી વિનોદભાઈ ગજેરા (માજી સિન્ડીકેટ મેમ્બર) તેમજ જીવન જ્યોત ટ્રસ્ટનાં ટ્રસ્ટી શ્રી ભરત શાહ, માનદ્ મંત્રીશ્રી અશ્વિન પટેલ અને શ્રી અનુજ્ભાઈ શાહ ટ્રસ્ટી શ્રી ક્રાંતિભાઈ શાહ હાજર રહી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા. આચાર્ય ડૉ. મુકેશ આર. ગોયાણીએ મહેમાનોનું પુષ્પગુચ્છથી સ્વાગત કરી મહેમાનો પરિચય આપ્યો હતો. ઈનામ વિતરણ બી.બી.એ.,બી.કોમ.,બી.સી.એ.,બી.એસ.સી.(ડેટા સાઈન્સ), એમએસ.સી.આઈ.ટી.,બી.સી.એ.(એઆઈ) માં વિશેષ સિદ્ધિ હાંસલ કરનાર ૩૬૮ વિદ્યાર્થીઓ તેમજ વિવિધ આંતર કોલેજ સ્પર્ધામાં વિજેતાઓને ટ્રોફી/પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. કોલેજનાં તમામ કૉ-ઓર્ડીનેટરશ્રીઓ તથા કોલેજના અધ્યાપકો અને વહીવટી સ્ટાફ હાજર રહી કાર્યક્રમની શોભા વધારી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન કોલેજના આચાર્ય ડૉ.મુકેશ આર. ગોયાણીના માર્ગદર્શન હેઠળ ઇનામ વિતરણ કમિટી દ્વારા સંચાલન કરવામાં આવ્યું હતું.

  • જીવન જ્યોત ટ્રસ્ટ અમરોલીની સ્વનિર્ભર કોલેજમાં પુસ્તક પરિચય શ્રેણી –૭ આયોજન થયું.

    PROF. V.B.SHAH INSTITUTE OF MANAGEMENT; R.V.PATEL COLLEGE OF COMMERCE (E.M.); V.L.SHAH COLLEGE OF COMMERCE (G.M.); SUTEX BANK COLLEGE OF COMPUTER APPLICATION &SCIENCE;AMROLI. AMROLI, Surat, Gujarat, India

    જીવન જ્યોત ટ્રસ્ટ સંચાલિત પ્રો.વી.બી.શાહ ઇન્સ્ટિટયૂટ ઓફ મેનેજમેન્ટ, આર.વી.પટેલ કોલેજ ઓફ કોમર્સ (અંગ્રેજી માધ્યમ) એન્ડ વી.એલ. શાહ કોલેજ ઓફ કોમર્સ (ગુજરાતી માધ્યમ) તેમજ સુટેક્ષ બેંક કોલેજ ઓફ કમ્પ્યુટર એપ્લિકેશન એન્ડ સાયન્સ અમરોલીમાં તા.૧૯-૦૮-૨૦૨૬ નાં રોજ પુસ્તક પરિચય શ્રેણી – ૭ નું આયોજન કરાયું હતું. જેમાં વિદ્યાર્થીઓ (૧) સંતોષી ડાકુઆ - “The Courage to be Disliked” (૨) યશ સોજિત્રા - "શ્રીમદ ભગવદ્ ગીતા" તેમજ અધ્યાપક “Ikigai” – પ્રા. રાહુલ પાટીલ પુસ્તકોના વિચારો રજૂ કર્યા હતા અને તેમના વક્તવ્ય દ્વારા શ્રોતાઓના જ્ઞાનમાં વધારો કર્યો હતો. આચાર્યશ્રી ડૉ. મુકેશ ગોયાણીના માર્ગદર્શન હેઠળ લાઈબ્રેરીયન ડૉ. સોનલ ભારતી, પ્રા.ડૉ હેમાદ્રિ ટીકાવાળા, પ્રા. દમયંતી પટેલ, પ્રા. ડૉ. તન્વી ભાલાળા, પ્રા. ટ્વિંકલ પંચાલ, પ્રા. ભાવિશા પટેલ, શ્રી સંદીપ પટેલ દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

  • જીવન જ્યોત ટ્રસ્ટ અમરોલી સેલ્ફ ફાયનાન્સ કોલેજમાં “હીરાબાનો ખમ્મકાર” ચેક વિતરણ કાર્યક્રમ યોજાયો.

