• Prize Distribution 02-01-2025

    " શૈક્ષણિક પ્રતિભાશાળી અને ઉલ્લેખ સિદ્ધિ હાંસલ કરનાર વિદ્યાર્થીઓનો ઈનામ વિતરણ કાર્યક્રમ અમરોલી સેલ્ફ ફાયનાન્સ કોલેજમાં યોજાયો" જીવન જ્યોત ટ્રસ્ટ સંચાલિત પ્રો.વી.બી.શાહ ઇન્સ્ટિટયૂટ ઓફ મેનેજમેન્ટ, આર.વી.પટેલ કોલેજ ઓફ કોમર્સ (અંગ્રેજી માધ્યમ) એન્ડ વી.એલ. શાહ કોલેજ ઓફ કોમર્સ (ગુજરાતી માધ્યમ) તેમજ સુટેક્ષ બેંક કોલેજ ઓફ કમ્પ્યુટર એપ્લિકેશન એન્ડ સાયન્સ અમરોલી બી.સી.એ., બી.બી.એ., બી.કોમ.માં શૈક્ષણિક પ્રતિભાશાળી અને ઉલ્લેખ સિદ્ધિ હાંસલ કરનાર વિદ્યાર્થીઓનો ઈનામ વિતરણ કાર્યક્રમ કોલેજ કેમ્પસમાં તા. ૦૨-૦૧-૨૦૨૫નાં રોજ યોજાયો હતો. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય, પ્રાર્થનાથી કરવામાં આવી હતી. આ પ્રસંગે મુખ્ય મહેમાનશ્રી તરીકે શ્રી સુરેશ કળથીયા (Founder & CEO. Ebizzinfotech, Italish, EBS Media & Wellheal), શ્રી સવજીભાઈ બી. પટેલ (Educationalist, Thinker & Social Leader), તેમજ જીવન જ્યોત ટ્રસ્ટના ઉપપ્રમુખ શ્રી ગિરધરગોપાલ મુન્દ્રાજી, સેક્રેટરી શ્રી અશ્વિનભાઈ પટેલ હાજર રહી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા. આચાર્ય ડૉ. મુકેશ આર. ગોયાણીએ મહેમાનોનું પુષ્પગુચ્છથી સ્વાગત કરી મહેમાનો પરિચય આપ્યો હતો. ઇનામ વિતરણ કાર્યક્રમને ઉપલક્ષીને શ્રી સુરેશ કલાથીયા તેમજ શ્રી સવજીભાઈ બી. પટેલએ પ્રાસંગિક પ્રવચન આપ્યું હતું. તેમજ ૮૦ જેટલા તેજસ્વી વિદ્યાર્થીઓને ઈનામ આપી પ્રોત્સાહિત કર્યા હતા. કાર્યક્રમ દરમિયાન બી.કોમ.,બી.સી.એ., બી.બી.એ.નાં કૉ-ઓર્ડીનેટર તથા કોલેજના અધ્યાપક ગણ વહીવટી સ્ટાફ હાજર રહી કાર્ય કાર્યક્રમની શોભા વધારી હતી. સમગ્ર કાર્યક્રમનુ સંચાલન કોલેજના આચાર્ય ડૉ.મુકેશ આર. ગોયાણીના માર્ગદર્શન હેઠળ ડૉ. તન્વીબેન ભાલાળા, ડૉ. વિશાલ પંડ્યા અને ડૉ. વિશ્વનાથ બોરસે દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે આભાર વિધિ ડૉ. વિશાલ પંડ્યાએ કરી હતી. રાષ્ટ્રગીત સાથે કાર્યક્રમ સમાપન કરવામાં આવ્યો હતો.

  • Tracking Campfor NSS Students

    જીવન જ્યોત ટ્રસ્ટ સંચાલિત પ્રોફેસર વી. બી શાહ ઇન્સ્ટિટયૂટ ઓફ મેનેજમેન્ટ, આર. વી પટેલ કોલેજ ઓફ કોમર્સ, વી. એલ.શાહ કોલેજ ઓફ કોમર્સ તેમજ સુટેક્ષ બેંક કોલેજ ઓફ કમ્પ્યુટર એપ્લિકેશન એન્ડ સાયન્સ અમરોલીમાં તારીખ ૩જાન્યુઆરી, ૨૦૨૫ થી ૬ જાન્યુઆરી,૨૦૨૫ દરમિયાન રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ અંતર્ગત કમિશનર શ્રી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ કચેરી તથા જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ કચેરી સુરત દ્વારા આયોજિત ઝોન કક્ષા સાહસિક પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવા શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. સાહસિક પ્રવૃત્તિના ભાગરૂપે તારીખ ૩ જાન્યુઆરી,૨૦૨૫ ના રોજ કોલેજ તથા રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ કચેરી દ્વારા હથગઢ(મહારાષ્ટ્ર) તથા સાપુતારા ખાતે કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ ઉપરાંત એન.એસ.એસ અને એન.સી.સી મળી કુલ ૧૦૭ વિદ્યાર્થીઓએ ટ્રેકિંગ કર્યું હતું. તેમજ તારીખ ૪ જાન્યુઆરી,૨૦૨૫ ના રોજ કોલેજ કેમ્પસમાં ફાયર વિભાગ અમરોલી દ્વારા ફાયર સેફ્ટી ડેમોસ્ટ્રેશનનું આયોજન થયું હતું. જેમાં આગ લાગે ત્યારે કયા સાવચેતીના પગલાં લેવા તેમજ કયા ફાયર સાધનોનો ઉપયોગ કેવી રીતે અને કઈ આગ બુજાવવા માટે કરવો તે બાબતે વિદ્યાર્થીઓને માહિતગાર કરવામાં આવ્યા. આ કાર્યક્રમ દરમિયાન ૧૦૮ એમ્બ્યુલન્સના કર્મચારી તેમજ રમતગમત યુવાનને સાંસ્કૃતિક વિભાગ અધિકારી શ્રીમતી રાધિકા લાઠીયા હાજર રહ્યા હતા. સાયબર સિક્યુરિટી કાર્યક્રમ અંતર્ગત સુરત શહેરના (ડી.એસ.પી) શ્રી હેતલ પટેલ હાજર રહી વિદ્યાર્થીઓને સળગતા પ્રશ્નો અને ઉકેલ વિશે માહિતગાર કર્યા તેમજ મોબાઇલ તથા સોશિયલ મીડિયા સંબંધિત સમસ્યાઓથી અવગત કર્યા. સમગ્ર કાર્યક્રમ કોલેજના આચાર્ય શ્રી ડોક્ટર મુકેશ ગોયાણીના માર્ગદર્શન હેઠળ એન.એસ.એસ પ્રોગ્રામ ઓફિસર ડોક્ટર પ્રદીપ કુમાર લેનકા તથા પ્રોફેસર જ્યોતિકા ટેલર દ્વારા સફળતાપૂર્વક યોજાયો.

