જીવન જ્યોત ટ્રસ્ટ અમરોલીની સ્વનિર્ભર કોલેજમાં પુસ્તક પરિચય શ્રેણી –૪ આયોજન થયું.
જીવન જ્યોત ટ્રસ્ટ અમરોલીની સ્વનિર્ભર કોલેજમાં પુસ્તક પરિચય શ્રેણી –૪ આયોજન થયું. જીવન જ્યોત ટ્રસ્ટ સંચાલિત પ્રો.વી.બી.શાહ ઇન્સ્ટિટયૂટ ઓફ મેનેજમેન્ટ, આર.વી.પટેલ કોલેજ ઓફ કોમર્સ (અંગ્રેજી માધ્યમ) એન્ડ વી.એલ. શાહ કોલેજ ઓફ કોમર્સ (ગુજરાતી માધ્યમ) તેમજ સુટેક્ષ બેંક કોલેજ ઓફ કમ્પ્યુટર એપ્લિકેશન એન્ડ સાયન્સ અમરોલીમાં તા.૩૦-૦૭-૨૦૨૬ નાં રોજ પુસ્તક પરિચય શ્રેણી – ૪ નું આયોજન કરાયું હતું. જેમાં વિદ્યાર્થીઓ (૧) કુંજડિયા શુભમ - ;શિવ પુરાણ; (૨) દોમડીયા નેન્સી - "પ્રાકૃતિક સ્વાસ્થ્યની પગદંડી; (૩) ઝાડફિયા ઓમ - ;Rich Dad Poor Dad; (૪) ડાંગરિયા ઓમ - ;ક્યા cool હૈ હમ; (૫) કાલેર ઈર્શાદ - ;રાતવાસો તેમજ પ્રા. ડૉ. સુનીતા યાદવ - ;પથ અને પાથેય" અને પ્રા. ઈશા દેસાઈ ;૧૦૧ Essays that will Change the way You Think; વાંચેલ પુસ્તકોના વિચારો રજૂ કર્યા હતા અને તેમના વક્તવ્ય દ્વારા શ્રોતાઓના જ્ઞાનમાં વધારો કર્યો હતો. આચાર્યશ્રી ડૉ. મુકેશ ગોયાણીના માર્ગદર્શન હેઠળ શ્રી ડૉ. સોનલ ભારતી, પ્રા.ડૉ હેમાદ્રિ ટીકાવાળા, પ્રા. દમયંતી પટેલ, પ્રા. ડો. તન્વી ભાલાળા, પ્રા. ટ્વિંકલ પંચાલ, પ્રા. ભાવિશા પટેલ, સંદીપ પટેલ દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.