    PROF. V.B.SHAH INSTITUTE OF MANAGEMENT; R.V.PATEL COLLEGE OF COMMERCE (E.M.); V.L.SHAH COLLEGE OF COMMERCE (G.M.); SUTEX BANK COLLEGE OF COMPUTER APPLICATION &SCIENCE;AMROLI. AMROLI, Surat, Gujarat, India

    જીવન જ્યોત ટ્રસ્ટ સંચાલિત પ્રો.વી.બી.શાહ ઇન્સ્ટિટયૂટ ઓફ મેનેજમેન્ટ, આર.વી.પટેલ કોલેજ ઓફ કોમર્સ (અંગ્રેજી માધ્યમ) એન્ડ વી.એલ. શાહ કોલેજ ઓફ કોમર્સ (ગુજરાતી માધ્યમ) તેમજ સુટેક્ષ બેંક કોલેજ ઓફ કમ્પ્યુટર એપ્લિકેશન એન્ડ સાયન્સ અમરોલીમાં તા.૧૯-૦૮-૨૦૨૬ નાં રોજ હીરાબાનો ખમ્મકાર અંતર્ગત ચેક વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન હીરાબા ખમ્મકારનાં ફાઉન્ડેશનનાં ફાઉન્ડર શ્રી પિયુષભાઈ દેસાઈ, શ્રીમતી જયોતિકાબેન ગુપ્તા તેમજ પૂર્વ નગરસેવક શ્રીમતી સોનલબેન દેસાઈ, શ્રીમતી નિરાલીબેન પટેલ અને જીવન જ્યોત ટ્રસ્ટનાં પ્રમુખશ્રી ભરતભાઈ શાહ, માનદ મંત્રીશ્રી અશ્વિનભાઈ પટેલ ઉપસ્થિત રહીયા હતા. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી. શ્રી પિયુષભાઈ દેસાઈએ પોતાના વિચારો રજુ કરી જણાવ્યું હતું કે માતા-પિતા વિહોણા બાળકો શિક્ષણ વંચિત ન રહે તે હેતુથી હીરાબા ખમ્મકાર ફાઉન્ડરને આ કાર્ય હાથ ધર્યું હતું. માતા-પિતા વિહોણા કોલેજના કુલ ૫૧ વિદ્યાર્થી બહેનો અને ભાઈઓને “હીરાબાનો ખમ્મકાર ફાઉન્ડેશન તરફથી સ્કોલરશીપનાં ચેક વિતરણ કરવામાં આવ્યા હતા. કાર્યક્રમનું આયોજન આચાર્યશ્રી ડૉ. મુકેશ ગોયાણીના માર્ગદર્શન હેઠળ શૈક્ષણિક સ્ટાફ દ્વારા કરવામાં આવ્યું હતું.

  • જીવન જ્યોત ટ્રસ્ટ અમરોલીની સ્વનિર્ભર કોલેજમાં પુસ્તક પરિચય શ્રેણી–૮ આયોજન થયું.

    PROF. V.B.SHAH INSTITUTE OF MANAGEMENT; R.V.PATEL COLLEGE OF COMMERCE (E.M.); V.L.SHAH COLLEGE OF COMMERCE (G.M.); SUTEX BANK COLLEGE OF COMPUTER APPLICATION &SCIENCE;AMROLI. AMROLI, Surat, Gujarat, India