  • Saputara Traking Camp

    Under the project Zone Level Enterprise Relations Policy Camp And 6 Guj Girls BN NCC undertaken , under the visionary leadership of Principal sir, Dr. Mukesh Goyani, the 50 NCC CADETS and 50 NSS VOLUNTEERS aimed to improve their physical and mental stamina by trekking at Hatgad and exploring the eye of Gujarat—Saputara. 3 Jan 2025 we all went to Saputara for trekking camp at 9:00 am where we stayed at Vanavibhag Botanical Garden at 9 am and had breakfast then we all left for Hathgarh tracking and tracked for 12 km. Sir informed about hathgadh fort. After that we all reached the top of the hill and did a photo session then we came down and went for lunch at 2:30 we all left to see the Saputara sunset point at 4 o'clock and enjoyed the sunset point at 6:15 we all went around the market and did some shopping then at 7:00 After dinner, we all left for Surat at 9:00. Morning 5:30 the journey commenced and the fruitful endeavor was completed by 12:30 late night. Under the guidance of Principal Dr. Mukesh Goyani sir CTO Dr. Anila Pillai Ma’am and NSS Program Officer Dr. Pradeep Kumar lenka sir.

  • ZEAL 2025

    On January 11, 2025, ZEAL 2025, a vibrant intercollegiate fest, was successfully organized by the Jivan Jyot Trust under the banner of Prof. V.B. Shah Institute of Management, R.V. Patel College of Commerce (English Medium), V.L. Shah College of Commerce (Gujarati Medium), and Sutex Bank College of Computer Application & Science, Amroli, Surat. With the tagline "Explore Your Limit..." and the theme "Where Tradition Meets Innovation", the fest offered a dynamic platform for students to showcase their talent, creativity, and intellect. The event featured a diverse array of competitions including Brand Quest, Squid Game, Recruitment Rush, Reel Making, Fashion Fusion, The Book Time, Check Mate, Murder Mystery, Financial Foresight, Vocal Vibes of 90’s, Quiz Mania, and Minute to Win It. Each event was thoughtfully curated to challenge and engage participants in fun and meaningful ways. The program commenced at 8:00 AM with around 700 + enthusiastic participation from various colleges. The event was graced by the presence of Shri Bharatbhai Shah (President), Dr. Mukesh R. Goyani (Principal), along with coordinators and student volunteers who ensured smooth execution. Overall, ZEAL 2025 was a grand success, fostering learning, networking, and celebration of student excellence.

  • Voyage-2025

    સ્વનિર્ભર અમરોલી કોલેજમાં મેનેજમેન્ટ ઈવેન્ટ  “Zeal & Voyage - 2025” નું આયોજન જીવન જ્યોત ટ્રસ્ટ સંચાલિત પ્રો. વી.બી. શાહ ઇન્સ્ટીટયુટ ઓફ મેનેજમેન્ટ, આર. વી. પટેલ કોલેજ ઓફ કોમર્સ, વી.એલ.શાહ કોલેજ ઓફ કોમર્સ, સુટેક્ષ બેંક કોલેજ ઓફ કમ્પ્યુટર એપ્લીકેશનસ એન્ડ સાયન્સ અમરોલીમાં તા.૧૧-૦૧-૨૦૨૫નાં રોજ બી.બી.એ અને બી.કોમ.ની ઇવેન્ટ Zeal & Voyage – 2025 નું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં ૧૩ મેનેજમેન્ટ ગેઈમ્સ જેવી કે Brand Quest, Reel Making, Check Mate, Vocal Vibes of 90’s, Squid Game, Fashion Fusion, Murder Mystery, Quiz Mania, Recruitment Rush, The Book Time, Financial Foresight, Minute to Win it રાખવામાં આવી હતી. Zeal & Voyageમાં યુનિવર્સીટી સંલગ્ન ૪૫ થી વધુ કોલેજોમાંથી 624 થી વધુ વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ઇવેન્ટમાં ભાગ લીધો હતો. કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે Shri Satishbhai Maniya (Chairman & MD, Shish Group), Dr. Manish Vagela (CEO Just Abroad), Shri S.K.Singh (Sr. Director and Head Bureau of Indian Standards), Shri Naveentbhai Gopani (CEO, Aviate), Shri Ashish Sindhv (Founder – Perfect Click), Shri Dishant Babariya (Founder – Perfect Click), જીવન જયોત ટ્રસ્ટનાં મંત્રીશ્રી અશ્વિનભાઈ પટેલ, ટ્રસ્ટી કાંતિભાઈ શાહ જે.ઝેડ.શાહ કોલેજનાં આચાર્ય સેજલ દેસાઈ, છાપરાભાઠ્ઠાનાં સ્કુલનાં આચાર્ય શ્રી અંજનીબેન જાની અને દિલીપભાઈ પરમાર તેમજ અમરોલી કેમ્પસ સ્કૂલનાં આચાર્ય કેયુર શાહ હાજર રહી વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધાર્યો હતો. સમગ્ર કાર્યક્રમનું આયોજન કોલેજનાં આચાર્ય ડૉ. મુકેશભાઈ ગોયાણી માર્ગદર્શન હેઠળ બી.બી.એનાં કો-ઓર્ડિનેટર ડૉ. સ્વાતી મહેતા અને ડૉ. નિલેશ પટેલ, બી.કોમનાં કો-ઓર્ડિનેટર પ્રા. ભરત બસરાણી તેમજ કોલેજનો સ્ટાફ સભ્યો તથા બી.બી.એ. નાં વિદ્યાર્થીઓ (સ્વયમંસેવકો) દ્વારા સફળતા પૂર્વક કરવામાં આવ્યું હતું. વિજેતા વિધાર્થીઓને ટ્રોફી અને સર્ટીફિકેટ તેમજ દરેક સ્પર્ધાકોને ઈ- સર્ટીફિકેટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.સ્વનિર્ભર અમરોલી કોલેજમાં મેનેજમેન્ટ ઈવેન્ટ  “Zeal & Voyage - 2025” નું આયોજન જીવન જ્યોત ટ્રસ્ટ સંચાલિત પ્રો. વી.બી. શાહ ઇન્સ્ટીટયુટ ઓફ મેનેજમેન્ટ, આર. વી. પટેલ કોલેજ ઓફ કોમર્સ, વી.એલ.શાહ કોલેજ ઓફ કોમર્સ, સુટેક્ષ બેંક કોલેજ ઓફ કમ્પ્યુટર એપ્લીકેશનસ એન્ડ સાયન્સ અમરોલીમાં તા.૧૧-૦૧-૨૦૨૫નાં રોજ બી.બી.એ અને બી.કોમ.ની ઇવેન્ટ Zeal & Voyage – 2025 નું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં ૧૩ મેનેજમેન્ટ ગેઈમ્સ જેવી કે Brand Quest, Reel Making, Check Mate, Vocal Vibes of 90’s, Squid Game, Fashion Fusion, Murder Mystery, Quiz Mania, Recruitment Rush, The Book Time, Financial Foresight, Minute to Win it રાખવામાં આવી હતી. Zeal & Voyageમાં યુનિવર્સીટી સંલગ્ન ૪૫ થી વધુ કોલેજોમાંથી ૮૬૬ થી વધુ વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ઇવેન્ટમાં ભાગ લીધો હતો. કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે Shri Satishbhai Maniya (Chairman & MD, Shish Group), Dr. Manish Vagela (CEO Just Abroad), Shri S.K.Singh (Sr. Director and Head Bureau of Indian Standards), Shri Naveentbhai Gopani (CEO, Aviate), Shri Ashish Sindhv (Founder – Perfect Click), Shri Dishant Babariya (Founder – Perfect Click), જીવન જયોત ટ્રસ્ટનાં મંત્રીશ્રી અશ્વિનભાઈ પટેલ, ટ્રસ્ટી કાંતિભાઈ શાહ જે.ઝેડ.શાહ કોલેજનાં આચાર્ય સેજલ દેસાઈ, છાપરાભાઠ્ઠાનાં સ્કુલનાં આચાર્ય શ્રી અંજનીબેન જાની અને દિલીપભાઈ પરમાર તેમજ અમરોલી કેમ્પસ સ્કૂલનાં આચાર્ય કેયુર શાહ હાજર રહી વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધાર્યો હતો. સમગ્ર કાર્યક્રમનું આયોજન કોલેજનાં આચાર્ય ડૉ. મુકેશભાઈ ગોયાણી માર્ગદર્શન હેઠળ બી.બી.એનાં કો-ઓર્ડિનેટર ડૉ. સ્વાતી મહેતા અને ડૉ. નિલેશ પટેલ, બી.કોમનાં કો-ઓર્ડિનેટર પ્રા. ભરત બસરાણી તેમજ કોલેજનો સ્ટાફ સભ્યો તથા બી.બી.એ. નાં વિદ્યાર્થીઓ (સ્વયમંસેવકો) દ્વારા સફળતા પૂર્વક કરવામાં આવ્યું હતું. વિજેતા વિધાર્થીઓને ટ્રોફી અને સર્ટીફિકેટ તેમજ દરેક સ્પર્ધાકોને ઈ- સર્ટીફિકેટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.