    જીવન જ્યોત ટ્રસ્ટ સંચાલિત પ્રો.વી.બી.શાહ ઇન્સ્ટિટયૂટ ઓફ મેનેજમેન્ટ, આર.વી.પટેલ કોલેજ ઓફ કોમર્સ (અંગ્રેજી માધ્યમ) એન્ડ વી.એલ. શાહ કોલેજ ઓફ કોમર્સ (ગુજરાતી માધ્યમ) તેમજ સુટેક્ષ બેંક કોલેજ ઓફ કમ્પ્યુટર એપ્લિકેશન એન્ડ સાયન્સ અમરોલીમાં તા.૨૦-૦૮-૨૦૨૬ નાં રોજ પુસ્તક પરિચય શ્રેણી – ૮ નું આયોજન કરાયું હતું. અતિથિ વિશેષ તરીકે ધબકારનાં તંત્રીશ્રી નરેશભાઈ વરિયા અને પત્રકાર નિલમબેન કંથારીયા હાજર રહ્યાં હતા. જેમાં વિદ્યાર્થીઓ (૧) હેની વેકરીયા–“પાટણની પ્રભુતા” (૨) આંબલીયા હાર્દી-"સફળતા" (૩) કૃણાલ લકકડ-"અગનપંખ" (૪) મયુર જાની-"The old man and the sea" (૫) બાબરીયા પુષ્કર-"The Phycology of money" તેમજ અધ્યાપક પ્રા. દમયંતી પટેલ-"મનની વાત પુસ્તકોના વિચારો રજૂ કર્યા હતા અને તેમના વક્તવ્ય દ્વારા શ્રોતાઓના જ્ઞાનમાં વધારો કર્યો હતો. આચાર્યશ્રી ડૉ. મુકેશ ગોયાણીના માર્ગદર્શન હેઠળ લાઈબ્રેરીયન ડૉ. સોનલ ભારતી, પ્રા.ડૉ હેમાદ્રિ ટીકાવાળા, પ્રા. દમયંતી પટેલ, પ્રા. ડૉ. તન્વી ભાલાળા, પ્રા. ટ્વિંકલ પંચાલ, પ્રા. ભાવિશા પટેલ, શ્રી સંદીપ પટેલ દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

  • અમરોલી સ્વનિર્ભર કોલેજ કવિ નર્મદ જયંતી નિમિત્તે બિઝનેસ ક્વિઝ QUINTELLECT સ્પર્ધા યોજાઈ.

    PROF. V.B.SHAH INSTITUTE OF MANAGEMENT; R.V.PATEL COLLEGE OF COMMERCE (E.M.); V.L.SHAH COLLEGE OF COMMERCE (G.M.); SUTEX BANK COLLEGE OF COMPUTER APPLICATION &SCIENCE;AMROLI. AMROLI, Surat, Gujarat, India

    જીવન જ્યોત ટ્રસ્ટ સંચાલિત પ્રો. વી. બી. શાહ ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેનેજમેન્ટ, આર. વી. પટેલ કોલેજ ઑફ કોમર્સ, વી. એલ. શાહ કોલેજ ઑફ કોમર્સ તેમજ સુટેક્ષ બેંક કોલેજ ઑફ કમ્પ્યુટર એપ્લિકેશન એન્ડ સાયન્સ અમરોલી ખાતે તા.૨૪-૦૮- ૨૦૨૬ ના રોજ યુગપ્રવર્તક કવિશ્રી નર્મદની જન્મજયંતિની ઉજવણીના ઉપલક્ષ્યમાં એક ભવ્ય આંતર-કોલેજ બિઝનેસ ક્વિઝ સ્પર્ધા — QUINTELLECT નું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી (VNSGU) સંલગ્ન વિવિધ કોલેજોમાંથી BBA, B.Com, BCA, B.Sc (ડેટા સાયન્સ), M.Sc (IT) અને M.Com જેવા વિવિધ પ્રવાહના કુલ ૧૨૦ વિદ્યાર્થીઓ (૪૦ ટીમો)એ ભાગ લીધો હતો. સ્પર્ધા દરમિયાન જનરલ મેનેજમેન્ટ, એકાઉન્ટિંગ એન્ડ ફાઇનાન્સિયલ મેનેજમેન્ટ, માર્કેટિંગ મેનેજમેન્ટ, હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ તેમજ બિઝનેસ કરંટ અફેર્સ આધારિત રોમાંચક રાઉન્ડ્સ યોજાયા હતા, જેમાં વિદ્યાર્થીઓએ ઉત્કૃષ્ટ બૌદ્ધિક ક્ષમતા અને વ્યવસાયિક સૂઝબૂઝનું પ્રદર્શન કર્યું હતું. સ્પર્ધાની વિજેતા ટીમને પ્રથમ ક્રમાંક: ₹૩,૦૦૦ રોકડ પુરસ્કાર, ​દ્વિતીય ક્રમાંક: ₹૨,૦૦૦ રોકડ પુરસ્કાર, ​તૃતીય ક્રમાંક: ₹૧,૦૦૦ રોકડ પુરસ્કાર તેમજ ક્રમાંક ૪ થી ૮ ની ટીમોને વિશેષ પ્રોત્સાહક રોકડ પુરસ્કાર (Consolation Cash Prizes) તેમજ ટ્રોફી અને પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા. સમગ્ર સ્પર્ધાનું આયોજન જીવન જ્યોત ટ્રસ્ટના પ્રમુખ શ્રી ભરતભાઈ શાહ તેમજ કોલેજના આચાર્યશ્રી ડૉ. મુકેશ આર. ગોયાણીના કુશળ માર્ગદર્શન હેઠળ અને BBA કોઓર્ડિનેટર્સ ડૉ. સ્વાતિ મહેતા તેમજ ડૉ. નિલેશ પટેલના નેતૃત્વમાં આયોજક સમિતિના સભ્યો ડૉ. સોયેબ મેમણ, શ્રી આગમ શેઠ, સુશ્રી શ્વેતા રાજપૂત, સુશ્રી ફેની ગાંધી, સુશ્રી ટિનાઝ પુઠાવાલા તેમજ સમગ્ર BBA staff અને સ્વયંસેવક ટીમે દ્વારા કરવામાં આવ્યું હતું.

  • “જીવન જ્યોત ટ્રસ્ટ અમરોલીની સ્વનિર્ભર કોલેજમાં વાલી – શિક્ષક મિટિંગનું આયોજન થયું.”

    PROF. V.B.SHAH INSTITUTE OF MANAGEMENT; R.V.PATEL COLLEGE OF COMMERCE (E.M.); V.L.SHAH COLLEGE OF COMMERCE (G.M.); SUTEX BANK COLLEGE OF COMPUTER APPLICATION &SCIENCE;AMROLI. AMROLI, Surat, Gujarat, India

    જીવન જ્યોત ટ્રસ્ટ અમરોલી સંચાલિત પ્રો. વી.બી. શાહ ઇન્સ્ટીટયુટ ઓફ મેનેજમેન્ટ, આર.વી.પટેલ કોલેજ ઓફ કોમર્સે (અંગ્રેજી માધ્યમ), વી.એલ.શાહ કોલેજ ઓફ કોમર્સે (ગુજરાતી માધ્યમ), સુટેક્ષ બેંક કોલેજ ઓફ કોમ્પુટર એપ્લીકેશન એન્ડ સાયન્સ અમરોલીમાં તા. ૨૪ ઓગસ્ટ ૨૦૨૬ દરમ્યાન પ્રથમ વર્ષનાં બી.કોમ., એમ.એસસી. આઈ.ટી., બી.એસસી. ડેટા સાયન્સ, બી.સી.એ. (એ.આઈ.) અને બી.સી.એ. વિદ્યાર્થીઓની વાલી - શિક્ષક મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું. વાલી - શિક્ષક મિટિંગમાં કુલ ૫૧૦ વાલીઓએ મિટિંગમાં હાજરી આપી હતી. વિદ્યાર્થીઓની શૈક્ષણિક પ્રગતિ, હાજરી, વર્તન અને ભવિષ્યની તૈયારી, વિદ્યાર્થીઓનો અભ્યાસક્રમ, આંતરિક મૂલ્યાંકન અને સહ-અભ્યાસક્રમ પ્રવુતિઓ માટેની માહિતી વાલીઓને પૂરી પાડવામાં આવી હતી. હાજર તમામ વાલીશ્રીઓને વિદ્યાર્થીઓ માટે કોલેજની એપ્લિકેશન અંગે માહિતી આપતા તેમને સમજાવવામાં આવ્યું કે આ એપ્લિકેશનમાં વિદ્યાર્થીની હાજરી, એસાઈમેન્ટ, ક્લાસ ટાઈમટેબલ, કોલેજની નોટીસ વગેરેની માહિતી કોલેજ દ્વારા મૂકવામાં આવે છે અને વાલીઓને પણ કોલેજની એપ્લીકેશન ડાઉનલોડ કરવી હતી અને તેમાં માહિતી જેતા રહેવા જણાવવામાં આવ્યું હતું અને વાલીશ્રીના સૂચનો અને પ્રશ્નોનું સંતોષકર્ક નિવારણ કરવામાં આવ્યું હતું. આ મિટિંગનું આયોજન આચાર્ય ડૉ. મુકેશ ગોયાણીના માર્ગદર્શન હેઠળ કો-ઓર્ડીનેટર તેમજ કમિટી દ્વારા સફળતાપૂર્વક કરવામાં આવ્યું હતું.