  • Kavi Kag Dayro

    જીવન જ્યોત ટ્રસ્ટ સંચાલિત પ્રોફેસર વી.બી શાહ ઇન્સ્ટિટયૂટ ઓફ મેનેજમેન્ટ, આર.વી પટેલ કોલેજ ઓફ કોમર્સ,વી. એલ શાહ કોલેજ ઓફ કોમર્સ તેમજ સુટેક્ષ બેંક કોલેજ ઓફ કમ્પ્યુટર એપ્લિકેશન એન્ડ સાયન્સ અમરોલીમાં રાષ્ટ્રીય સેવા યોજના તથા રમત ગમત યુવાને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર હેઠળની ગુજરાત રાજ્ય સંગીત એકેડેમી ના આર્થિક સહયોગથી તેમજ નાદ બ્રહ્મ ઇન્સ્ટિટયૂટ ઓફ મ્યુઝિક એન્ડ ઇવેન્ટ મેનેજમેન્ટ સુરત દ્વારા લોક કવિ પદ્મશ્રી દુલાભાચાર્ય કાગ લોક ડાયરો કાર્યક્રમનું આયોજન તારીખ ૧૬-૧-૨૦૨૫ ના કરવામાં આવ્યું હતું. જેમાં મુખ્ય મહેમાન તરીકે કોલેજના આચાર્યશ્રી ડૉ. મુકેશ ગોયાણી તથા સંગીત ક્ષેત્રે જોડાયેલા ડૉ. હેમાંગ વ્યાસ હાજર રહી કાર્યકરન ની શોભા વધારી હતી.સમગ્ર કાર્યક્રમ સંચાલન NSS સ્વયંસેવકો દ્વારા કરવામાં આવ્યું હતું.

  • Campus placement by Dot3 Solutions

    “Dot3 Solutions” has offered job opportunity for TYBBA & TYB.Com students of batch 2024-25. Job position like Invoice Balancer offered by Dot3 Solutions. Company has conducted personal interview on 17th January, 2025 at Amroli College Campus. Total 26 students have participated and appeared in personal interview. Company has selected 4 male students and 1 female student for various job positions. 

  • Campus Placement by Imagica Health,

    “Imagica Health” has offered job opportunity for TYBBA & TYB.Com students of batch 2024-25. Job positions like Technical Support Executive and Business Development Executive offered by Imagica Health. Company has conducted personal interview on 17th January, 2025 at Amroli College Campus. Total 35 students have participated and appeared in personal interview. Company has selected 2 male students and 2 female students for various job positions. 

  • અંતાક્ષરી કોમ્પિટિશન

    “સ્વનિર્ભર અમરોલી કોલેજમાં કલરવ અંતાક્ષરી કોમ્પિટિશન યોજયેલ હતી” જીવન જ્યોત ટ્રસ્ટ સંચાલિત પ્રો.વી.બી.શાહ ઇન્સ્ટિટયૂટ ઓફ મેનેજમેન્ટ, આર.વી.પટેલ કોલેજ ઓફ કોમર્સ (અંગ્રેજી માધ્યમ) એન્ડ વી.એલ. શાહ કોલેજ ઓફ કોમર્સ (ગુજરાતી માધ્યમ) તેમજ સુટેક્ષ બેંક કોલેજ ઓફ કમ્પ્યુટર એપ્લિકેશન એન્ડ સાયન્સ અમરોલીમાં કલરવ અંતાક્ષરી કોમ્પિટિશનનું ભવ્ય અને અત્યંત સુરમય સૂર્યોદય પ્રોગ્રામનું આયોજન તા. ૨૨/૦૧/૨૦૨૫ નાં રોજ કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં મુખ્ય મહેમાન તરીકે શ્રી તેજસ મર્ચન્ટ અને શ્રી નરેશભાઈ કાપડીયાએ હાજર રહી વિદ્યાર્થીઓને ઉત્સાહ વધાર્યો હતો. આ સ્પર્ધાનો ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓને તેમની ગાયકી કળાને વિકસાવવા અને પ્રદર્શિત કરવાની તક પૂરી પાડવાનો હતો. આ દિવ્ય સંગમમાં દર્શકોને ભક્તિ, લોક ગીત, બોલીવુડ સોંગનો અદ્ભુત સમન્વય જોવા મળ્યો હતો. દરેક રજૂઆત એક અલગ જ કલાત્મક અનુભવ કરાવનાર હતી. કુલ ૧૨ ટીમના ૨૪ વિધાર્થીઓએ પોતાની કલા, સુર અને તાલ સાથે સ્પર્ધામાં ભાગ લઈને મંચ ધ્રુજાવ્યું હતું. સ્પર્ધાનો હેતુ વિદ્યાર્થીઓની કળા, ટીમવર્ક અને કૌશલ્યને વિકસાવવાનો હતો. કાર્યક્રમના અંતે નિર્ણાયક શ્રી મુકુંદ કાપડીયા અને શ્રીમતી ચંદા કાપડીયાએ પરિણામ જાહેર કર્યું હતું. સ્પર્ધાના પરિણામ સ્વરૂપે પ્રથમ ક્રમાંક પાયલ શિવાઆસરે સૈની અને શિવાની રાજકુમાર કૈલાશ, દ્વિતીય ક્રમાંક પૂજા વિશ્વાસ અને શ્રુતિ ચૌહાણએ પ્રાપ્ત કર્યો હતો. અત્યંત સુરમય સ્પર્ધાનું આયોજન કોલેજના આચાર્ય ડૉ. મુકેશ ગોયાણીનાં નેતૃત્વમાં અને બી.કોમ. કો-ઓર્ડીનેટર પ્રા. ભરત બસરાણી અને પ્રા. સુનિતા યાદવના માર્ગદર્શન હેઠળ સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યું હતું.

  • Awareness of BIS 2025

    The "Awareness of BIS 2025" campaign, highlighted in the visual, likely took place around 23rd January 2025, which was organized by Prof. V. B. Shah Institute of Management, R. V. Patel College of Commerce (Eng. Medium), V. L. Shah College of Commerce (Guj. Medium), and Sutex Bank College of Computer Applications & Science, Amroli. The event was graced by the presence of Dr. Mukesh R Goyani, Principal, focusing on the Bureau of Indian Standards (BIS) and its significance. The campaign aimed to increase understanding of Indian standards and the role of BIS in quality assurance. Around 150 students were participated as an audience. Key aspects of the awareness drive likely included information dissemination about various BIS standards (indicated by "Awareness of January 202ards January" which seems to be a typographical error and likely meant "towards January"). The visual elements suggest a focus on the importance of adhering to these standards for products and services, potentially covering aspects like product marking (ISI mark), hallmarking for precious metals, and the overall benefits of certification for consumers and industries. The campaign likely utilized visual aids and possibly workshops or outreach programs to educate stakeholders about the importance of quality and safety through BIS standards. The emphasis would have been on empowering consumers to make informed choices by recognizing and trusting BIS-certified products.

  • Traffic Awareness Program

    કોલેજમાં આજરોજ તારીખ 24 જાન્યુઆરી 2025 ના રોજ એન.એસ.એસ વિભાગ તથા અમરોલી પોલીસ સ્ટેશનના સંયુક્ત ઉપક્રમે ટ્રાફિક અવેરનેસ કાર્યક્રમનું આયોજન થયું. આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે પોલીસ સબ ઇન્સ્પેક્ટર કામલીયા અને બી.એ. ભાંભર (હેડ કોન્સ્ટેબલ) તથા અન્ય પોલીસ સ્ટાફ સભ્યો હાજર રહી વિદ્યાર્થીઓને માહિતી આપી હતી જેમાં ટ્રાફિકની સમસ્યા તેને નિવારવાના ઉપાયો, ટ્રાફિક સિગ્નલ્સ, એક જાગૃત નાગરિક તરીકે શું કરવું જોઈએ અને એન.એસ.એસના વિદ્યાર્થીઓનો ટ્રાફિક કંટ્રોલમાં શું ભૂમિકા હોય શકે એ વિશે માર્ગદર્શન અપાયું. ટ્રાફિક સમસ્યામાં એનએસએસના વિદ્યાર્થીઓ સહયોગ કરશે એવી પ્રતિજ્ઞા પણ લેવડાવવામાં આવી. 24 જાન્યુઆરી 1950 ના રોજ વંદે માતરમ ગીતને રાષ્ટ્ર ગીત તરીકે બિરુદ મળવા બદલ કોલેજમાં “વંદે માતરમ ગીત” ગાઈને ઉજવણી કરવામાં આવી. જેમાં 116 NSS વિદ્યાર્થીઓએ ભાગ લીધો. સમગ્ર કાર્યક્રમ કોલેજના પ્રિન્સિપાલ ડો. મુકેશ ગોયાણીના માર્ગદર્શન હેઠળ એન.એસ.એસ પ્રોગ્રામ ઓફિસર જ્યોતિકા ટેલર દ્વારા સંપન્ન થયો.

  • Blood donation camp in remembrance of Dr. Mahendra Solanki

    જીવન જ્યોત ટ્રસ્ટ સંચાલિત પ્રો.વી.બી.શાહ ઇન્સ્ટિટયૂટ ઓફ મેનેજમેન્ટ, આર.વી.પટેલ કોલેજ ઓફ કોમર્સ (અંગ્રેજી માધ્યમ) એન્ડ વી.એલ. શાહ કોલેજ ઓફ કોમર્સ (ગુજરાતી માધ્યમ) તેમજ સુટેક્ષ બેંક કોલેજ ઓફ કમ્પ્યુટર એપ્લિકેશન એન્ડ સાયન્સ અમરોલી, લાયન્સ ક્લબ ઓફ સુરત (ઇસ્ટ), સુરત રક્તદાન કેન્દ્ર અને રીસર્ચ સેન્ટર, HDFC બેંક, ફેમીલી ફિઝીશયન એસોસિયેશન (FPA) સુરત, સંતોશ વુમન્સ કેર હોસ્પિટલ અને IVF સેન્ટર અને અમરોલી પોલીસ સ્ટેશનનાં સહયોગ અને સંયુક્ત ઉપક્રમે તા.૨૫-૦૧-૨૦૨૫ નાં રોજ જીવન જ્યોત ટ્રસ્ટ, અમરોલી વ્યવસ્થાપક કમિટીનાં સભ્યશ્રી સ્વ. ડૉ. મહેન્દ્રભાઈ એન.સોલંકીની સ્મરણાર્થ રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સ્વ. ડૉ. મહેન્દ્રભાઈ એન.સોલંકીના સુપુત્ર ડૉ.ભવ્યેશ સોલંકી અને જીવન જ્યોત ટ્રસ્ટના માનંદ મંત્રીશ્રી અશ્વિનભાઈ પટેલે હાજરી આપી હતી. પ્રા.ડો.ચક્ષુ મહેન્દ્રભાઈ સોલંકી દ્વારા દિપ પ્રાગટય કરી રક્તદાન શિબિરની શરૂઆત કરવામાં આવી હતી. ડૉ.ભવ્યેશ સોલંકી, આચાર્યશ્રી, તેમજ કોલેજ ના અધ્યાપકો અને વિદ્યાર્થીઓએ એ રક્તદાન કર્યું. રક્તદાન શિબિરના અંતે કુલ ૬૨ બોટલનું રક્તદાન એકત્ર થયું હતું. તમામ રકતદાતાને સ્મૃતિ ભેટ આપવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમ કોલેજના આચાર્ય ડૉ. મુકેશભાઈ ગોયાણીના માર્ગદર્શન હેઠળ પ્રા. જયોતિકા ટેલર, ડૉ. પ્રદીપકુમાર લેંકા અને શૈક્ષણિક અને બિનશૈક્ષણિક સ્ટાફના સહકારથી સફળતા પૂર્વક યોજી શકાયો હતો.