  • જીવન જ્યોત ટ્રસ્ટ અમરોલીની સ્વનિર્ભર રાખી મેકિંગ સ્પર્ધાનું આયોજ્ન થયું

    PROF. V.B.SHAH INSTITUTE OF MANAGEMENT; R.V.PATEL COLLEGE OF COMMERCE (E.M.); V.L.SHAH COLLEGE OF COMMERCE (G.M.); SUTEX BANK COLLEGE OF COMPUTER APPLICATION &SCIENCE;AMROLI. AMROLI, Surat, Gujarat, India

    જીવન જ્યોત ટ્રસ્ટ સંચાલિત પ્રો.વી.બી.શાહ ઇન્સ્ટિટયૂટ ઓફ મેનેજમેન્ટ, આર.વી.પટેલ કોલેજ ઓફ કોમર્સ (અંગ્રેજી માધ્યમ) એન્ડ વી.એલ. શાહ કોલેજ ઓફ કોમર્સ (ગુજરાતી માધ્યમ) તેમજ સુટેક્ષ બેંક કોલેજ ઓફ કોમ્પ્યુટર એપ્લીકેશન એન્ડ સાયન્સ અમરોલીમાં તા. ૨૫-૦૮-૨૦૨૬ ના રોજ “રાખડી મેકિંગ” સ્પર્ધાનું આયોજ્ન કરવામાં હતું. આ સ્પર્ધામાં જજ તરીકે પટેલ જીજ્ઞાશા હેમાંગ ઉપસ્થિત રહ્યા હતા. આ સ્પર્ધામાં કુલ ૨૧ વિદ્યાર્થીનીઓએ ભાગ લીધો હતો. રાખડી મેકિંગ પ્રથમક્રમે ટી.વાય.બી.સી.એ. વિદ્યાર્થીની ચૌહાણ ધ્રુવી ધિરેનભાઈ, દ્વિતીયક્રમે એફ.વાય.બી.સી.એ.(એઆઇ)ની વિદ્યાર્થીની ચૌધરી શ્રેયા રમેશભાઈ અને તૃતીયક્રમે ટી.વાય.બી.સી.એ. વિદ્યાર્થીની ગોયાણી ઋત્વી નરેશભાઈ પ્રાપ્ત કર્યો હતો. આ સ્પર્ધાનું આયોજન કોલેજના આચાર્ય ડૉ. મુકેશ ગોયાણીનાં માર્ગદર્શન હેઠળ સાંસ્કૃતિક કમિટીના સભ્યો દ્વારા કરવામાં આવ્યું હતું.

  • જીવન જ્યોત ટ્રસ્ટ અમરોલીની સ્વનિર્ભર કોલેજમાં રક્ષાબંધનની ઉજવણી થઈ.

    PROF. V.B.SHAH INSTITUTE OF MANAGEMENT; R.V.PATEL COLLEGE OF COMMERCE (E.M.); V.L.SHAH COLLEGE OF COMMERCE (G.M.); SUTEX BANK COLLEGE OF COMPUTER APPLICATION &SCIENCE;AMROLI. AMROLI, Surat, Gujarat, India

    જીવન જ્યોત ટ્રસ્ટ સંચાલિત પ્રો.વી.બી.શાહ ઇન્સ્ટિટયૂટ ઓફ મેનેજમેન્ટ, આર.વી.પટેલ કોલેજ ઓફ કોમર્સ (અંગ્રેજી માધ્યમ) એન્ડ વી.એલ. શાહ કોલેજ ઓફ કોમર્સ (ગુજરાતી માધ્યમ) તેમજ સુટેક્ષ બેંક કોલેજ ઓફ કોમ્પ્યુટર એપ્લીકેશન એન્ડ સાયન્સ અમરોલીનાં એન.સી.સી. અને એન.એસ.એસ. વિદ્યાર્થીનીઓ દ્વારા તા. ૨૭-૦૮-૨૦૨૬નાં રોજ અમરોલી અને કોસાડ પોલીસ સ્ટેશનમાં રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી હતી. પોલિસ ઇન્સ્પેકટરસર શ્રી રાજદીપ સિંહ, પી.એસ.આઈ.આર.આર. જોગરાણા અને એ.એસ.આઈ. દીપક મોરે અને તેમની ટીમની અચૂક હાજર રહી હતી. એન.સી.સી. કેડેટ્સ અને એન.એસ.એસ.ની વિદ્યાર્થીનીઓએ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓના રક્ષણ માટે તેમને આદરપૂર્વક રાખડી બાંધી હતી અને મીઠાઈ ખવડાવી રક્ષાબંધનની શુભેચ્છાઓ પાઠવી હતી. આ પ્રસંગે પોલીસ કર્મચારીઓના ચહેરા પર પણ આત્મીયતા અને આનંદની લાગણી જોવા મળી હતી. આ હૃદયસ્પર્શી પહેલથી એન.સી.સી. કેડેટ્સમાં પોલીસ કર્મચારીઓ પ્રત્યે આદર અને ગૌરવની ભાવના વધુ પ્રબળ બની હતી. સાથે જ રક્ષાબંધનનો આ પ્રસંગ પોલીસ વિભાગ વચ્ચે સ્નેહ, સહકાર અને સૌહાર્દનો સુંદર સેતુ બની રહ્યો હતો. સમગ્ર કાર્યક્રમ કોલેજના આચાર્ય ડૉ. મુકેશ ગોયાણીના માર્ગદર્શન હેઠળ એન.સી.સી. ઓફિસર સી.ટી.ઓ. ડૉ. અનિલા પિલ્લાઈ અને એન.એસ.એસ ઓફિસર પ્રા. જયોતિકા ટેલર દ્વારા કરવામાં આવ્યું હતું.