  • Republic day

    The guests gave a topical address on the occasion of Republic Day. Flag hoisting was done by Mansukhbhai Naria. Cultural programs were presented by the students to evoke national spirit. The whole program was organized by the principal of the college Under the guidance of Dr.Mukesh Goyani and as an anchor, the Physical Education Faculty of the college and NSS program officer Dr. Pradeep Kumar Lenka and with the cooperation of the entire staff successfully celebrated the Independence Day. Finally, the program was concluded by thanking the guests as well as the NCC PI staff officers , college staff and all the students.On 26 january at 10 o'clock we welcomed the main guest in which C.A Bilki tambakuvala, Mansukhbhai naria was the chief guest Jeevan Jyot Trust Honorary Minister Anuj Bhai Shah, Trustee Kantibhai Malvadawala, Member Snehalbhai Shah, College Principal, College Teaching Staff, Non-Teaching Staff. After that, we all did the flag hoisting. Then we enjoyed the program of cultural.

  • Republic day Celebration

    "સ્વનિર્ભર અમરોલી કોલેજમાં ૧૫ ઓગસ્ટ સ્વતંત્રતા દિવસની ઉજવણી" જીવન જીયોત ટ્રસ્ટ અમરોલી સંચાલિત પ્રો.વી.બી.શાહ ઇન્સ્ટીટયુટ ઓફ મેનેજમેન્ટ, આર.વી.પટેલ કોલેજ ઓફ કોમર્સ (અંગ્રેજી માધ્યમ), વી.એલ.શાહ કોલેજ ઓફ કોર્મસ (ગુજરાતી માધ્યમ), સુટેક્ષ બેંક કોલેજ ઓફ કમ્પ્યુટર એપ્લીકેશન એન્ડ સાયન્સ અમરોલી ખાતે ૧૫-૦૮-૨૦૨૪નાં રોજ સ્વતંત્રતા દિવસની ઉજવણી પ્રસંગે મુખ્યઅતિથી તરીકે શ્રી મનસુખભાઈ નારિયા જેઓ એ.વી.પટેલ શાળાનાં પૂર્વ પ્રિન્સિપલ હતા. તેમજ જીવનજ્યોત માનદમંત્રીશ્રી અશ્વિનભાઈ પટેલ, માનદમંત્રી અનુજભાઈ શાહ, ટ્રસ્ટી શ્રી કાંતિભાઈ માલવાડાવાળા, સભ્યશ્રી સ્નેહલભાઈ શાહ, તેમજ કોલેજનાં આચાર્ય, કોલેજનો ટીચિંગ સ્ટાફ તથા કોલેજનો નોન-ટીચિંગ સ્ટાફ હાજર રહ્યા હતા. એન.સી.સી.ની વિદ્યાર્થીઓએ પરેડ કરી મહેમાનોને ધ્વજ વંદન માટે આમંત્રીત કર્યા હતા. એન.સી.સી.ની વિદ્યાર્થીઓને સિટીઓ અનિલા પિલ્લાઈના નેતૃત્વ હેઠળ રેન્ક એનાયત કરવામાં આવેલ હતા. સ્વતંત્રતા પર્વ નિમિત્તે મહેમાનોએ પ્રસંગોચીત ઉદબોધન આપ્યું હતું. શ્રી મનસુખભાઈ નારિયા સાહેબ દ્વારા ધ્વજરોહાણ કરવામાં આવ્યું. સમગ્ર કાર્યક્રમ કોલેજના આચાર્ય ડૉ. મુકેશભાઈ ગોયાણીનાં માર્ગદર્શન હેઠળ એંકર તરીકે કોલેજના સ્પોર્ટ ટીચર/ કોચ ડૉ.પ્રદીપકુમાર લેંકા તેમજ સમગ્ર સ્ટાફગણના સહકારથી સફળતાપૂર્વક સ્વતંત્ર દિવસની ઉજવણી કરી શકાય. અંતે આમંત્રીત મહેમાનોનો, તેમજ હાજર તમામ સ્ટાફ, તેમજ હાજર તમામ વિદ્યાર્થીઓનો આભાર માની કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યો હતો.

  • Picnic 2025- BBA Stream

    The B.B.A stream organized a picnic on 27th January 2025, which saw enthusiastic participation from 109 students and faculty. The scenic location offered a refreshing break with diverse activities. Attendees enjoyed boating, rafting, and thrilling zip lining across the river. The presence of tree house structures provided unique gathering spots. On the riverbank, groups socialized, dined, and enjoyed musical entertainment. Transportation was facilitated by a van, and catering arrangements were in place. The picnic fostered camaraderie and provided a memorable and enjoyable experience for all participants, effectively achieving its aim of promoting community outside the academic setting.

  • CAMPUS PLACEMENT BY REJOICEHUB LLP

    Rejoicehub llp has offered job opportunity for tybba students of batch 2024-25. Job positions like project manager, business development executive (bde), social media manager were offered and total 9 students have participated and appeared in personal interview. Rehoicehub LLP has selected 4 male students and 3 female students for various job positions. 

  • Campus Placement by “P. P. Savani Chaitanya Vidhya Sankul & E. M. Charitable Trust”

    “P. P. Savani Chaitanya Vidhya Sankul & E. M. Charitable Trust” has offered job opportunity for TYBBA & TYB.Com students of batch 2024-25. Job positions like Telecaller, Marketing Executive, Counsellors, Receptionist / Clerk , Teachers , Personal Assistant were offered by P.P. Savani Sankul and E. M. Charitable Trust offered positions like CSR Executive and CSR Manager. Total 20 students have participated and appeared in personal interview. Company has selected 1 male student and 6 female students for various job positions. 

  • NSS Annual Camp-2025 (Kosad)

    જીવન જ્યોત ટ્રસ્ટ સંચાલિત પ્રોફેસર વી.બી શાહ ઇન્સ્ટિટયૂટ ઓફ મેનેજમેન્ટ, આર.વી પટેલ કોલેજ ઓફ કોમર્સ,વી. એલ શાહ કોલેજ ઓફ કોમર્સ તેમજ સુટેક્ષ બેંક કોલેજ ઓફ કમ્પ્યુટર એપ્લિકેશન એન્ડ સાયન્સ અમરોલીમાં રાષ્ટ્રીય સેવા યોજના અંતર્ગત વાર્ષિક શિબિર-૨૦૨૫ નું આયોજન શાહ ગંગાબેન ઉદેરામ માધ્યમિક શાળા,કોસાડ ખાતે તારીખ ૫ ફેબ્રુઆરી,૨૦૨૫ થી ૧૧ ફેબ્રુઆરી,૨૦૨૫ દરમિયાન કરવામાં આવ્યું. ઉદ્ઘાટન સત્રમાં મુખ્ય મહેમાન તરીકે ડોક્ટર પરેશ જોશી (પ્રોફેસર ડિપાર્ટમેન્ટ ઓફ ઇંગ્લિશ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી), શ્રી અશ્વિનભાઈ પટેલ (મંત્રી જીવન જ્યોત ટ્રસ્ટ) તથા શ્રી વિપુલસિંહ મહિડા (શાળાના આચાર્ય) હાજર રહ્યા. “એક સારા કાર્યની તીવ્ર ઝંખના એ જ સાચી રાષ્ટ્રીય સેવા યોજના” - ડો. પરેશ જોષી દ્વારા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા. આ ખાસ શિબિરમાં એક મુઠ્ઠી અનાજ , મતદાન જાગૃતિ, મતદાન યાદી સુધારણા જેવા સામાજિક વિષયો પર પ્રવૃત્તિ યોજનાર છે. આ શિબિરમાં કુલ ૧૦૭ વિદ્યાર્થીઓએ ભોગ લીધો. સમગ્ર કાર્યક્રમ કોલેજના પ્રિન્સિપલ ડો. મુકેશ ગોયાણીના માર્ગદર્શન હેઠળ રાષ્ટ્રીય સેવા યોજનાના સ્વયંસેવકો તથા પ્રોગ્રામ ઓફિસર ડો. પ્રદીપ લેન્કા તથા પ્રો. જયોતિકા ટેલર દ્વારા સફળતાપૂર્વક પૂર્ણ થયો. 

  • DATA ANALYSIS SEMINAR

    જીવન જ્યોત ટ્રસ્ટ સંચાલિત પ્રો. વી. બી. શાહ ઇન્સ્ટિટયૂટ ઓફ મેનેજમેન્ટ, આર. વી. પટેલ કોલેજ ઓફ કોમર્સ (અંગ્રેજી માધ્યમ), વી. એલ. શાહ કોલેજ ઓફ કોમર્સ (ગુજરાતી માધ્યમ) તેમજ સુટેક્ષ બેંક કોલેજ ઓફ કમ્પ્યુટર એપ્લિકેશન એન્ડ સાયન્સ અમરોલીમાં તા. ૬ ફેબ્રુઆરીનાં રોજ ડેટા એનાલિસીસ માટેનો સેમિનાર યોજાયો હતો. સેમિનારનો મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીઓમાં સંશોધનરૂપી (ડેટા એનાલિસીસ) જ્ઞાન વધારવાનું હતો. સેમિનારના મુખ્ય વક્તા તરીકે ડો. ભાવેશ વાનપરીયા (ડીપાર્ટમેન્ટ ઓફ એચ.આર.ડી., નર્મદ યુનિવર્સીટી) ઉપસ્થિત રહ્યા હતા. ડો.ભાવેશ વાનપરીયાએ સંશોધનરૂપી(ડેટા એનાલિસીસ) જ્ઞાન અને મેનેજમેન્ટ સેક્ટરમાં તેમનું મહત્વ પણ સમજાવ્યું હતું. સેમિનારમાં બી.બી.એ.નાં કુલ ૧૦૦ વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર સેમીનારમાં ભાગ લઇ મેનેજમેન્ટ રિસર્ચ સોફટવેરનું જ્ઞાન મેળવ્યું હતું. સેમિનારનું આયોજન કોલેજનાં આચાર્ય ડો. મૂકેશ ગોયાણીના નેતૃત્વમાં બી.બી.એ. કો- ઓર્ડીનેટર પ્રા. ડો. સ્વાતિ મહેતા, પ્રા. ડો.નિલેશ પટેલ તેમજ સોયબ જિંદાની દ્વારા સફળતાપૂર્વક સંચાલન કરવામાં આવ્યું હતું.