  • જીવન જ્યોત ટ્રસ્ટ અમરોલીની સ્વનિર્ભર કોલેજમાં પુસ્તક પરિચય શ્રેણી–૯ આયોજન થયું.

    PROF. V.B.SHAH INSTITUTE OF MANAGEMENT; R.V.PATEL COLLEGE OF COMMERCE (E.M.); V.L.SHAH COLLEGE OF COMMERCE (G.M.); SUTEX BANK COLLEGE OF COMPUTER APPLICATION &SCIENCE;AMROLI. AMROLI, Surat, Gujarat, India

    જીવન જ્યોત ટ્રસ્ટ સંચાલિત પ્રો.વી.બી.શાહ ઇન્સ્ટિટયૂટ ઓફ મેનેજમેન્ટ, આર.વી.પટેલ કોલેજ ઓફ કોમર્સ (અંગ્રેજી માધ્યમ) એન્ડ વી.એલ. શાહ કોલેજ ઓફ કોમર્સ (ગુજરાતી માધ્યમ) તેમજ સુટેક્ષ બેંક કોલેજ ઓફ કમ્પ્યુટર એપ્લિકેશન એન્ડ સાયન્સ અમરોલીમાં તા.૨૯-૦૮-૨૦૨૬ નાં રોજ પુસ્તક પરિચય શ્રેણી – ૯ જેમાં વિદ્યાર્થીઓ (૧) ક્રિશ ઉંધડ -  Atomic Habits  (૨) પ્રિયાંશી કલાલ -  Manifest તેમજ અધ્યાપક ડૉ. પ્રદીપકુમાર લેન્કા - સખારામ બાઈન્ડર, પ્રા. શિવાની રાજપૂત - ઈકીગાઈ પુસ્તકોના વિચારો રજૂ કર્યા હતા અને તેમના વક્તવ્ય દ્વારા શ્રોતાઓના જ્ઞાનમાં વધારો કર્યો હતો. અંતે અતિથિ ડૉ. વિજય ચૌધરીએ રક્ષાબંધન પર્વ નિમિત્તે તેમણે સુંદર ગીત રજૂ કર્યુ હતું. આચાર્યશ્રી ડૉ. મુકેશ ગોયાણીના માર્ગદર્શન હેઠળ લાઈબ્રેરીયન ડૉ. સોનલ ભારતી, પ્રા.ડૉ હેમાદ્રિ ટીકાવાળા, પ્રા. દમયંતી પટેલ, પ્રા. હિરલ પંચાલ, પ્રા. ડૉ. તન્વી ભાલાળા, પ્રા. ટ્વિંકલ પંચાલ, પ્રા. ભાવિશા પટેલ, શ્રી સંદીપ પટેલ દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

  • “યુનિવર્સીટીની ઈન્ટર કોલેજ કરાટે ટુર્નામેન્ટમાં જીવન જ્યોત ટ્રસ્ટ અમરોલી સ્વનિર્ભર કોલેજના વિદ્યાર્થીઓ ઝળકિયા”

    PROF. V.B.SHAH INSTITUTE OF MANAGEMENT; R.V.PATEL COLLEGE OF COMMERCE (E.M.); V.L.SHAH COLLEGE OF COMMERCE (G.M.); SUTEX BANK COLLEGE OF COMPUTER APPLICATION &SCIENCE;AMROLI. AMROLI, Surat, Gujarat, India

    વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સુરતની ઈન્ટર કોલેજ કરાટે ટુર્નામેન્ટ તા. ૩૧ ઓગસ્ટ ૨૦૨૬ ના રોજ એન.એચ.કોમર્સ કોલેજ, વલસાડ ખાતે યોજાયેલ હતી. ઇન્ટર કોલેજ કરાટે ટુર્નામેન્ટમાં ૨૮ કોલેજનાં ૫૬ સ્પર્ધકોએ ભાગ લીધો હતો. જેમાં જીવન જ્યોત ટ્રસ્ટ સંચાલિત પ્રો.વી.બી.શાહ ઇન્સ્ટિટયૂટ ઓફ મેનેજમેન્ટ, આર.વી.પટેલ કોલેજ ઓફ કોમર્સ (અંગ્રેજી માધ્યમ) એન્ડ વી.એલ. શાહ કોલેજ ઓફ કોમર્સ (ગુજરાતી માધ્યમ) તેમજ સુટેક્ષ બેંક કોલેજ ઓફ કમ્પ્યુટર એપ્લિકેશન એન્ડ સાયન્સ અમરોલીનાં એસ.વાય.બી.કોમ.નો વિદ્યાર્થી પટેલ જય મહેશભાઈએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યો હતો. વિદ્યાર્થીની આ સિદ્ધિ પ્રાપ્ત કરવા બદલ આચાર્ય ડૉ. મુકેશભાઈ આર. ગોયાણી, સ્પોર્ટ ટીચર ડૉ. પ્રદીપકુમાર લેન્કા તેમજ સમગ્ર સ્ટાફ તથા જીવન જ્યોત ટ્રસ્ટ પરિવાર અભિનંદન પાઠવે છે.

  • જીવન જ્યોત ટ્રસ્ટ અમરોલીની સ્વનિર્ભર કોલેજમાં પુસ્તક પરિચય શ્રેણી–૧૦ આયોજન થયું.

    PROF. V.B.SHAH INSTITUTE OF MANAGEMENT; R.V.PATEL COLLEGE OF COMMERCE (E.M.); V.L.SHAH COLLEGE OF COMMERCE (G.M.); SUTEX BANK COLLEGE OF COMPUTER APPLICATION &SCIENCE;AMROLI. AMROLI, Surat, Gujarat, India

    જીવન જ્યોત ટ્રસ્ટ સંચાલિત પ્રો.વી.બી.શાહ ઇન્સ્ટિટયૂટ ઓફ મેનેજમેન્ટ, આર.વી.પટેલ કોલેજ ઓફ કોમર્સ (અંગ્રેજી માધ્યમ) એન્ડ વી.એલ. શાહ કોલેજ ઓફ કોમર્સ (ગુજરાતી માધ્યમ) તેમજ સુટેક્ષ બેંક કોલેજ ઓફ કમ્પ્યુટર એપ્લિકેશન એન્ડ સાયન્સ અમરોલીમાં તા.૦૨-૦૯-૨૦૨૬ નાં રોજ પુસ્તક પરિચય શ્રેણી – ૧૦ જેમાં વિદ્યાર્થીઓ (૧) ઈર્શાદ એચ. પટેલ - “The Happiness Trap” (૨) દક્ષ સોજિત્રા - The Art of Seduction તેમજ અધ્યાપક પ્રા. રાકેશ પટેલ - - “Success is Never Ending Failure is Never Final” પુસ્તકોના વિચારો રજૂ કર્યા હતા અને તેમના વક્તવ્ય દ્વારા શ્રોતાઓના જ્ઞાનમાં વધારો કર્યો હતો. આચાર્યશ્રી ડૉ. મુકેશ ગોયાણીના માર્ગદર્શન હેઠળ લાઈબ્રેરીયન ડૉ. સોનલ ભારતી, પ્રા.ડૉ હેમાદ્રિ ટીકાવાળા, પ્રા. દમયંતી પટેલ, પ્રા. ડૉ. તન્વી ભાલાળા, પ્રા. ટ્વિંકલ પંચાલ, પ્રા. ભાવિશા પટેલ, શ્રી સંદીપ પટેલ દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.