  • Prize Distribution 07-02-2025

    " અમરોલી (બી.બી.એ., બી.સી.એ., બી.કોમ., બી.એસસી. ડેટા સાયન્સ) સેલ્ફ ફાયનાન્સ કોલેજનાં શૈક્ષણિક પ્રતિભાશાળી અને ઉલ્લેખ સિદ્ધિ હાંસલ કરનાર વિદ્યાર્થીઓનો ઈનામ વિતરણ કાર્યક્રમ યોજાયો" જીવન જ્યોત ટ્રસ્ટ સંચાલિત પ્રો.વી.બી.શાહ ઇન્સ્ટિટયૂટ ઓફ મેનેજમેન્ટ, આર.વી.પટેલ કોલેજ ઓફ કોમર્સ (અંગ્રેજી માધ્યમ) એન્ડ વી.એલ. શાહ કોલેજ ઓફ કોમર્સ (ગુજરાતી માધ્યમ) તેમજ સુટેક્ષ બેંક કોલેજ ઓફ કમ્પ્યુટર એપ્લિકેશન એન્ડ સાયન્સ અમરોલી એફ.વાય., એસ.વાય. બી.સી.એ., બી.બી.એ., બી.કોમ., બી.સી.એ. વિન્ટર, બીએસ.સી. ડેટા સાઈન્સમાં શૈક્ષણિક પ્રતિભાશાળી અને ઉલ્લેખ સિદ્ધિ હાંસલ કરનાર તેમજ યુનિવર્સિટી ક્ક્ષાએ વિષયમાં પ્રથમ આવનાર વિદ્યાર્થીઓનો ઈનામ વિતરણ કાર્યક્રમ કોલેજ કેમ્પસમાં તા. ૦૭-૦૨-૨૦૨૫નાં રોજ યોજાયો હતો. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય, સ્વાગત નૃત્ય અને પ્રાર્થનાથી કરવામાં આવી હતી. આ પ્રસંગે મુખ્ય મહેમાનશ્રી તરીકે શ્રી પરેશભાઈ લાખાણી (ટ્રસ્ટીશ્રી તપોવન ગ્રુપ ઓફ સ્કુલ) અને શ્રી ભાવેશભાઈ ઘેલાણી (Principal – Risen Modern School) (Educationalist, Thinker & Social Leader), તેમજ જીવન જ્યોત ટ્રસ્ટના પ્રમુખશ્રી ભરતભાઈ શાહ, ઉપપ્રમુખશ્રી ભાનુભાઈ શાહ, સેક્રેટરીશ્રી અશ્વિન પટેલ તેમજ છાપરાભાઠ્ઠા શાળાના આચાર્ય શ્રી દિલીપભાઈ પરમાર, અંજલીબેન જાની હાજર રહી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા. આચાર્ય ડૉ. મુકેશ આર. ગોયાણીએ મહેમાનોનું પુષ્પગુચ્છથી સ્વાગત કરી મહેમાનો પરિચય આપ્યો હતો. ઇનામ વિતરણ કાર્યક્રમને ઉપલક્ષીને શ્રી પરેશભાઈ લાખાણી તેમજ શ્રી ભાવેશભાઈ ઘેલાનીએ પ્રાસંગિક પ્રવચન આપ્યું હતું. તેમજ ૧૩૦ જેટલા તેજસ્વી વિદ્યાર્થીઓને ઈનામ આપી પ્રોત્સાહિત કર્યા હતા. સમગ્ર કાર્યક્રમ દરમ્યાન આચાર્યશ્રીનાં માર્ગદર્શન હેઠળ બી.કોમ.,બી.સી.એ., બી.બી.એ., બીએસ.સી. ડેટાનાં કૉ-ઓર્ડીનેટર તથા કોલેજના અધ્યાપકો અને વહીવટી સ્ટાફ હાજર રહી કાર્યક્રમની શોભા વધારી હતી. સમગ્ર કાર્યક્રમનુ સંચાલન કોલેજના આચાર્ય ડૉ.મુકેશ આર. ગોયાણીના માર્ગદર્શન હેઠળ પ્રા. ડૉ. હેમાદ્રી ટીકાવાલા, પ્રા. રાકેશ પટેલ અને પ્રા. ટ્વીનકલ પંચાલ દ્વારા સંચાલન કરવામાં આવ્યું હતું.